SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रत्यक्तलोकस्थितिः प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः प्रायःप्रश्नसहः प्रभुः परमनोहारी परानिन्दया ब्रुयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः ५ વક્તા–પ્રથમ તે વિચિક્ષણ અને તિક્ષણબુદ્ધિમાન હોય, કારણ સાતિશય તિબુદ્ધિ વિના વક્તાપણું બને નહિ. વળી સઘળાં શાસ્ત્રોના રહસ્યભુત ભાવેને પારગામી હોય, કારણુ શાસ્ત્રકારના અનેક અંગભુત આશયભીત રહસ્યને જાણે નહિ તે યથાર્થ અર્થ પણ કેમ ભાસે ? વળી લોકવ્યવહારના જાણકાર હોય, કારણું લોકરીત જાણ્યા વીના લોક વિરૂદ્ધ થઈ જવાય. સર્વથા આશાથી રહિત કેવળ નિસ્પૃહ હોય, આશાના ઉપાસક માત્ર શ્રોતાને રીઝવવા જ ઈછે. અને સભા રંજન કરવાની ધુનમાં યથાર્થ અર્થ સહિત શુદ્ધ ધર્મોપદેશ દઈ શકે નહિ. વિપરીત પ્રરૂપણુ પણ થઈ જાય. શાંતસ્વભાવી હોય, તીવ્રકષાયીને ઉપદેશ સર્વને અનિષ્ટ અને નિંદાનું સ્થાન થઈ પડે. આનંદી હાય. • દિલગીર થવાનાં કારણે મળવા છતાં પણ જે મહાત્મા સમુદ્રવત્ ગંભીર હોય તે જ યથાર્થ વક્તા હોઈ શકે. પ્રશ્નકારનો પ્રશ્ન સાંભળતાં વેંત જ પ્રશ્નકારનો આશય અને તેને સ્વપર હિતકારક યથાર્થ ઉત્તર જેના હદયમાં રમી રહ્યો હોય, બને ત્યાં સુધી પોતે જ પ્રશ્નોત્તર કરી સમજાવે તે સભામાં ખેલના પણું ન થાય, તેમ શ્રોતાને તે ઉપદેશની વિશેષ દઢતા પણ થાય. સભામાં ઘણા પ્રશ્નો થાય તે પણ તેને સહન કરવાવાળ હોય, પણ અતિ પ્રશ્નો સાંભળી દુભાતો હોય, ખીજાતે હોય તે શ્રોતાઓ પ્રશ્ન કહી શકે નહિ, અને પ્રશ્ન કહી જ શકે નહિ તે તેમને સંદેહ પણ કેમ નિવૃત્ત થાય? અને ઉપદેશની સાર્થકતા પણ શું? વળી પ્રભાવશાળી હોય, કારણુ પ્રભુતાવાળા પુરુષનું જ સભામાં માન પડે અને તેનાં જ વચનો સર્વમાન્ય થાય. વળી સ્વરૂપસુંદર અને જોનારના મનને હરવાવાળો હોય કારણ કે જે શરીરાદિકથી અસુહાવતે લાગે તેની હિતશિક્ષા પ્રાયે કણ અંગીકાર કરે? જગતદ્રષ્ટિ છે પણ પ્રથમ રૂપને જ દેખે છે, અને એગ્ય પરિચય થયે પછી ગુણ દેખે છે. ગુણોને નિધાન હોય, કારણ ગુણવિના સભામાં નાયકપણું શોભે નહિ. શ્રોતા સમજીને ગ્રહી શકે એવા સ્પષ્ટ અને મિષ્ટ જેનાં ઉપદેશ વચને હોય. વચનમાં મધુરતા વિના તે શ્રોતાને રૂચે નહિ, તેમ તેમના શ્રવણના ઉ૯લાસમાં વૃદ્ધિ પણ ન કરે. વળી કોઈની નીંદા કરવાવાળે પણ ન હોય અને પોતે પણ નિંદ્ય આચરણુયુક્ત ન હોય. તથા
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy