SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૧૪૧ તેમાં એક ભેળવતાં ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત” થાય. ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતામાં એક ભેળવીએ ત્યારે “જઘન્ય અસંખ્યાત અસંખ્યાત” થાય. તેનો અન્યોન્ય અભ્યાસ કરવો. તેમાંથી બે કાઢતાં ત્યાં સુધી “મધ્યમ અસંખ્યાત અસંખ્યાત થાય. તેમાં એક ભળે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત થાય છે. મતાંતર પ્રમાણે તો ઘણા આચાર્ય વળી ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતાનું સ્વરૂપ આમ કહે છે–જેમ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતાની રાશિનો વર્ગ કરીએ, પછી તે વર્ગિત રાશિના વળી વર્ગ કરીએ, પછી વળી વર્ગરાશિના વર્ગ કરીએ એમ ત્રણ વાર કરીને તેમાં દસ બોલ અસંખ્યાતાના ભેળવીએ તે કયા? (૧) લોકાકાશના પ્રદેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૪) એક જીવના પ્રદેશ, (૫) સૂક્ષ્મ બાદર અનંતકાય વનસ્પતિનાં ઔદારિક શરીર, (૬) અનંત કાયના શરીર વર્જીને શેષ પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને ત્રસકાય આ બધાનાં શરીર, (૭) સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાય તે પણ અસંખ્યાતા, (૮) અનુભાગબંધના અધ્યવસાય, (૯) યોગચ્છેદ પ્રતિભાગ, (૧૦) ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળના સમય, એમ ૧૦ બોલ પૂર્વોક્ત ત્રિવર્ગિત રાશિમાં પ્રક્ષેપીને પાછા સર્વ રાશિનો ત્રણ વાર વર્ગ કરીએ, જે રાશિ થાય તેમાંથી એક કાઢતાં ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતા થાય. (૬૧) મધ્યમ અસંખ્યાત અસંખ્યાતમાં જે પદાર્થ છે તેનું યંત્રદ્રવ્યથી ૧ | બાદર પર્યાપ્ત તેજસ્કાયથી લઈને સર્વ નિગોદના શરીરપર્યત એ સર્વ મધ્યમ અસંખ્યાત અસંખ્યાત. ક્ષેત્રથી ૨ સૂક્ષ્મ અપર્યાપ્ત જીવના ત્રીજા સમયની અવગાહના જેટલા ક્ષેત્રમાં થાય, ત્યાંથી લઈને પરમ અવધિજ્ઞાનનું ક્ષેત્ર મધ્યમ અસંખ્યાતઅસંખ્યાત જાણવા, અહીં પ્રદેશ આશ્રયી જાણવા. કાલથી ૩ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમયથી લઈને ૪ સ્થાવર વનસ્પતિ વિનાની કાયસ્થિતિના સમય એ સર્વ મધ્યમ અસંખ્ય અસંખ્ય જાણવા. ભાવથી ૪ સૂમ નિગોદના જીવના યોગસ્થાનથી લઈને સંજ્ઞી પર્યાપ્તના અનુભાગબંધના અધ્યવસાયના સ્થાનક એ સર્વ મધ્યમ અસંખ્યાત અસંખ્યાત, ઇતિ નવ બોલ અસંખ્યાતના જાણવા. | ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક ભેળવીએ ત્યારે “જઘન્ય પરિત્ત અનંતા થાય, તેનો પૂર્વવત્ અન્યોન્ય અભ્યાસ કરવો. તેમાંથી બે કાઢીએ ત્યાં સુધી “મધ્યમ પરિત્ત અનંતા” થાય. તેમાં એક ભેળવીએ, ત્યારે ઉત્કૃષ્ટ પરિત્ત અનંતા થાય. ઉત્કૃષ્ટ પરિત્ત અનંતામાં એક ભેળવીએ ત્યારે “જઘન્ય યુક્ત અનંતા થાય, અભવ્ય જીવ એટલા છે, તેનો પૂર્વવતુ અન્યોન્ય અભ્યાસ કરવો, તેમાંથી બે કાઢતાં ત્યાં સુધી મધ્યમ યુક્ત અનંતા થાય. તેમાં એક ભેળવીએ ત્યારે ‘ઉત્કૃષ્ટ યુક્ત અનંતા થાય, તેમાં એક ભળતાં “જઘન્ય અનંત અનંતા થાય. એનાથી આગળ સર્વ “મધ્યમ અનંત અનંતા જાણવા. ઉત્કૃષ્ટ અનંત અનંતા નથી. ઘણાં આચાર્ય વળી એમ જણાવે છે. જઘન્ય અનંત અનંતાનો પૂર્વની જેમ ત્રણવાર વર્ગ
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy