SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ अन्यविधसप्तभङ्ग्यतिदेशः ४८९ ४/१३ (ઉભય =) ૨ નયની (યુગપદ્ =) એક વાર (ગ્રહિયાથી=) અર્પણા કરિયઈ, તિવારઈ કથંચિત્ ભિન્ન -અભિન્ન-(અવાચ્યો=)અવક્તવ્ય ઇમ *કહિયઈં’(૭). એ* ભેદાભેદ પર્યાયમાંહઇ સપ્તભંગી જોડી. ઇમ સર્વત્ર જોડવી. A. कथञ्चिद्- प = द्रव्यार्थिक-पर्यायार्थिकोभयनयार्पणे तद् एव द्रव्य-गुण- पर्यायलक्षणं वस्तु भिन्नाभिन्नं भेदाऽभेदान्वितम् अवाच्यकं कथञ्चिदवक्तव्यञ्चेति कथ्यते । इत्थं भेदाऽभेदपर्याययोः सप्तभङ्गी योजिता। अनयैव रीत्या सर्वत्र मिथो विरुद्धत्वेन भासमानेषु नित्यत्वाऽनित्यत्व-सामान्यविशेषवक्तव्यत्वाऽवक्तव्यत्वादिषु पर्यायेषु सप्तभङ्गी योजनीया स्वयमेव मनीषिभिः । = ‘દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુ કથંચિત્ (= પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ) ભિન્ન, કથંચિત્ (= દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ) અભિન્ન અને કથંચિત્ (યુગપત્ દ્રવ્યાર્થ-પર્યાયાર્થનયની દૃષ્ટિએ) અવક્તવ્ય છે' - આ પ્રમાણે કહેવામાં આવે છે. આ રીતે ભેદ અને અભેદ પર્યાયને વિષે સપ્તભંગીની યોજના અહીં કરવામાં આવેલ છે. આ જ રીતે સર્વત્ર પરસ્પર વિરુદ્ધ તરીકે જણાતા નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્ય-વિશેષ, વક્તવ્યત્વઅવક્તવ્યત્વ વગેરે પર્યાયોમાં પણ સપ્તભંગીની યોજના સ્વયં કરી લેવાની પંડિત જીવોને ગ્રંથકારશ્રી અહીં ભલામણ કરે છે. म * નિત્યાનિત્યત્વપ્રકારક સમભંગી સ્પષ્ટતા :- દરેક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, ભેદ-અભેદ, નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્ય-વિશેષ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મયુગ્મો રહે છે. કોઈ ચોક્કસ અપેક્ષાએ આ ધર્મયુગલોનો એકત્ર સમાવેશ થાય છે. પરંતુ ગમે તે અપેક્ષાએ, ગમે તે ગુણધર્મ, ગમે તે વસ્તુમાં રહેતો નથી. આથી જ તેઓમાં વિરોધ વસ્તુતઃ રહેતો નથી. અમુક નયની વિવક્ષાથી અમુક પ્રકારના ગુણધર્મોનો એકત્ર સમાવેશ કરવાની આ પ્રણાલિકા વિશ્વને જૈનદર્શનની આગવી દેન છે. વિરોધી તરીકે જણાતા પ્રસ્તુત ધર્મનો વિવિધ નયોની ક્રમિક કે અક્રમિક અપેક્ષાએ એકત્ર સમાવેશ કઈ રીતે થઈ શકે ? તે અંગે સાત પ્રકારની જિજ્ઞાસા કે પ્રશ્ન સંભવે ર છે. તેનો જવાબ સપ્તભંગી સ્વરૂપે જૈન શાસ્ત્રકાર ભગવંતોએ જણાવેલ છે. પૂર્વે સત્ત્વ-અસત્ત્વ ધર્મયુગલની તથા ભેદ-અભેદ ધર્મયુગલની સપ્તભંગી જે પ્રકારે જણાવી તે જ પ્રકારે નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ધર્મયુગ્મોની પણ સમભંગી થઈ શકે છે. નિત્યત્વ-અનિત્યત્વ અંગે સપ્તભંગી નીચે મુજબ સમજવી. (૧) ઘટ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય જ છે. (૨) ઘટ પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ અનિત્ય જ છે. (૩) ઘટ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની યુગપત્ વિવક્ષાથી અવક્તવ્ય જ છે. (૪) ઘટ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની ક્રમિક વિવક્ષાથી નિત્ય અને અનિત્ય છે. (૫) ઘટ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય અને ઉભયનયની યુગપત્ વિવક્ષાથી અવક્તવ્ય છે. (૬) ઘટ પર્યાયાર્થિકનયની વિવક્ષાથી અનિત્ય અને ઉભયનયની યુગપત્ વિવક્ષાથી અવક્તવ્ય છે. (૭) ઘટ દ્રવ્યાર્થિકનયની વિવક્ષાથી નિત્ય, પર્યાયાર્થિકનયની વિવક્ષાથી અનિત્ય અને ઉભયનયની યુગપત્ વિવક્ષાથી અવક્તવ્ય છે. ૐ મ.ધ.માં ‘કહિઈં' પાઠ. કો.(૭+૧૧)નો પાઠ લીધો છે. * કો.(૧૩)માં ‘એક' પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy