SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જન્મ જરા મરણ ચોંટ્યા તે ધ્યાનમાં કેમ નથી આવતું ? સિધ્ધ મહારાજાને શરીર મન વચન આયુષ્યાદિ નથી, પણ તેમના ગુણની સ્થિતિ : ત્રણ લોકમાં જન્માદિનો સદાને માટે બહિષ્કાર કરનાર માત્ર સિધ્ધ મહારાજા છે. એટલું જ નહીં પણ હંમેશની ઉત્તમ સ્થિતિ જેણે રજીસ્ટર કરી છે, આત્માની પૂર્ણતાની સ્થિતિ પ્રકટ કરી છે, આ નમસ્કાર એમના ગુણવત્તા દ્વારા ગુણવાન છે તેથી નમસ્કાર. તેમ ઉપગા૨ીપણાથી પણ નમસ્કાર બેવડો અધિકાર. સિધ્ધ મહારાજા અધિક ગુણવાન. સિધ્ધની સ્તુતિ ગુણોથી છે. અરિહંત મહારાજા ચાર કર્મ સહિત છે, પાંજરામાં પૂરાયેલ છે, કાયાની કેદમાં પૂરયેલા છે. પેલા છૂટેલા છે, જ્યોતિ સ્વરૂપ થઇ ગયેલા છે. છતાં પ્રથમ ‘નમો અરિહંતાણં’ કેમ ? શાહુકારી નાણાંને અંગે હોય. વહીવટને અંગે હોય તો બે ઉપર ખ્યાલ રખાય. જાડો -પાતળો-કાળો-ગોરો શાહુકાર છે તે ઉપર આધાર ન રહે. આત્માના ગુણો ચાહે સિધ્ધમાં, ચાહે અરિહંતમાં તેમાં કોઇ જાતનો ફરક નથી. જેવું સિધ્ધ મહારાજાનું કેવળજ્ઞાન, દર્શન, વીતરાગતા, અનંત વીર્ય છે તેવું જ અરિહંતમાં આત્માના ગુણોની અપેક્ષાએ ફરક નથી. પણ કાયાધારી છે. કાયા સહિત તે અરિહંત. ગુણવાન હોવા સાથે ઉપગારી છે. સિધ્ધ ગુણવાન છે. અરિહંતનો ઉપગાર શો ? પોતે જગતથી નિરાળા. નાગો ન્હાય શું ને નિચોવે શું ? તેમ સર્વ દુનિયાનો ત્યાગ કરી વીતરાગ બનેલા ઉપગાર કર્યા કરવાના. સમ્યક્ત્વ મિથ્યાત્વની જડ અહીં આવે છે. અરિહંત મહારાજાનો ઉપગાર આત્માની રિધ્ધિ દેવા તરીકેનો માને તે સમકિતી. બાહ્ય પુદ્ગલ દેવા તરીકે ઉપગા૨ માને તે મિથ્યાત્વી. આ ખ્યાલ રહેશે ત્યારે અભવ્યો નવ ત્રૈવેયક મળે તેવું ચારિત્ર પાળે છે. તેઓ સડકે ચઢ્યા નથી. જિનેશ્વરે આત્મગુણો પ્રગટાવવા તીર્થ સ્થાપ્યું છે. તે અભવ્યો હજુ સડક પામ્યા નથી. દેવલોક મળે, રાજા થાઉં. સમ્યક્ત્વવાળા બાહ્ય પુદ્ગલ છાંડવા લાયક માને. એમની પાસેથી આત્માના ગુણો પ્રગટાવવાની જ આશા રખાય. બાહ્ય વસ્તુ માટે ધર્મ કરનારને પરિણામે શું આવશે ? લાલચે સેવા કરનારો, લાલચ બીજી મળે તો ગળું કાપે. નિઃસ્વાર્થ સેવા કરનારો નિમક હલાલ નીવડે. લાલચે સેવા કરનારો સેવક બને ને ઘાતક બને. લાલચે સેવા કરનારો વેશ્યા જેવો. વધારે ધન મળે તો પહેલાને ધક્કો મારે. તેમ જ્યાં સુધી ધરમથી મળે ત્યાં સુધી ધરમ. ધરમ કરતાં અહીં વધારે મળે છે તો ધરમને લાત મારે. ૧૦
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy