SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ એવા મહાપુરુષે પિતાનું કલ્યાણ સિદ્ધ કરે છે. પણ સાથે સાથે કેઈ ભવભીરૂ નિર્મળ મતિમાન મુમુક્ષુનું પણ કલ્યાણ થવામાં નિમિત્તરૂપ બને છે. વળી – येषां भूषणमङ्गसङ्गतरजः स्थानं शिलायास्तलम् शय्या शर्करिला मही सुविहितं गेहं गुहा द्वीपिनाम् । आत्मात्मीयविकल्पवीतमतयस्वट्यत्तमोग्रन्थयस्ते नो ज्ञानधना मनांसि पुनतां मुक्तिस्पृहा निःस्पृहाः ॥ २५९ ॥ અંગ ઉપર લાગેલી ધુળ એજ જેને મન આભૂષણ છે. શિલાતલ એ જ જેને મન સુંદર આસન છે, રજ અને કંકર યુક્ત પૃવિ જેને મન સુખદ શૈય્યા છે, સિંહાદિ દૂર પ્રાણુઓ જ્યાં નિવાસ કરે છે, એવા દુર્ગમ્ય ગિરિ ગુફા આદિ સ્થાન જેને મન ગૃહ છે, “આ દેહ મારે અને હું આ દેહનો” એવા મિથ્યા વિકલ્પથી રહિત નિર્મળ છે બુદ્ધિ જેની તથા તૂટી ગઈ છે અનાદિ અજ્ઞાનરૂપ ગાંઠ જેની એવા વિજ્ઞાનઘન મોક્ષના પરમ પાત્ર નિરપૃહ સત્પરુષે અમારા અંતકરણને પવિત્ર કરે ! વળી - दरारूढतपोऽनुभावजनितज्योतिः समुत्सर्पणेरन्तस्तत्त्वमदः कथं कथमपि प्राप्य प्रसादं गताः। विश्रब्धं हरिणी विलोलनयनैरापीयमाना वने धन्यास्ते गमयन्त्यचिन्त्यचरितै(राश्चिरं वासरान् ॥ २६०॥ સમ્યક્તપના સાતિશય પ્રભાવથી ઉત્પન્ન થયેલી નિર્મળ જ્ઞાનતિના પ્રખર પ્રકાશવડે નિજ આત્મતત્ત્વને જે તે પ્રકારે પ્રાપ્ત કરી જે પરમ પુરુષ આનંદ પ્રાપ્ત થયા છે, તથા હરિનાં અતિ ચંચળ નેત્રો પણ સ્થિર થઈ અતિ વિશ્વાસથી જેને પી રહ્યાં છે, અર્થાત્ અત્યંત નિર્ભય ચિત્ત જેને અવિશ્રાંતપણે અને અનિમેષ નેત્રે જોઈ રહ્યાં છે, તે પુરુષરત્નને આ ત્રિભુવનમાં કેટિશઃ ધન્ય છે. - નિજ સ્વરૂપાનંદમાં મગ્ન થઈ પરમ શાંતદશાને જેઓ પ્રાપ્ત થયા છે, જેનાથી વનના અતિ ચંચળ પરિણમી પણ ભય પામતા નથી, અર્થાત્ સર્વ જીવને જે નિરંતર પ્રિય છે, તે મહાપુરુષને ધન્ય છે. જે આત્મતત્વ સંસારદશાયુક્ત જીવોને કેવળ અગોચર અને . અલક્ષ છે, તે આત્મતત્ત્વ જેઓ સાક્ષાત્ અનુભવિ રહ્યા છે, આસ્વાદી રહ્યા છે, એવા અસાધારણ માહાસ્યવંત પરમ પુરુષને ધન્ય છે. જેના
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy