SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રસ્તાવના ૦ 11 બન્ને શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે. કેમ કે, ત્રણ ઢાળના વિવરણમાં જૈન શાસ્ત્રો તરીકે શ્રીઆચારાંગ સૂત્ર, પૂ. સિદ્ધસેનદિવાકરજીકૃત સંમતિતર્ક પ્રકરણ, જીવાભિગમ સૂત્ર, સ્યાદ્વાદકલ્પલતા, પૂ.અભયદેવસૂરિકૃત સંમતિતર્કની વાદમહાર્ણવ નામની વ્યાખ્યા, પૂ. હરિભદ્રસૂરિકૃત અનેકાંતજયપતાકા, પૂ. વાદિદેવસૂરિકૃત સ્યાદાદરત્નાકર, અષ્ટસહસ્ત્રીવિવરણ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અમરકોષ, પૂ. હેમચંદ્રાચાર્યકૃત અભિધાનચિંતામણીકોષ, અનુયોગદ્વાર, આવશ્યકનિર્યુક્તિ, પૂ. જિનભદ્રમણિક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક -ભાષ્ય, અનેકાંતવ્યવસ્થા, નરહસ્ય, નિશીથસૂત્ર, શ્રીહરિભદ્રીય ષોડશક, ઉપદેશપદ, દ્વાત્રિશદ્વત્રિશિકા, પૂ. વિનયવિજયકૃત નયકર્ણિકા, પ્રમાણ-નયતત્તાલોકાલંકાર તથા જૈનેતર શાસ્ત્ર તરીકે માધ્વાચાર્યકૃત તત્ત્વવિવેક ગ્રંથ, કુમારિલ્લભટ્ટરચિત મીમાંસા શ્લોકવાર્તિક ગ્રંથ, પ્રભાચંદ્રજીકૃત ન્યાયકુમુદચંદ્ર ગ્રંથ, દિગંબરીય અકલંકકૃત તત્ત્વાર્થરાજવાર્તિક, પશુપાલ વિદ્વાન કથિત અનવસ્થાદોષોનું વર્ણન, માધ્વાચાર્યકૃત દશપ્રકરણ, ગાગાભટ્ટકૃત ભાકૃચિંતામણિ, પાર્થસારથિમિશ્રકૃત શાસ્ત્રદીપિકા, વિદ્યારણ્યકૃત પંચદશી, વનમાલિમિશ્રકૃત વેદાન્તસિદ્ધાન્તસંગ્રહ, વાચસ્પતિમિશ્રકૃત બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ઉપર ભામતી વ્યાખ્યા, દિગંબર દેવસેનકૃત નયચક્ર અને આલાપપદ્ધતિ, અન્યદર્શનના સિદ્ધાંતો, અક્ષપાદઋષિકૃત ન્યાયસૂત્ર ગ્રંથ, માઈલ્લધવલકૃત નયચક્ર ગ્રંથ, દિગંબર નેમિચંદ્રજીકૃત બૃહદ્રવ્યસંગ્રહ, દિગંબર કુંદકુંદસ્વામિકૃત પ્રવચનસાર, શિવસૂત્ર ગ્રંથ, દિગંબર અકલંકસ્વામિકૃત તત્ત્વાર્થરાજવાર્તિક, ધવલા ગ્રંથ, પશુપટલકૃત પૌષ્કર આગમ, દ્રવ્યસ્વભાવપ્રકાશ, પતંજલિઋષિ કૃત વૈયાકરણમહાભાષ્ય, વાત્સ્યાયનભાષ્ય – આવા અનેક ગ્રંથોના પુરાવાને કારણે ગણિવર્યશ્રીનું જ્ઞાન બહોળું છે. એમ અનુભવ કરું છું. આવા જ ગ્રંથીય જ્ઞાનના આધારે તેઓશ્રીનું વૈદ્યકીય જ્ઞાન પણ આ પુસ્તકમાં છતું થતું અનુભવાય છે. પૃ. નં. ૩૯૫ માં દાડમમાં સ્નિગ્ધતા-ઉષ્ણતા જણાવેલ છે. તો તે પિત્તનાશક ને કફનાશક પણ છે. તે રીતે પૃ. ૪૦૩ પર ગોળ અને સૂંઠનું જ્ઞાન પણ પીરસ્યું છે. ગોળ કફ કરે, સૂંઠ પિત્ત કરે અને બંનું મિશ્રણ કફ-પિત્તનું નિવારણ કરે. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી ભગવંતે આગમ-ટીકા આદિમાં બાવન વિષયના વિભાજનમાં વૈદ્યકીય વિષયનું વિભાજન પણ કરેલ છે. વળી, ગણિવર્યશ્રીએ આ પરામર્શાત્મક ટીકામાં પૃ. નં. ૪૩૭ ઉપર શુઝાહિકા ન્યાય, પૃ. નં. ૪૪૫ ઉપર અર્ધજરતીય ન્યાય આવા વિભિન્ન ન્યાયના પ્રયોગથી પણ વિદ્વત્તાની વિશેષ ઝાંખી થાય છે. અને તેથી જ આ રાસ ઉપર વિદ્વત્તાપૂર્ણ પરામર્શ (ટીકા), અને કર્ણિકા સુવાસ (ભાષાંતર) જગધ્રાહ્ય બનશે. આ પુસ્તકમાં ટીકા/પરામર્શ, ભાષાંતર કર્ણિકાસુવાસમાં ઘણી-ઘણી વિશેષતાઓ છે, જે ક્રમશઃ જોઈએ. સૌ પ્રથમ હું એટલું જણાવીશ કે ગણિવર્યશ્રીએ દરેક ગાથાની પૂર્ણાહુતિમાં જે “આધ્યાત્મિક ઉપનય’ દર્શાવ્યો છે. તે અચૂક વાંચી લેવો. શક્ય હોય તો અવતરણિકા પછી તુરત જ આધ્યાત્મિક ઉપનય વાંચવો. જેથી ગાથા, ટબો, પરામર્શ, શ્લોકાર્ધ-વ્યાખ્યા, કર્ણિકાસુવાસ, સ્પષ્ટતા – બધું જ આત્મસ્પર્શી બનશે. તથા બીજી વાત : બોલ્ડ ટાઈપમાં આપેલા શીર્ષકો દ્વારા ગણિવર્યશ્રીની વિદ્વત્તા ઉપસી આવે ૧. આ ગ્રંથમાં કુલ ૧૮૫ ન્યાયપ્રયોગ થયેલા છે. જુઓ ભાગ - ૭, પરિશિષ્ટ - ૯.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy