SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. આર્યાવર્તોના મંડનરૂપ, જંગમ કલ્પવૃક્ષસમ, પરમાર્ય સ્થવિર પૂજ્યપાદ પ્રાતઃસ્મર્ણીય શ્રીમાન શ્રીગુણભદ્રાચાર્યને કઈ નિશ્રીત સમય નિર્ણય થતો નથી, તેપણુ મહારાજ અમોઘવર્ષ તેઓશ્રીના પરમ ઉપાસક અને અનેક શિષ્ય સમુદાયમાં એક સુશિષ્ય હતા, એમ અન્ય ગ્રંથાંતરે ઉપરથી સમજાય છે. મહારાજા અમેઘવર્ષ શાક સંવત ૭૩૭ થી ૮૦૦ લગભગ રાજ્યપદ વિભુષિત હતા, તેથી સમજાય છે કે તેઓશ્રી મહારાજા અમેઘવર્ષના સમકાલિન હેય. પરમ પુરુષની પ્રત્યક્ષ વિદ્યમાનતામાં તેમને ભક્તિસતસંગ એ શિષ્ય સમુદાયના દેને સર્વથા ક્ષીણ થવામાં અને આત્માના સહજ સ્વાભાવિક નિર્મળ ગુણેને પ્રકાશ થઈ તે. ગુણેનું આત્માને સંવેદન થવામાં પરમેસ્કૃષ્ટ નિમિત્તરૂપ થાય છે, પરંતુ તે સંગ નિરંતર રહે નથી. ત્યારે તે મહત્પરુષના વિયેગ કાળે તેમનો અક્ષરદેહ કલ્યાણના અર્થી ભવ્યાત્માઓને કલ્યાણ પ્રાપ્ત થવામાં એક પરમ આધારરૂપ થાય છે. ભગવાન શ્રી ગુણુભદ્રાચાર્ય આજે આ ક્ષેત્રે નથી, તે પણ તેઓશ્રીના અક્ષર દેહરૂપ યથાનામ ગુણાભિધાનરૂપ તેમનો લખેલે આત્માનુશાસન નામને ગ્રંથ આજે પણ વિદ્યમાન છે. - ઉક્ત ગ્રંથ સંસ્કૃત ભાષામાં વિવિધ પદ્ય-વૃત્તોમાં મહાભાવ, ગંભીર આશય, અને શ્રેષ્ઠ પદ લાલિત્યતાપૂર્વક અનેક બધયુક્ત વિષયપૂર્ણ લખાય છે. તેઓશ્રીની વિષય પ્રતિપાદન શૈલી અભુત વૈરાગ્યરસમય અને આત્માને ઉપશમભાવની જનક અને પોષક છે, ભવ્યાત્માઓને સંસાર પરિમથી પાછા વાળી મોક્ષમાર્ગ સન્મુખ સહેજે દોરી શકે એવી સચોટ છે. કલપવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિ એ ત્રણે ઐહિક-ઈચ્છિત આપવામાં ઉત્કૃષ્ટ ગણાય છે. અને તે વાત પણુ આર્ષગ્રંથમાં લખેલી હોવાથી માત્ર શ્રદ્ધાગ્રાહ્ય છે, પરંતુ પુરુષને અક્ષરદેહ તે એ ત્રણે કરતાં અસાધારણું પ્રભાવ સંપન્ન છે. કેમકે તે વચનોના સેવનથી એક અલ્પશાતાથી માંડી માસુખ સુધીનાં સર્વ સુખ વિના વાંચ્છાએ સહેજે સંપ્રાપ્ત થાય છે. આ વાત શ્રદ્ધા ઉપરાંત અનુભવમાં પણ આવે એવી છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને આત્માનુભવયુક્ત પુરુષના મુખથી શોભે એ ધર્મોપદેશ આ ગ્રંથમાં પૂર્ણ રીતે ભરેલ છે. અને તે વૈરાગ્ય, ઉપશમવંત છવને મુખ્યતયા વિશેષ ઉપકારક નિવડે તેમ છે. તોપણ તેથી નીચેની ભૂમિકામાં રહેલા વિષયકષાયાનુરાગી ના અધિકારને
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy