SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) આશ્ચર્ય થાય છે. કારણ એના જે જગતમાં બીજો ભાગ્યહીન કેણ છે? સર્વ આશ્ચર્યોમાં અમને તે આ એક મહદ આશ્ચર્ય ભાસે છે. સારાંશ એ છે કે, કેઈ મહદ્ ભાગ્યદયે પ્રાપ્ત થયેલા એવા અપૂર્વ સંયમ નિધિરૂપ સર્વોત્કૃષ્ટ અમૃતને પામીને તેને છેડવું એ ઈષ્ટ નથી. इह विनिहितबहारम्भबाह्योरुशत्रो रुपचितनिजशक्ते परः कोप्यऽपायः। अशनशयनयानस्थानदत्तावधानः कुरु तव परिरक्षामान्तरान् हन्तुकामः ॥ १६९ ॥ હે ભાઈ! મુનિપદ ધારણ કરતાં તું બાહ્ય શત્રુઓને તે ઉચ્છેદ કરી ચૂકી છે. પાપકર્મનો સંચય કરવાવાળા વિષય અને પરિગ્રહાદિને બાહ્ય આરંભ સમારંભ મુનિપદ ધારણ કરતાં જ છૂટી જાય છે. અને એ વિષય પરિગ્રહાદિનો આરંભ એ જ બાહ્ય શત્રુ છે. એ બાહા શત્રુના અસ્તિત્વમાં જીવના પરિણામ વિશુદ્ધ દશાને પ્રાપ્ત થતા નથી કારણ એ એક બાહ્ય ઉપાધી છે. તે આત્મ પરિણામને પ્રાયે પિતા ભણી આકર્ષે છે. અને જીવ ઘણું ભાગે ત્યાં જ મુઝાઈ પડે છે. તું એ બાહ્ય શત્રુઓને અભાવ કરી ચૂકયો છે. આત્મ-ઉજજવળતામાં વિઘભૂત એ બાહ્ય શત્રુઓ પરાભવ કર્યા પછી અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા તારી આત્મશક્તિને તેથી પણ અધિક વધારવી પડશે. સંયમના પ્રતિપાલનથી આત્મશક્તિ જરૂર વધે છે. તે શક્તિ પણ ઘણે દિવસના સંયમાનુષ્ઠાનથી તને બહુધા પ્રાપ્ત છે. એટલે અંતરંગ શત્રુઓને સર્વથા નાશ કરવામાં હવે કઈ વિધ્ર ખાસ કરીને દેખાતું નથી. કે જે વિડ્યો શુદ્ર સંસાર પરિણામી જીને વારંવાર આત્મ ઉજ્જવળતાના માર્ગે જતાં આડે આવે છે. ભેજન, શયન, ગમન, આસન, અને વાણી પ્રયોગ આદિ એવી બીજી કેટલીક નાની પ્રવૃત્તિઓ હજુ તને શેષરૂપ વર્તે છે. કે જે એકદમ છૂટી શકતી નથી– કે છેડી શકાતી નથી. જો કે એને પણ છોડવામાં તરે પ્રયત્નશીલ રહેવું એ એગ્ય છે; તે પણ તે એકાએક છોડવામાં કેટલીક અનિવાર્યતા પણ છે. જ્યાં સુધી એ પ્રવૃત્તિઓ પણ નિરવશેષપણે તારાથી ન છૂટે ત્યાં સુધી તારે તેનાથી સાવધાનતા પૂર્ણ રહેવું એ જ ચગ્ય છે; કારણ અંતરંગ શત્રુઓને નાશ કરે તારું આવશ્યક દયેય છે. અગર એ ભેજનાદિ પ્રવૃત્તિઓમાં તું વિમુગ્ધચિત્ત થાય તો ધીરે ધીરે મહા પાપ ભણું તને તે ખેંચી જશે. કોઈ પણ બૂરા કાર્યની શેડી આદત પણુ પરિપાક કાળમાં દુઃખ જ આપે છે. તેનું કારણ એ છે કે- એક નાની સરખી આદત આગળ જતાં એટલી
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy