SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ || ચરમતીર્થપતિ શ્રીવર્ધમાન સ્વામિને નમઃ | | પૂ. આગમોદ્ધારક આનંદસાગરસૂરયે નમઃ || (૧) દ્રવ્યાનુયોગ, (૨) પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ., (૩) પૂ. ગણિવર્ય શ્રીયશોવિજયજી મ. - આ ત્રણથી સંકળાયેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનું (પ્રાસ્તાવિક પ્રવચન ઈ. . પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીઅક્ષયચંદ્રસાગરજી મ.સા. પ્રભુની વાણી ચાર અનુયોગમાં વિભક્ત થયેલ છે. (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ચરણ-કરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ. યુઘ્નના થોડા - જેના દ્વારા આત્મામાં સીધેસીધુ મોક્ષનું જોડાણ થતું હોય તેને યોગ-અનુયોગ કહેવાય છે. આ ચારે ચાર અનુયોગ દ્વારા સીધે-સીધું (direct) મોક્ષનું જોડાણ થાય છે. આ ચારે ચાર દ્વારા મોક્ષનું જોડાણ થતું હોવા છતાં તેને સાધવામાં સરલ -કઠિનનો તફાવત છે. સૌથી સરલ ધર્મકથાનુયોગ અને સૌથી વધુ કઠિનતમ દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગમાં વિશ્વના એક-એક પદાર્થોને અતિ ઝીણવટપૂર્વક તપાસવાના હોય છે. જેમ કે, પ્રભુનું જ્ઞાન ઘડાને ઘડો કહે છે. તો દ્રવ્યાનુયોગ એ વિષયમાં ઊંડી તપાસ કરે છે કે “એને ઘડો શા માટે કહે છે ? ઘડા સિવાય બીજું કેમ ન કહેવાય ? કોઈ એને ઘડાના બદલે માટલું કહે તો? વળી કોઈ ઘડી કહે તો? કોઈ વળી માટીના પિંડને ઘડો કહે તો ? વળી કોઈ ઘડો દેખવા છતાં તેને ઘડો ન કહે તો ?' એક માત્ર ઘડાને આવા અનેક દૃષ્ટિકોણથી દ્રવ્યાનુયોગ દ્વારા તપાસાય છે. ભલે એની તપાસ માટે શબ્દો ગમે તે વપરાય, જેમકે ભેદ, અભેદ, ભાવ, અભાવ, નૈગમનય, સંગ્રહનય, વ્યવહારાદિનય, દ્રવ્યાર્થિકન, પર્યાયાર્થિકનય. એમાં પણ શુદ્ધત્વ-અશુદ્ધત્વ કે સપ્તભંગી – આવા અનેક દૃષ્ટિકોણથી ઘડા (ઘટ) વગેરે એક-એક વસ્તુ તપાસાતી હોય છે. અભ્યાસમાં અરુચિ ધરાવનાર કે સામાન્ય માનવીને આ વિષયમાં ચાંચ મારવાનું પણ મન ન થાય તેવો ક્લિષ્ટ આ વિષય છે. છતાં મહાપુરુષોએ પોતાના વિશિષ્ટ-વિશિષ્ટતર-વિશિષ્ટતમ ક્ષયોપશમ અનુસાર પ્રભુદર્શિત વાસ્તવિક દ્રવ્યાનુયોગના જ્ઞાનને ટકાવવા ને વધારવા પ્રચંડ પુરુષાર્થ ફોરવ્યો છે. પૂ. હરિભદ્રસૂરિજી મ., પૂ. અભયદેવસૂરિજી મ., પૂ. શીલાંકાચાર્ય ભગવંત, પૂ. હેમચંદ્રાચાર્ય ભગવંત આદિ અનેક પૂજ્યોનો પુરુષાર્થ આપણી સમક્ષ તાજેતર છે. એમાં ય વળી આગળ વધતા છેલ્લા ત્રણ સૈકા પૂર્વે થઈ ગયેલા પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. નો પુરુષાર્થ ગજબનો હતો. એમની વિદ્વત્તા પણ ગજબની હતી. માત્ર એક જ પ્રચલિત પ્રસંગથી તેઓશ્રીની વિદ્વત્તાનો ખ્યાલ આવી જશે. તેઓ જ્યારે કાશીમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી પૂજ્ય ગુરુદેવશ્રી સાથે ગુજરાતમાં પુનઃ પધાર્યા, ત્યારે સાંજના પ્રતિક્રમણ સમયે આરાધકોની ભાવનાથી સક્ઝાય સંભળાવવાનો આદેશ તેઓશ્રીને આપવામાં આવ્યો. પરંતુ એવી સક્ઝાય તો તેમણે યાદ કરેલી નહોતી. તેથી નમ્રભાવે ન આવડવાનો ભાવ વ્યક્ત કર્યો. એટલે કોઈક ટીખળી ગૃહસ્થ ટોણો માર્યો કે “શું બાર વરસ કાશીમાં ઘાસ કાપ્યું ?' આ ટોણો પૂ. મહોપાધ્યાયશ્રીના હૃદયમાં સોંસરવી ઉતરી ગયો. બીજે દિવસે સાંજે પ્રતિક્રમણમાં તેમણે સ્વૈચ્છિક આદેશ માંગ્યો. અને સક્ઝાય
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy