SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શું ગજેને કરી રહેલા યમરાજના વાછત્રોને ભયકારી નાદ એ નથી સાંભળતો? સાંભળે છે. છતાં કે જાણે શા કારણથી મૂર્ખ જીવ એ મહા અકલ્યાણરૂપ મહજન્ય નિદ્રાને છેડી શકતો નથી. કઈ અતિ નિદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન ઉપર મુગરની ચાટ મારે, અથવા અગ્નિના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા કયાંય વાજીંત્રોના અવાજ સાંભળે છે તે તુરત જાગ્રત થઈ જાય છે. પરંતુ અવિવેકી જીવને તો પાપ કર્મ ફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદુગરના માર મર્મસ્થાન ઉપર પડ્યા કરે છે, મહા દુઃખરૂપ ત્રિવિધ તાપથી તેને દેહ નિરંતર બળી રહ્યો છે, અને વળી આજ આ મર્યો, કાલ આ મર્યા,ફલાણે આમ મર્યો, અને ફલાણે તેમ મર્યો, એવા યમરાજના વાંજીત્રોના ભયંકર શબ્દ વારંવાર સાંભળે છે, છતાં એ મહા અકલ્યાણ કારક અનાદિ મહ નિદ્રાને જરાય વેગળી કરી શકતા નથી, એ પરમ આશ્ચર્ય છે ! ગ્રંથકાર કહે છે કે–એ મેહજન્ય નિદ્રાવશે જીવ આ ત્રિવિધ દુઃખમય અસાર સંસારમાં પણ પ્રીતિ કરી રહ્યો છે – तादात्म्यं तनुभिः सदानुभवनं पाकस्य दुष्कर्मणो व्यापारः समयं प्रति प्रकृतिभिर्गाढं स्वयं बन्धनम् । निद्राविश्रमणं मृतेः प्रतिभयं शश्वन्मृतिश्च ध्रुवं जन्मिन् जन्मनि ते तथापि रमसे तत्रेव चित्रं महत् ॥५८॥ હે જન્મ મરણને ધારણ કરવાવાળા જીવ! નિશ્ચયથી આ સંસારમાં દુઃખ છે. તો પણ તું ફરી ફરી તેમાંજ અનુરાગ કર્યા કરે છે, એ એક પરમ આશ્ચર્ય છે! પ્રથમ તો મહા કલેષ અને પરમ દુઃખનું કારણ અરે ! પ્રત્યક્ષ દુઃખનીજ મુર્તિરૂપ એવું જે શરીર, તેની સાથે તારે ગાઢ સંબધ બની રહ્યો છે. એ શરીરના અનુરાગથી જ તું એક દેહ છુટતાં બીજા દેહમાં જઈ ભરાય છે. ત્યાં પણ તેના આશ્રયે પાપ કર્મનું ફળ જે દુઃખ તેને નિરંતર અનુભવે છે. સમયે સમયે તેવું જ કે તેથી અધિક દુઃખ પ્રાપ્ત થાય, એવી કર્મ પ્રકૃતિઓથી તું તારા અજ્ઞાનજન્ય મેહ પરિણામે બંધાયા કરે છે અને એ જ તારે નિરંતર વ્યપાર છે. મેહ નિદ્રામાં વિશ્રામ માને છે, કાળથી ડરે છે, છતાં નિશ્ચયથી પાછો મરે છે. આ એક સાર્વત્રિક નિયમ છે કે-દુઃખનું જે સ્થાન હોય ત્યાં કોઈ રમતું નથી, પણ ત્યાંથી સૌ દૂર ભાગે છે. પરંતુ ભયંકર અને મહા આપત્તિના સ્થાનરૂપ સંસાર સાગરમાં તારે અનાદિને નિવાસ છતાં તેમાં જ
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy