SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ્ધનું સ્વરૂપ નમો સિદ્ધાણં' કરીએ છીએ. શરીર અને મન વગરના તેમજ આયુષ્ય નથી તેમને નમસ્કાર શા મુદાનો? સિધ્ધને નમસ્કાર કરવાનું પ્રયોજન એટલું જ કે અમે તે સ્મરણ કરાવીએ છીએ તે એક જ મુદ્દાથીઃ શાશ્વતકાળ સર્વકાળે ઊંચાને ઊંચા પદમાં રહેવાવાળા, ઊંચ પદમાંથી નહીં પડવાવાળા એવા જીવો જો કોઈ હોય તો માત્ર સિધ્ધ મહારાજા. જેની ડિગ્રી કોઈ કાળે ઘટતી નથી. કોઈ દહાડો મરણ પામવાના નહીં. જે આત્માએ સંપૂર્ણ વિકાસ સાધી લીધો છે, જયારથી કૈવલ્યની ઉત્પત્તિ કરી છે ત્યારથી કદી પણ ઓછી થવાની નહીં, એવું સ્થાન કેવળ સિધ્ધ મહારાજનું. જ્યાં સર્વ ગુણ સંપૂર્ણ પણે હોય, તે સ્થિતિ હંમેશા ટકતી હોય છે, વીતરાગતા, અનંત સુખ, વિર્ય હંમેશા ટકે તેવું સ્થાન બીજું ચૌદ રાજલોકમાં એકેય નથી. ભવાભિનંદીના વિચારો નાના બચ્ચાંને આબરૂ સમજાવવી મુશ્કેલ છે. પ્રતિષ્ઠામાન માણસથી પણ આબરૂ વિશે બાળકને ન સમજાવી શકાય. તેથી જગતમાં આબરૂ જેવી કોઈ ચીજ નથી એમ ન મનાય. આબરૂ ચીજ છે પણ છોકરો અંશે પણ આબરૂ વિષય ન સમજી શકે. એ ખાવાપીવાનું કે લુગડામાં સમજે, તેમ જગતના જીવો ખાવા પીવામાં સમજેલા છે. બાપા પૂછે છોકરાને : આબરૂ મીઠી કે ખારી? તો છોકરો કહી દે કરવી શું આબરૂને? ન રમવાના કામની, ન ખાવા પીવા ઓઢવાના કામમાં આવે. તેથી તે નકામી છે. તેમ આપણે પણ મોક્ષમાં ખાવા પીવા હરવા ફરવાનું નથી. જેમ છોકરો આબરૂને અંગે બોલે તે જ પ્રમાણે આપણે સિધ્ધપણામાં બોલીએ છીએ. જેમ નાનું બચ્ચું આબરૂમાં તત્ત્વ ન સમજે એમ ભવાભિનંદી ઇંદ્રિયારામી પગલાનંદી જીવો કહે છે કે મોક્ષમાં ખાવા પીવા હરવા ફરવાનું નથી તો એ મોક્ષ શા કામનો ? સમજવાની તાકાત જોઈએ. શું ચીજ છે? સિધ્ધને નમસ્કાર સ્તુતિ કયા મુદાથી કરીએ છીએ તે ધ્યાનમાં લો. જન્મ જરા મરણ આ દુઃખોનો સર્વથા બહિષ્કાર કરનાર વર્ગ માત્ર સિધ્ધ મહારાજા છે. દસાડા દરબારમાં જાણી જોઈને પત્રકમાં નામ દાખલ કર્યું. મિત્રની માવજત સ્વતંત્ર રહે. દરબારને સીધા દેવા સિપાઈ જાય. આપણે ત્યાં કેમ સીધા નથી આવતા? દસાડા દફતરમાં નથી તો દાખલ કરી ઘો. દાખલ કર્યું. રાજા હતા તેમાંથી ઠાકુર થયા. એમ આપણને જન્મ જરા મસ્તના દરમાં દાખલ થવું ગમે છે, ઠાકુરપણામાં ગમે છે. રાજાપણામાં ગમતું નથી.દફતરમાં દાખલ થયા પછી વરસોવરસ કર-ટેકસ ભરવો પડશે અને ચાકરી ઉઠાવવી પડશે. આપણને ખાવા પીવાનો રસ આવ્યો. ) Cures usual
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy