SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ३५२ • स्याद्वादमञ्जरीसंवादः । ३/१५ प करणस्वभावोपमर्दद्वारेणोत्तरक्रियायां क्रमेण प्रवृत्तेः, अन्यथा पूर्वक्रियाकरणाऽविरामप्रसङ्गात् । तत्स्वभावप्रच्यवे च नित्यता प्रयाति, अतादवस्थ्यस्याऽनित्यतालक्षणत्वात् । अथ नित्योऽपि क्रमवर्तिनं सहकारिकारणमर्थमुदीक्षमाणस्तावदासीत्, पश्चात् तमासाद्य क्रमेण कार्य म कुर्यादिति चेत् ? न, सहकारिकारणस्य नित्येऽकिञ्चित्करत्वात्, अकिञ्चित्करस्यापि च प्रतीक्षणेऽनवस्थाप्रसङ्गात् । नापि श यौगपद्येन नित्योऽर्थोऽर्थक्रियाः कुरुते, अध्यक्षविरोधात् । न ह्येककालं सकलाः क्रियाः प्रारभमाणः कश्चिदुप लभ्यते। करोतु वा, तथाप्याद्यक्षण एव सकलक्रियापरिसमाप्तेर्द्वितीयादिक्षणेषु अकुर्वाणस्याऽनित्यता बलाद् आढौकते, करणाऽकरणयोरेकस्मिन् विरोधाद् इति। ण तदेवमेकान्तद्वयेऽपि ये हेतवस्ते युक्तिसाम्याद् विरुद्धं न व्यभिचरन्तीत्यविचारितरमणीयतया मुग्धजनस्य વસ્તુ પૂર્વક્રિયા કરવાના સ્વભાવનો ત્યાગ કરી ઉત્તરક્રિયા કરવાનો સ્વભાવ સ્વીકારે તો જ ક્રમશઃ અર્થક્રિયા કરી શકે. જો પૂર્વના સ્વભાવનો ત્યાગ કરે નહિ તો પૂર્વક્રિયા જ સતત કર્યા કરશે. તેનાથી કદાપિ અટકશે નહિ. શંકા - વસ્તુ પૂર્વક્રિયા કરવાના સ્વભાવનો ત્યાગ કરીને અને ઉત્તરક્રિયા કરવાનો સ્વભાવ ગ્રહણ કરીને ઉત્તરક્રિયા કરશે. તેથી ક્રમશઃ ક્રિયા કરી શકશે. સમાધાન :- (તસ્વ.) જો આ પ્રમાણે “વસ્તુ એક સ્વભાવનો ત્યાગ કરીને બીજા સ્વભાવને ગ્રહણ કરે છે' - એમ માનશો તો નિત્યતાનો લોપ થઈ જશે. કેમ કે “હંમેશા એકસ્વભાવે રહેવું – એ નિત્યતાનું લક્ષણ છે. સ્વભાવનું બદલાવું - હંમેશા એકરૂપ ન રહેવું એ તો અનિત્યતાનું લક્ષણ છે. શંકા :- (અથ) નિત્ય વસ્તુનો સર્વ કાર્ય કરવાનો સ્વભાવ છે. પરંતુ કાર્ય કરવામાં તે સહકારી Oા કારણોની અપેક્ષા રાખે છે. સહકારી કારણો ક્રમશઃ પ્રાપ્ત થતા હોવાથી વસ્તુ પણ સ્વકાર્યોને ક્રમશઃ કરશે. સમાધાન :- (ર) આ સહકારી કારણો નિત્ય વસ્તુ પર કોઈ પણ જાતનો ઉપકાર કરી શકતા શ નથી. તેથી અકિંચિત્કર સહકારીઓની અપેક્ષા રાખવી સારી નથી. અન્યથા એ સહકારી કારણો હાજર થવા અન્યની અપેક્ષા રાખશે. તે વળી અન્યતરની અપેક્ષા રાખશે. એમ અનવસ્થા દોષ આવશે. વળી જગતની તમામ વસ્તુઓને સહકારી કારણ માનવાની આપત્તિ પણ આવશે. કેમ કે તે બધી જ વસ્તુઓ સમાનરૂપે અકિંચિત્કર છે. આમ નિત્ય વસ્તુ ક્રમશઃ કાર્ય કરવા સમર્થ નથી. એ જ પ્રમાણે નિત્ય વસ્તુ એકીસાથે પણ સર્વ કાર્ય કરી શકે નહિ. કેમ કે તેમાં પ્રત્યક્ષવિરોધ છે. એક જ સમયે સર્વ ક્રિયાઓનો આરંભ કોઈને દેખાતો નથી. કદાચ ‘તે નિત્ય વસ્તુ સર્વ કાર્યને એક સાથે કરવા સમર્થ છે' - એમ માની લઈએ તો પણ બધી ક્રિયા એક સાથે જ આદ્ય ક્ષણમાં પૂર્ણ થવાથી દ્વિતીય વગેરે ક્ષણો વખતે વસ્તુએ કશું કરવાનું રહેશે નહિ. તેથી બીજી વગેરે ક્ષણે વસ્તુ કરણસ્વભાવવાળી નહિ રહે. તેથી વસ્તુ અનિત્ય સિદ્ધ થઈ જશે. કેમ કે એક જ વસ્તુમાં કરણ અને અકરણ એમ બન્ને માનવામાં વિરોધ છે. # એકાન્તપક્ષોમાં વિરુદ્ધ આદિ દોષો 8 (તમે) આમ એકાન્તનિત્યવાદીએ અને એકાન્તઅનિત્યવાદીએ સ્વ-સ્વપક્ષની સિદ્ધિ માટે “સત્ત્વ આદિ જે-જે હેતુઓ દર્શાવ્યા છે, તે બધા હેતુઓ યુક્તિઓની સમાનતાના કારણે વિરુદ્ધ છે. નિત્યવાદીના
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy