________________
ર/૮
नियतकार्य-कारणभावविमर्श: 0
३०७ એમ અનેકાંત આશ્રયણે તિરોભાવ-આવિર્ભાવ ઘટે. વ્યવહાર પણિ ઉપપન્ન થાઈ.
इत्थमनेकान्तवादाश्रयणे आविर्भाव-तिरोभावौ सङ्गच्छेते । एवञ्च घटाद्युत्पादार्थिनः कुलालादेः । तन्त्वादौ न प्रवृत्तिः, किन्तु कपालादाविति प्रतिनियतव्यवहारोऽपि उपपद्यते ।
एतेन एकान्ताऽसत्कार्यवादः प्रत्याख्यातः। तदुक्तं सूत्रकृताङ्गसूत्रवृत्तौ श्रीशीलाङ्काचार्येण अपि रा “नाऽप्येकान्तेनाऽसत्कार्यवाद एव, तद्भावे हि व्योमारविन्दानामप्येकान्तेनाऽसतां मृत्पिण्डादेः घटादेरिवोत्पत्तिः म કરવામાં આવે તેના નિમિત્તે આવનાર ગૌરવ દોષરૂપ નથી કહેવાતું. કારણ કે તે ફલાભિમુખ છે. ફળ = અબાધિત અનુભવ. તેને અભિમુખ = આધીન હોવાથી પ્રસ્તુત ગૌરવને દોષરૂપે કહી ન શકાય.
& કલ્પનાલાઘવ પણ દોષરૂપ ! . સ્પષ્ટતા :- દાર્શનિક જગતમાં સામાન્યતયા કલ્પનાલાઘવ ગુણ કહેવાય છે અને કલ્પનાગૌરવ દોષ કહેવાય છે. મતલબ કે નવી કોઈ વસ્તુની કલ્પના કરવી જરૂરી હોય તો ઓછામાં ઓછી કલ્પનાઓ કરવી. તેવા સ્થળે વધુ પડતી કલ્પના કરવી તે ગૌરવ છે અને તે દોષરૂપ છે. પરંતુ જે કલ્પનાલાઘવ પ્રમાણશૂન્ય હોય તે પણ દોષરૂપ જ છે. તથા જે કલ્પનાગૌરવ પ્રમાણસહકૃત હોય તે નિર્દોષ જ છે. આ વાત ભૂલવી ન જોઈએ. દા.ત. “ટેબલ ફક્ત લાકડાંથી જ ઉત્પન્ન થાય આવી કલ્પના લઘુભૂત હોવા છતાં પ્રમાણશૂન્ય હોવાથી દોષાત્મક છે. આનું કારણ એ છે કે ટેબલ બનાવવા માટે લાકડાં ઉપરાંતમાં કરવત, ખીલી, સુથાર, હથોડી વગેરે અનેક કારણોની જરૂર પડે જ છે. “લાકડું, કરવત, ખીલી, સુથાર, હથોડી વગેરે કારણોથી ટેબલ ઉત્પન્ન થાય છે' - આવી કલ્પના કરવામાં યદ્યપિ ગૌરવ છે. પરંતુ તે દોષરૂપ નથી. કારણ કે તે પ્રામાણિક છે. તેથી કાષ્ઠ, કરવત આદિ અનેક પદાર્થમાં બી ટેબલની કારણતાની કલ્પના કરવામાં જે ગૌરવ આવે છે, તે પ્રામાણિક હોવાથી નિર્દોષ છે - આવું 31 શિષ્ટ પુરુષોને માન્ય છે. પ્રસ્તુતમાં ઘટના આવિર્ભાવ પર્યાય અંગે જે ત્રિવિધ કલ્પના કરવામાં આવેલ છે તે અબાધિત, સ્વરસવાહી અનુભવઆધારિત છે. તેથી તે ગૌરવ દોષરૂપ નથી.
60 આવિર્ભાવ-તિરોભાવમાં સ્યાદ્વાદ હa (સ્થ.) “કુંભારની પ્રવૃત્તિ પૂર્વે ઘટ માટી સ્વરૂપે હાજર છે અને ઘટવરૂપે ગેરહાજર છે' - આ મુજબ અનેકાન્તવાદનો આશ્રય કરવામાં આવે તો કાર્યનો આવિર્ભાવ અને તિરોભાવ સંગત થઈ શકે છે. આ રીતે કારણસ્વરૂપે કાર્યની હાજરી માનવામાં આવે તો “ઘટ વગેરેની ઉત્પત્તિની કામનાવાળા કુંભાર વગેરેની તંતુ વગેરેને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ નથી થતી પણ કપાલ-મૃત્પિડ વગેરેને જ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ થાય છે' - આવો પ્રસિદ્ધ પ્રામાણિક લોકવ્યવહાર પણ સંગત થાય.
t/ અસત્કાર્યવાદનું નિરાકરણ છે. (ર્ણન) આ પ્રતિપાદન દ્વારા એકાન્ત અસત્કાર્યવાદનું નિરાકરણ થઈ જાય છે. તેથી જ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ પણ જણાવેલ છે કે “એકાન્ત અસત્કાર્યવાદ પણ માનવો યોગ્ય નથી. કેમ કે કર્તુત્રાપારપૂર્વે ઉપાદાનકારણમાં અવિદ્યમાન જ કાર્ય કર્તાની પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતું હોય તો જેમ મૃત્પિડમાંથી ઘટ વગેરેની ઉત્પત્તિ થાય છે તેમ સર્વથા અસત એવા આકાશપુષ્પ વગેરેની પણ ઉત્પત્તિ થવાની સમસ્યા સર્જાશે. પરંતુ માટીના પિંડ વગેરેમાંથી ઘડાની જેમ આકાશપુષ્પ