________________
११६
७ दिगम्बरमतसम्मतपर्यायप्रकाशनम् । प -शत्रुत्वादयो भावाः, मिथोऽविरुद्धाः = जीवत्व-भव्यत्वादयो भावाः, उपात्तहेतुकाः = द्रव्य मा -क्षेत्रादिनिमित्तजन्या भावाः, अनुपात्तहेतुकाः = स्वाभाविकाऽस्तित्वशालिनो वस्तुसहभाविनो भावाः ।
एतादृशभावनिमित्तकः तत्तच्छब्दप्रयोग इति पर्यायार्थिकनयानुसारितथाविधप्रातिस्विकव्यवहारविषयीभूता1 ऽवस्थाविशेषस्य पर्यायशब्दवाच्यत्वं यथा कपाल-शिवक-घटाद्यवस्थाः मृद्रव्यपर्यायाः इति तदभिप्रायः । शे अन्यत्र '“दव्वविकारो हि पज्जवो भणिदो” (त.सू.सर्वार्थसिद्धौ उद्धृत-५/३८) इत्युक्तम् । योगीन्द्रदेवेन क परमात्मप्रकाशे “कमभुव पज्जउ वुत्तु” (प.प्र.५७) इत्युक्तम् । કે નારક-મનુષ્ય, એકેન્દ્રિયત્વ-હીન્દ્રિયત્ન આદિ ગુણધર્મો. કેટલાક ગુણધર્મો પરસ્પર અવિરુદ્ધ હોય છે. જેમ કે જીવત, ભવ્યત્વ, અસ્તિત્વ આદિ. વસ્તુના સામાન્ય ગુણધર્મો પરસ્પર વિરોધી નથી હોતા. જ્યારે વસ્તુના વિશેષ ગુણધર્મો ઘણી વાર પરસ્પરવિરોધ ધરાવતા હોય છે. અહીં જે વિરોધની વાત કરેલ છે તે પરસ્પર ઉત્પત્તિમાં, અસ્તિત્વમાં ( સ્થિતિમાં) તથા જ્ઞપ્તિમાં વિરોધ સમજવો. નારક મનુષ્ય વગેરે અવસ્થા એક જીવમાં એકી સાથે ઉત્પન્ન થતી નથી. તેથી તે ઉત્પત્તિમાં પરસ્પર વિરુદ્ધ ભાવો કહેવાય. તથા નીલ, પીત વગેરે રૂપો એક વસ્તુમાં એક જ ભાગમાં એકીસાથે રહી શક્તા નથી. તેથી તે સ્થિતિમાં = અવસ્થાનમાં પરસ્પર વિરુદ્ધ કહેવાય છે. અપેક્ષાભેદ વિના એક જ વ્યક્તિમાં
મિત્રત્વ, શત્રુત્વ વગેરે ભાવો એકીસાથે જણાતા નથી. માટે તે જ્ઞપ્તિમાં = જાણકારીમાં પરસ્પર વિરુદ્ધ જ કહેવાય. તથા વસ્તુના જે ગુણધર્મો દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ નિમિત્તથી ઉત્પન્ન થતા હોય છે તેને ઉપારહેતુક
શબ્દથી ઓળખાવાય છે. તેવા ગુણધર્મોને નૈમિત્તિક પણ કહી શકાય. તથા વસ્તુગત જે ગુણધર્મો ત્રણેય આ કાળમાં પોતાની સ્વાભાવિક (=અચલ) સત્તાને (=અસ્તિત્વને) ધારણ કરે તેવા ગુણધર્મો અનુપાત્તહેતુક એ કહેવાય. જીવના ઔદયિક ભાવ નૈમિત્તિક કહેવાય. જીવના અનાદિ પારિણામિક ભાવ વત્વ, ભવ્યત્વ વગેરે અનુપારહેતુક = સ્વાભાવિક કહેવાય. વસ્તુના આવા નૈમિત્તિક, સ્વાભાવિક, વિરોધી કે અવિરોધી ગુણધર્મોના લીધે તે વસ્તુને ઉદેશીને નવા નવા શબ્દપ્રયોગો થાય છે. માટે તેવા ગુણધર્મો શબ્દાન્તરપ્રયોગનું નિમિત્ત બને છે. તેથી વસ્તુની વિશેષ પ્રકારની અવસ્થા એ પર્યાયાર્થિકનયાનુસારી પ્રસ્તુત ચોક્કસ પ્રકારના વ્યવહારનો (=શબ્દપ્રયોગનો) વિષય બને છે. તે વિશેષ અવસ્થા એટલે જ પર્યાય. જેમ કે માટીના ઘડો-કપાલ-કોડિયું-ઠીકરું વગેરે નૈમિત્તિક અને વિરોધી ગુણધર્મોના લીધે “આ માટી ઘડો છે, તે કપાલ છે, તે કોડિયું છે...” ઈત્યાદિ પર્યાયાર્થિકનયાનુસારી વ્યવહાર પ્રવર્તે છે. તે વ્યવહારનો વિષય બને છે માટીની વિશેષ અવસ્થાઓ. માટીની તે તે વિવિધ અવસ્થાઓને લક્ષમાં રાખીને તેવા પ્રકારના શબ્દપ્રયોગો પર્યાયાર્થિકન્યાનુસારે થાય છે. મૃદ્ધવ્યની આ વિવિધ અવસ્થા એ જ તેના પર્યાય સમજવા. | (ચત્ર) તત્ત્વાર્થસૂત્રસર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં દેવનદી નામના દિગંબર આચાર્યો પર્યાયની વ્યાખ્યા બતાવવા એક પ્રાચીન પદ્ય ઉદ્ધત કરેલ છે. તેમાં પર્યાયલક્ષણ જણાવતા કહેલ છે કે “દ્રવ્યના વિકાર પર્યાય કહેવાયેલ છે. પરમાત્મપ્રકાશ નામના ગ્રંથમાં યોગીન્દ્રદેવ નામના દિગંબર આચાર્ય પર્યાયની ઓળખાણ આપતા જણાવેલ છે કે ‘દ્રવ્યની ક્રમભાવી અવસ્થા પર્યાય કહેવાય છે.” 1. દ્રથવિરો દિ વો મળત: 2. મમુવા પર્યાયા ITI