SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત કાવ્યાનુસાર ગ્રંથ પરત્વેની મારી ભક્તિ તથા પૂજ્ય વડીલશ્રી તરફને મારો પ્રેમ મને ઉક્ત અનુવાદ લખવા આકર્મો કરતો હતો. મારી આ વિષયની અયોગ્યતા, વિષય કષાય આધિનતા છતાં સમ્યક્ ત્યાગ, વિરાગ્ય અને રત્નત્રયને અત્યંત પુષ્ટીકર એવા આ અનુપમ ગ્રંથને ગુજરી ગીરામાં લખવાનું સાહસ ખેડ્યું અને તે શ્રી ગુરુ કૃપાએ આજે પુર્ણ થયું. આ ગ્રંથમાંના અધિકારની ટુંક નેંધ કે રેખા દર્શન આપવા જતાં બહુ લંબાણું થઈ જવાના ભયથી તત્સંબંધી અહિં કાંઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ વાંચકગણ સ્વસ્થ ચિત્તે નિરૂપાધિપણે “આત્મકલ્યાણ સર્વ કરતાં પરમ આવશ્યક છે” એમ નિશ્ચય કરી વાંચશે, વિચારશે અને તેના રહસ્ય પૂર્ણ આશય સુધી પહોંચવા પ્રયત્ન કરશે તે તેના પ્રયત્નરૂ૫ પુરુષાર્થના પ્રમાણમાં જરૂર તેને સફળતા મળશે. સાથે સાથે ગ્રંથનું પરમ સહાભ્ય પણ લક્ષગત થશે. ઉક્ત અનુવાદ શ્રીમાન ટેડરમલજી રચીત હીંદી ટીકાના આધારે લખવામાં આવેલ છે, છતાં કઈ કઈ સ્થળે અન્ય ધર્મ ધુરંધર પૂર્વ મહાપુરુષ રચીત ગ્રંથને વિષયને અનુસરતો આધાર પણ લેવામાં આવેલ છે. અંતિમ પ્રાર્થના. गुरुणामेव माहात्म्यं यदपि स्वादु मद्वचः । तरुणां हि स्वभावोऽसौ यत्फलं स्वादु जायते ।। અગર અનુવાદની વચન રચનામાં કંઈ પણ માધુર્યતા કે અર્થ ગાંભિર્યતા હોય છે તે મારા હદયમણિ ગુરુદેવનું માહાસ્ય છે. જેમ ફળમાં જે કંઈ પણ મધુરતા કે મીઠાશ હોય તો તે વૃક્ષને સ્વભાવ છે. તથા જ્યાં ત્રુટી, અસંબદ્ધતા અર્થ કે ભાવની વિકળતા જોવામાં આવે તો તે અ૯પજ્ઞતાજન્ય મારે પિતાનો દેષ છે એમ સમજી અનવાદમાં રહેલી ત્રુટીઓને જણાવશે તે હું તેમને ઋણી થઈશ અને તૃતિયાવૃતિ વખતે તે ભુલે સુધારવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. બાકીત गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः । ફતિ ટુર્નના સ્તર સામાવતિ સનના છે શાંતિઃ –ગુણીજન ચરણનુરાગી અનુવાદક– સેમચંદ અમથાલાલ શાહ-કલાલ,
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy