SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમજણની કૂંચી ' યાને સંપાદકીય વક્તવ્ય પરમેપકારી શ્રી જિનશાસનની આરાધના કરનાર પુણ્યાત્માઓના હિતાર્થે આ ગ્રંથમાં નવતત્વ અને તેનું રહસ્ય, તથા અનેક નયની જુદી જુદી અપેક્ષાથી વિવિધ રીતે નવતત્વની વિચારણા દર્શાવી છે. પ્રાસંગિક વ્યવહાર અને નિશ્ચય નયનું પારમાર્થિક સ્વરુપ તથા સપ્તભંગી અને સ્યાદ્વાદના આઠ પક્ષ વગેરેનું તારિક સ્વરુપ પણ સરસ રીતે સમજાવ્યું છે. ઝવેરાતને પારખવાની દષ્ટિ ન હોય તે આપણી સ્થૂલ બુદ્ધિથી ઉપરના ચમકારા અને દેખાવ ઉપરથી સાચા ઝવેરાતની ઉપેક્ષા અને ભળતા નકલી ઝવેરાતને અસલી રૂપે માનીને તેને ખરીદવા સાચા ઝવેરાતની કિંમત ચુકવવાની અક્ષમ્ય મૂર્ખતા કયારેક થવા પામે છે. આજના યુગમાં ધર્મ-અધ્યાત્મ અને પદ્રવ્યની વિચારણામાં સદ્દગુરુના ચરણોમાં બેસી માર્મિક વિવેક બુદ્ધિ ન મેળવી શક્યાના પરિણામે ગોટાળો થઈ રહ્યો છે. અને ચોમાસાના અળસીયાની જેમ “વસ્ત્રો વેરાત દુવંની કટાક્ષભરી ઊક્તિને ચરિતાર્થ કરનારા બ્રહ્મજ્ઞાનીઓ, અધ્યાત્મવાદીઓ અને આભાસિક રીતે આત્મતત્વની ઓળખાણ દ્વારા હથેલીમાં કેવળજ્ઞાન બતાવનારાઓનું પ્રમાણ વધી રહેલું દેખાય છે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy