SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જેવા જાણવાની આ કેવી મઝાની રમણતા ! મને પણ ક્યારે શુદ્ધ જ્ઞાનદશા મળે! વળી “સિદ્ધિપુર–નિવાસી” મિથ્યા મતાનુસારે મુક્ત આત્મા જગદવ્યાપી નહિ, પણ લોકાંતે સિદ્ધ શિલા ઉપર નિવૃત્તિ નગરીના નિવાસી છે. ત્યાં “નિવામ-સુસંગતા” અનુપમ સ્વાધીન સુખથી પરિવરેલા છે. કેઈ વિષય, કેઈ કાળ, કેઈ સંગ કે કઈ પરિસ્થિતિની આ અનંત સુખને અપેક્ષા નથી. એવા અસાંગિક, નિત્ય, સહજ, આનંદના ભકતા શ્રી સિદ્ધ વિભુ છે. સુખની અહે અમારા સાપેક્ષ સુખની યાને વિષયસાપેક્ષ, સમયસાપેક્ષ, સંગસાપેક્ષ અને પરિસ્થિતિ સાપેક્ષ સુખની તુરછતા, ક્ષણિકતા, દુખપરિણામિતાદિ ક્યાં? અને કયાં એ નિરપેક્ષ અનંત આનંદની વાત ? એ અનંત આનંદ પામવા અમારે અનંત આનંદમય શ્રી સિદ્ધ પ્રભુનું શરણ છે. કરકુંડ રાજાએ પુષ્ટ બળદને પછી જીર્ણ થયેલ જોઈ એને એ વિચાર આવ્યું કે “અરે ! ત્યારે અમારી ય આ સ્થિતિ થવાની છે, પછી ક્યાં સંસાર સુખ રહેવાના? યુવાની, સંપત્તિ અને આરેગ્યને સાપેક્ષ આ સુખમાં શું પડ્યા રહેવું? કેમકે એ જુવાની વગેરે વિનશ્વર હાઈ તાપેક્ષ સુખ પણ વિનશ્વર ! સાચાં સુખ તે સિદ્ધ અવસ્થાના.” એમ કરી સિદ્ધ શરણરૂપે ચારિત્ર લીધું. પ્રવૃત્તિ માત્રાનું પ્રજન ઈષ્ટની સિદ્ધિ છે, અને જીવને ઈષ્ટ એકાંત સુખ છે. શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ સિદ્ધ છે, એટલે હવે એ “સવહા. કિચ્ચા સર્વ પ્રકારે કૃતકૃત્ય છે, સિદ્ધ પ્રજનવાળા બન્યા છે. હવે એમને કોઈ પ્રયોજન બાકી નથી. તેથી કોઈ પ્રવૃત્તિ સાધવાની નથી.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy