SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૨ • अवक्तव्यः पदार्थः कथञ्चित्, न सर्वथा 0 ४८३ इदञ्चात्रावधेयम् - प्रमाणभूतायां सप्तभङ्ग्यां प्रत्येकं भङ्गानां स्यात्पदलाञ्छितत्वेन नयान्तरा-प भिप्रायाऽप्रतिषेधकतया प्रमाणत्वम् । अतो युगपदुभयार्पणायां 'द्रव्य-गुण-पर्यायलक्षणं वस्तु म कथञ्चिदवक्तव्यम्, न तु सर्वथा' इति अभ्युपगन्तव्यमेव, अन्यथा अवक्तव्यपदवाच्यताविरहप्रसङ्गात्, । स्यात्पदवैयर्थ्याच्च । न चेष्टापत्तिः, तथानुभवबाधात्, शास्त्रकृदभिप्रायबाधाच्च। तदुक्तं मध्यमपरिमाणस्याद्वादरहस्ये यशोविजयवाचकैरेवात्र “युगपदुभयाऽर्पणासहकारेण स्यादवक्तव्योऽपि, न तु सर्वथा, अवक्तव्यपदेनाऽपि क આ અવક્તવ્ય ભાંગાની સિદ્ધિ , પ્રસ્તુતમાં આ નિયમ એવી રીતે ઉપયોગી બને છે કે કોઈ સાંકેતિક શબ્દનો અર્થ ભેદ અને અભેદ કરવામાં આવે તથા ભેદ અને અભેદ - આ બન્નેને જુદા જુદા માનવામાં આવે તો સાંકેતિક શબ્દને એક વાર બોલવાથી, ઉપરોક્ત નિયમ મુજબ, તેના બે અર્થમાંથી કોઈ એક અર્થનો જ (કાં ભેદનો કાં અભેદનો) એકીસાથે શાબ્દબોધ થઈ શકે, બન્નેનો નહિ. ભેદ અને અભેદ – બન્ને અર્થનો શાબ્દબોધ કરાવવો હોય તો તે બન્ને અર્થના બોધક સાંકેતિક પદને બે વાર બોલવું પડશે. તથા બે વાર બોલાયેલા સાંકેતિક પદ દ્વારા ભેદનો અને અભેદનો ક્રમશઃ જ બોધ થશે, યુગપતું નહિ. માટે નયદ્રયની વિવાથી મુખ્યપણે સ્પષ્ટરૂપે એકીસાથે દ્રવ્ય-ગુણાદિના ભેદનું અને અભેદનું પ્રતિપાદન કરવું હોય તો તે કોઈ પણ (સાંકેતિક કે અસાંકેતિક) શબ્દથી વાચ્ય બની શકે તેવી કોઈ જ શક્યતા રહેતી નથી. માટે જ સપ્તભંગીનો ચોથો ભાંગો ત્યારે વસ્તુસ્વરૂપને અવક્તવ્ય તરીકે જાહેર કરે છે. આમ અવક્તવ્યત્વ નામનો ગુણધર્મ સપ્તભંગીના ચોથા ભાંગા તરીકે પ્રતિષ્ઠિત થાય છે. ૪ યુગપદ્ અર્પણામાં પદાર્થ કથંચિત્ અવક્તવ્ય () અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે પ્રમાણભૂત સપ્તભંગીના પ્રત્યેક ભાંગાઓ “ચા” પદથી . યુક્ત છે. તેથી તે અન્ય નયના અભિપ્રાયનો નિષેધ કરતા નથી. તેથી જ તે તમામ ભાંગાઓ પ્રમાણ બને છે. આથી એકીસાથે ભેદભેદ ઉભયની વિવક્ષા કરવામાં આવે તો દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુ કથંચિત્ અવક્તવ્ય છે. સર્વથા અવક્તવ્ય નથી' – આવું માનવું જ પડશે. જો ત્યારે તેને સર્વથા અવાચ્ય કહેવામાં આવે તો (૧) “અવક્તવ્ય પદની પણ વાચ્યતા તેમાં રહી નહિ શકે. તથા (૨) તે ભાંગામાં રહેલ “ચાત્' વ્યર્થ થવાની આપત્તિ પણ આવશે. * સર્વથા અવાચ્યતા અનુભવાદિથી બાધિત (૨.) આ બન્ને દોષ ઈષ્ટાપત્તિરૂપે સ્વીકારવા યોગ્ય નથી. કારણ કે યુગપદ્ ઉભય વિવક્ષા કરીને “ચાત્ અવક્તવ્ય' કહેવામાં આવે ત્યારે “અવક્તવ્ય' પદની વાચ્યતા તેમાં રહે છે - તેવો શિષ્ટ પુરુષોને અનુભવ થાય છે. તેથી તે અનુભવ દ્વારા ત્યારે “અવક્તવ્ય' પદની વાચ્યતાનો અભાવ તેમાં બાધિત થાય છે. તેમજ શાસ્ત્રકારોના અભિપ્રાયથી પણ તે બાબત બાધિત થાય છે. કેમ કે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્યમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પોતે જ આ બાબતમાં જણાવેલ છે કે “યુગપત બન્ને વિવક્ષાના સહકારથી પદાર્થ કથંચિત્ અવક્તવ્ય પણ છે. પરંતુ સપ્તભંગીમાં એકીસાથે બન્ને વિવક્ષા
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy