SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ • आत्मनो द्रव्य-पर्यायात्मकता 0 આત્મતત્ત્વ વિચારઇ પણિ દેવાદિક આદિષ્ટદ્રવ્ય, સંસારિદ્રવ્યની અપેક્ષાઈ પર્યાય થાઈ. ? तन्तुदशायां पटस्यैव असत्त्वेन तदा तत्र तन्तुभेदस्याऽसम्भवात् । किञ्च, कारणस्य द्रव्यपदवाच्यत्वम् कार्यस्य च पर्यायपदार्थत्वम् । कारणस्य स्वकारणकार्यत्वात् । कारणत्व-कार्यत्वाऽऽक्रान्तस्य तन्तोः द्रव्यत्वं पर्यायत्वञ्चाऽनाविलम् । पर्यायोत्पत्तौ द्रव्य-पर्याययोः । भेदो न प्रतीयते, तदनुत्पत्तौ च तयोविभेदो विज्ञायते । यद्वा पटावस्थायां पटव्यतिरेकेण तन्त्वनुपलब्धेः तन्तोः पटात्मकतया पर्यायात्मकता तथा तन्तुदशायां पटव्यतिरेकेण तन्तूपलब्धेः तन्तोः पटान्यतया । द्रव्यात्मकता बोध्या। इत्थञ्च पुद्गलस्कन्धेषु द्रव्य-पर्यायोभयात्मकत्वमेव अपेक्षाभेदेन विज्ञेयम् । आत्मतत्त्वविमर्शेऽपि देवादिकम् आदिष्टद्रव्यम् = औपचारिकद्रव्यम् = आरोपितद्रव्यत्वम् क आपेक्षिकद्रव्यत्वं वा, जन्मादिस्वपर्यायहेतुत्वात् । तदेव च संसारिद्रव्यापेक्षया पर्यायरूपं भवति, र्णि સમાધાન - (તતુ.) ભાગ્યશાળી ! તંતુદશામાં તો પટ પોતે જ ગેરહાજર છે. તેથી પટમાં તંતુઓનો ભેદ જ રહી નહિ શકે. તેથી પટ તખ્તઓની અપેક્ષાએ દ્રવ્ય બનવાની આપત્તિ નહિ આવે. (ક્રિષ્ય.) વળી, કારણ હોય તે દ્રવ્ય કહેવાય. કાર્ય હોય તે પર્યાય કહેવાય. જે કારણ હોય તે પોતાના કારણનું કાર્ય પણ બને. જેમ કે પટનું કારણ તંતુ. તંતુનું કારણ તંતુઅવયવ. તેથી તંતુ પટનું કારણ બને અને સ્વઅવયવનું કાર્ય બને. માટે તંતુમાં કારણત્વ (કદ્રવ્યત્વ) અને કાર્યત્વ ( પર્યાયત્વ) બન્ને ગુણધર્મો નિરાબાધપણે આવે. પર્યાય ઉત્પન્ન થાય ત્યારે દ્રવ્ય-પર્યાયમાં ભેદ જણાતો નથી હોતો. પર્યાય ઉત્પન્ન થયો ન હોય ત્યારે દ્રવ્ય-પર્યાયમાં ભેદ જણાતો હોય છે. અથવા પટઅવસ્થામાં કે પટથી સ્વતંત્રરૂપે તંતુ દેખાતા ન હોવાથી તંતુ પટસ્વરૂપ છે. અર્થાત્ પટદશામાં પટાત્મક તંતુઓ ! પર્યાયસ્વરૂપ બને છે. તથા પટ ઉત્પન્ન ન થયો હોય ત્યારે તંતુદશામાં પટથી સ્વતંત્રરૂપે તંતુઓ ઉપલબ્ધ થાય છે. માટે તંતુદશામાં તંતુઓ પટ કરતાં જુદા છે. અર્થાત્ તંતુકાલે તંતુઓ પટની અપેક્ષાએ દ્રવ્યાત્મક સ છે. આમ પુગલસ્કન્ધોમાં જુદી-જુદી વિવેક્ષાથી દ્રવ્ય-પર્યાયભિયાત્મકતા રહેલી હોય છે. અર્થાત્ દરેક પુદ્ગલસ્કંધ દ્રવ્યસ્વરૂપ અને પર્યાયસ્વરૂપ છે - એમ જાણવું. • આત્મતત્વમાં દ્રવ્ય-પર્યાયવિચારણા છે (ત્નિ) આત્મતત્ત્વનો વિચાર કરવામાં આવે તો તેમાં પણ દ્રવ્ય-પર્યાયરૂપતા સંગત થઈ શકે છે. દેવાત્મા મરીને મનુષ્ય થવાનો હોય તો દેવાત્મા આદિષ્ટદ્રવ્ય કહેવાય. કારણ કે ભાવી મનુષ્યપર્યાયનું તે કારણ છે. તેથી તે આદિષ્ટ = ઉપચરિત = ઔપચારિક એવું દ્રવ્ય કહેવાય. દેવાત્મામાં મનુષ્યપર્યાયની કારણતા હોવાથી તેમાં દ્રવ્યત્વનો આરોપ = ઉપચાર = ઉલ્લેખ થાય છે. અથવા જન્માદિ સ્વપર્યાયસાપેક્ષ દ્રવ્યત્વ દેવાત્મામાં હોવાથી દેવાત્મામાં અપેક્ષિકદ્રવ્યત્વ કહેવાય. દેવાત્મા એ સંસારી દ્રવ્યનું કાર્ય છે, સંસારી જીવનો પર્યાય છે. સંસારી જીવદ્રવ્યની એક વિશેષ પ્રકારની અવસ્થા = પર્યાય એ જ દેવાત્મા છે. તેમ જ આરોપિતદ્રવ્યત્વ (બહુવ્રીહિ સમાસ) કે આપેક્ષિકદ્રવ્યત્વ (બહુવ્રીહિ સમાસ) પણ સંસારી જીવદ્રવ્યનો પર્યાય જ છે. માટે સંસારી દ્રવ્યની અપેક્ષાએ આરોપિતદ્રવ્યત્વ કે અપેક્ષિકદ્રવ્યત્વ સ્વરૂપ છે. ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૭+૧૦+૧૧)+લા.(૨)માં નથી...– ચિહ્નયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy