SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૮ तिरोहितपरमात्मस्वरूपप्रादुर्भावनं कार्यम् । ३११ एवम् अन्यजीवेषु तिरोभावशक्त्या व्यवस्थितस्य परमात्मनः प्रेक्षणतश्च जीवद्वेषो विलीयते । प 'अधुना कर्माधीनतया मम अहितकारिण इमे भव्यात्मानः तथाभव्यत्वपरिपाकादिना शुद्धगुणादिप्राप्त्या ही द्रुतं निजपरमात्मस्वरूपमाविर्भावयिष्यन्ति । अतः कथमेतादृशतिरोहितपरमात्मतत्त्वद्वेषः मया कार्यः ?' इत्यादिकं विचार्य जीवद्वेषं त्यक्त्वा सर्वत्र तिरोहितपरमात्मतत्त्वं समादरेण विलोकनीयम् । इत्थमेव । “अपराऽऽयत्तमौत्सुक्यरहितं निष्प्रतिक्रियम्। सुखं स्वाभाविकं तत्र नित्यं भयविवर्जितम् ।।” (अ.प्र.३२/७) श इत्येवम् अष्टकप्रकरणे श्रीहरिभद्रसूरिदर्शितं मोक्षसुखम् आविर्भवेत् झटिति ।।३/८ ।। પોતાનામાં છુપાયેલાં પરમાત્મતત્ત્વ તરફ રુચિપૂર્વક દૃષ્ટિને સ્થિર કરવાથી જડનો રાગ છૂટી જાય છે. 2 સર્વ જીવોમાં પરમાત્મવરૂપદર્શન દ્વારા ઠેષવિલય હું, (વ.) તથા આ જ રીતે અન્ય જીવોમાં તિરોહિત સ્વરૂપે રહેલા પરમાત્મતત્ત્વ પ્રત્યે રુચિપૂર્વક 2 પોતાની દૃષ્ટિને સ્થાપિત કરવાથી, અન્ય જીવો પ્રત્યેનો દ્વેષ ઓગળી જાય છે. અત્યારે કર્માધીન બની છે મારી સાથે અસભ્ય કે અન્યાયી વ્યવહાર કરનારા જીવો તથાભવ્યત્વનો પરિપાક થતાં ભવિતવ્યતાના વા સહકારથી સાધનાસાગરમાં ડૂબકી લગાવી શુદ્ધ ગુણ-પર્યાયસ્વરૂપ અમૂલ્ય રત્નોને મેળવી પોતાના પરમાત્મસ્વરૂપને દૃઢપ્રહારીની જેમ ટૂંક સમયમાં પ્રગટાવી દેશે. તો પછી મારે શા માટે તેવા તિરોહિત શું શક્તિ સ્વરૂપે રહેલા પરમાત્મતત્ત્વો પ્રત્યે દ્વેષ ભાવ રાખવો ?' - આ રીતે અન્ય સર્વ જીવોમાં તિરોહિત પરમાત્માના દર્શન કરવા તરફ આ શ્લોક મંગલ સૂચન કરે છે. આવું થાય તો જ અષ્ટકપ્રકરણમાં દર્શાવેલ મોક્ષસુખ ઝડપથી પ્રગટ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “અપરાધીન, ઉત્સુકતારહિત, પ્રતિકાર વગરનું, ભયશૂન્ય, સ્વાભાવિક નિત્ય સુખ ત્યાં મોક્ષમાં હોય છે.” (૩૮) લખી રાખો ડાયરીમાં..૪) બુદ્ધિ સરળ કાર્યને પડે છે, અઘરાને છોડે છે. શ્રદ્ધા સારા કાર્યને પકડે છે, ખરાબને છોડે છે. વાસના એ પ્રેમનું અધ:પતન, અધોગમન છે. ઉપાસના એ પ્રેમનું ઊર્ધીકરણ છે. બુદ્ધિ એક સુધરેલી (!) વિકૃતિ છે. શ્રદ્ધા આત્માની સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy