________________
૪૪૪
☼ एकत्र गुण - पर्यायभेदाभेदसाधनम्
४/६
તુ ‘ઘટાડન્સ' કૃતિ। ત્હત્વ ‘મિત્ર−ત્ ? મિત્ર થમ્ ? અમિન્ને વેત્ ? મિત્ર થમ્ ? કૃતિ व्याहतमेतद्' इत्यादिलक्षणं बाधकमपि प्रतिवादिवचनं बाधितम् । न हि प्रत्यक्षप्रमाणसिद्धेऽर्थे बाधकं किञ्चिदवतरति। ततश्च पाकपूर्वं श्यामावस्थायां श्यामत्वविशिष्टे रक्तत्वावच्छिन्नप्रतियोगिताकभेदः म् घटत्वावच्छिन्नप्रतियोगिताकभेदाऽभावश्च युगपदेव वर्त्तेते इति सिद्धम् ।
एतेन 'भेदाभेदोभयं कथं मान्यं ? यत्र विरुद्धता' (४ / १) इति प्रागुक्तं निरस्तम्, एकदैव प्रतियोगितावच्छेदकभेदेनैकत्रैव जडद्रव्ये गुणभेद-गुण्यभेदोभयस्य चेतनद्रव्ये च पर्यायभेद-पर्याय्यभेदोभयस्य इहैव यथाक्रमं चतुर्थ-पञ्चमश्लोकयोः प्रसाधितत्वात् ।
एतेन 'श्यामो नष्टो रक्त उत्पन्न' इत्यत्र श्यामत्व-रक्तत्वयोरेव ध्वंसोत्पादौ, न तु श्याम ઘટભેદ ન હોય અર્થાત્ ઘટભેદાભાવ અવશ્ય હોય. પ્રસ્તુતમાં શ્યામરૂપવિશિષ્ટ પદાર્થ પણ ઘડો જ કહેવાય છે, ઘટભિન્ન નહિ. આ રીતે શ્યામ ઘડામાં રક્તઘટભેદ અને ઘટસામાન્યઅભેદ આ બન્નેને માનવામાં કોઈ બાધક પ્રમાણ વિદ્યમાન નથી. ‘કાળો ઘડો લાલ ઘડા સ્વરૂપે હાજર નથી પણ ઘટસ્વરૂપે હાજર છે’ - આ પ્રમાણે સર્વ લોકોને પ્રત્યક્ષ થાય છે. તેથી ‘ગુણાદિથી જો દ્રવ્ય ભિન્ન હોય તો અભિન્ન કઈ રીતે સંભવે ? તથા જો દ્રવ્ય ગુણાદિથી અભિન્ન હોય તો ભિન્ન કઈ રીતે સંભવે ? બન્ને વચ્ચે ભેદાભેદ માનવાની વાત વિરોધગ્રસ્ત છે' - ઈત્યાદિ કુતર્ક સ્વરૂપ બાધક તત્ત્વ પણ અહીં સ્વયં બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયેલા પદાર્થનો સ્વીકાર કરવામાં કોઈ બાધક તત્ત્વનો પ્રવેશ થઈ શકતો નથી. તેથી જ ઉપરોક્ત પ્રતીતિના આધારે આર્યજનોમાં એવો વ્યવહાર થાય છે કે ‘કાળા ઘડાને લાલ ઘડો ન કહેવાય પણ ઘડો તો કહેવાય જ.' તેથી ‘પાકની પૂર્વે શ્યામ અવસ્થામાં શ્યામરૂપથી વિશિષ્ટ એવા ઘડામાં રક્તત્વઅવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ અને ઘટત્વઅવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદનો આ બન્ને એકી સાથે જ રહે છે' - તેવું સિદ્ધ થાય છે. * ઉદાહરણત્રિકથી ભેદાભેદમાં અવિરોધ
=
al
અભાવ
વિભ
11
-
-
(તેન.) પ્રસ્તુત ચોથી શાખાના પ્રથમ શ્લોકમાં એકાન્તવાદીએ જણાવેલ કે ‘ભેદ અને અભેદ આ બન્ને એકત્ર કઈ રીતે રહી શકે ? કારણ કે તે બન્ને પરસ્પર વિરોધી છે.' પરંતુ ઉપરોક્ત નિષ્કર્ષના આધારે તેનું પણ નિરાકરણ થઈ જાય છે. કેમ કે (૧) ‘રક્તત્વઅવચ્છિન્ન એવી પ્રતિયોગિતાનો નિરૂપક ભેદ જે કાળા ઘડામાં રહે છે, તે જ કાળા ઘડામાં ઘટત્વઅવચ્છિન્ન એવી પ્રતિયોગિતાના નિરૂપક એવા ભેદનો (ગુણિભેદનો) અભાવ રહે છે - એવું હમણાં વિચારી ગયા. તે જ રીતે (૨) ‘એક જ સમયે પ્રતિયોગિતાઅવચ્છેદક ભેદથી એક જ જડ દ્રવ્યમાં ગુણનો ભેદ અને અભેદ રહે છે' - તેવું પ્રસ્તુત શાખાના ચોથા શ્લોકમાં સિદ્ધ કરેલ છે. તથા (૩) ‘એક જ સમયે પ્રતિયોગિતાઅવચ્છેદક ધર્મના ભેદથી એક જ ચેતન દ્રવ્યમાં પર્યાયનો ભેદ અને પર્યાયીનો અભેદ રહે છે' - તેવું પ્રસ્તુત શાખાના પાંચમા શ્લોકમાં સિદ્ધ કરેલ છે. આ ત્રણેય ઉદાહરણ દ્વારા ‘ભેદ-અભેદ વચ્ચે એકાંતે વિરોધ નથી’ - એવું સિદ્ધ થાય છે. # ધર્મીના બદલે ધર્મના ઉત્પાદ-વ્યય : નૈયાયિક
(તેન ‘શ્યા.) નૈયાયિક એમ કહે છે કે ‘શ્યામો નષ્ટ:, રત્ન ઉત્પન્ન' આવી પ્રતીતિ શ્યામ રૂપના