SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ४/४ * द्वन्द्वसमासबलेनैकत्र भेदाभेदोभयसिद्धिः ४३१ વિના ન સુઘટ:; વાર્થે વ્રુન્દાનુશાસનાદ્ મેવસ્ય = વાર્થત્વા” (સ્યા..ત.સ્તવ-૭/જા.રૂ૩/પૃ.૨૧૪) કૃતિ ययोः पदार्थयोः भेदः तयोरेव वाचकपदेषु द्वन्द्वसमासः भवतीति शब्दानुशासनाद् नील-घटपदार्थयोः મેવિદે ‘નીલ-ઘટયોઃ' કૃતિ દ્વન્દ્વાનુપપત્તિઃ, તોરમેવવરહે હૈં ‘નીલ-ઘટયોઃ અમેવઃ” કૃતિ સાર્વजनीनवाक्यप्रयोगानुपपत्तिरिति नील-घटपदार्थयोः भेदाभेदोभयसिद्धिरनाविलेत्याशयः । गुण-गुणिनोः सर्वथाभेदे नियतधर्मिकसंशयानुपपत्तिः एकान्ताऽभेदे च संशयोच्छेदापत्तिः द्रष्टव्या । र्श तदुक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्यकनिर्युक्तिवृत्ती “गुण - गुणिनोः एकान्तभेदे विप्रकृष्टगुणमात्रोपलब्धौ प्रतिनियतगुणिविषय एव संशयो न स्यात्, तदन्येभ्योऽपि तस्य भेदाऽविशेषात् । दृश्यते च यदा कश्चिद् हरिततरुतरुणशाखाविसररन्ध्रोदरान्तरतः किमपि शुक्लं पश्यति तदा 'किमियं पताका किं वा बलाका े ?' इत्येवं र्णि કરવામાં ન આવે તો આવો પ્રયોગ જ સંગત નહિ થઈ શકે. આનું કારણ એ છે કે ‘નીત-ઘટયોઃ’ આ પદ દ્વન્દ્વસમાસથી ગર્ભિત છે. તથા દ્વન્દ્વસમાસનું વ્યાકરણસંમત વિધાન ‘વ’ શબ્દના અર્થમાં જ કરવામાં આવેલ છે. તથા ‘વ' શબ્દનો અર્થ ભેદ છે.” કહેવાનો આશય એ છે કે જે બે પદાર્થમાં ભેદ હોય તે જ બે પદાર્થના વાચક એવા શબ્દોમાં દ્વન્દ્વ સમાસ થઈ શકે આ પ્રમાણે વ્યાકરણ શાસ્ત્રનો નિયમ છે. ‘નીલ-ઘટયોઃ અમેવઃ’ આ વાક્યનો અર્થ એ છે કે ‘નીલ અને ઘટ વચ્ચે અભેદ છે.' જો નીલ અને ઘટ વચ્ચે ભેદ ન હોય તો નીલ અને ઘટ શબ્દનો દ્વન્દ્વ સમાસ ન થઈ શકે. તથા જો તે બન્ને વચ્ચે અભેદ ન હોય તો ‘નીલ-ઘટયોઃ અમેવ' આવો વાક્યપ્રયોગ થઈ ન શકે. આમ ભેદ વિના દ્વન્દ્વ સમાસ અસંગત થાય અને અભેદ વિના તેવો વાક્યપ્રયોગ અસંગત થાય. પરંતુ દ્વન્દ્વસમાસગર્ભિત તેવો વાક્યપ્રયોગ સુપ્રસિદ્ધ અને પ્રામાણિક છે. તેથી નીલ અને ઘટમાં ભેદ-અભેદ સુ ઉભયનો સમાવેશ માન્ય કરવો જરૂરી બને છે. આ પ્રમાણે મહોપાધ્યાયજી મહારાજનું તાત્પર્ય જણાય છે. 6] - ® ગુણ-ગુણીમાં ભેદાભેદ ઉભય : શ્રીહરિભદ્રસૂરિ છે (મુળ.) ગુણ અને ગુણી વચ્ચે જો સર્વથા ભેદ હોય તો નિયત એવી જ વસ્તુમાં જે સંશય થાય છે તે બાબત અસંગત થવાની આપત્તિ આવે. તથા જો ગુણ-ગુણી વચ્ચે સર્વથા અભેદ હોય તો સંશયનો જ ઉચ્છેદ થવાની સમસ્યા સર્જાશે. આ અંગે શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલ છે કે “જો ગુણ અને ગુણી વચ્ચે એકાન્તે ભેદ માનવામાં આવે તો દૂર રહેલી વસ્તુના ફક્ત રૂપાદિ ગુણની ઉપલબ્ધિ થાય ત્યારે ચોક્કસ ગુણીવિષયક જ જે સંશય થાય છે તે નહિ થઈ શકે. પરંતુ ગમે તે ધર્મીગોચર શંકા ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. કારણ કે ગુણ-ગુણીનો એકાન્તે ભેદ માનનારા લોકોના મતમાં તો તે ગુણ જેમ પ્રતિનિયત ગુણીથી સર્વથા ભિન્ન છે, તેમ અન્ય વસ્તુથી પણ સમાન રીતે ભિન્ન છે. જેમ કે લીલાછમ વૃક્ષની નાની-નાની ડાળીઓના સમૂહની વચ્ચેના ભાગમાં રહેલા કોઈક કાણામાંથી (ઉપરના ભાગમાં રહેલ) કોઈક સફેદ વસ્તુને જ્યારે માણસ જુએ છે ત્યારે તેને શંકા પડે છે કે - ‘શું આ ધજાપતાકા છે કે બગલો છે ?' આ સંશય શ્રેતરૂપવિશિષ્ટવિષયક જ હોય છે. તેવી પરિસ્થિતિમાં ‘આ બગલો છે કે કાગડો છે ?’ તેવી આડેધડ શંકા માણસને થતી નથી.તેનાથી સિદ્ધ થાય છે કે શ્વેતરૂપ તેના આશ્રયથી સર્વથા ભિન્ન નથી. જો તેવું હોય તો સફેદ રૂપથી જેમ બગલો, શ્વેતવસ્ત્ર વગેરે તદન જુદા છે. તેમ zzzzz
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy