SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય કવિસભાશૃંગાર મહાકવિશ્રી આસડકૃત વિવેકમંજરી ગ્રંથનું પ્રકાશન કરતા અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. છેલ્લા કેટલાંય વર્ષોથી આ ગ્રંથ અપ્રાપ્ય હતો તેથી જ અલ્પ પરિચિત બની ગયો હતો. પ્રાકૃતપદ્યમય આ ગ્રંથ ઉપર વાદેવી પ્રતિપક્ષસૂનુ આચાર્યશ્રી બાલચંદ્રસૂરિ (સં. ૧૨૭૭) એ સંસ્કૃત ભાષામાં વૃત્તિ રચી છે. આ વૃત્તિ સહિત મૂળ ગ્રંથ અહીં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. કવિસભાશૃંગાર મહાકવિ આસડ (સં.૧૨૪૮) જૈન શ્રાવક હતા. તેમણે કલિકાલ ગૌતમ આચાર્યદેવશ્રી અભયદેવસૂરિ પાસેથી જૈન સિદ્ધાન્તનો સાર પ્રાપ્ત કર્યો હતો. તેમનો વિદ્વાન પુત્ર રાજડ યુવાવસ્થામાં જ મૃત્યુ પામ્યો હતો અને તેથી આસડ કવિને આઘાત લાગ્યો હતો. તે સમયે આચાર્યશ્રી અભયદેવસૂરિએ બોધ આપી શોકમુક્ત કર્યો હતો. કવિ આસડે પોતાના ગુરુના બોધવાક્યોમાંથી જ આ ગ્રંથની રચના કરી છે. કવિએ વિવેકમંજરી ગ્રંથના આરંભમાં જ ગ્રંથના નામની અને વિષયની મહત્તા દર્શાવી છે. વિવેક ઉત્તમચક્ષુ સમાન અને અકારણબંધુ સમાન છે. આ વિવેકનું ભૂષણ મનશુદ્ધિ છે. મનશુદ્ધિ વગર વિવેકનો કોઈ અર્થ સરતો નથી. વળી જેમ વૃક્ષ ઉપર મંજરી આવતા જ વૃક્ષની શોભા ખીલી ઊઠે છે અને તે મંજરી ભવિષ્યમાં ઉત્તમ ફળ આપનારી બને છે તેવી જ રીતે વિવેકરૂપી વૃક્ષ ઉપર મનશુદ્ધિ મંજરી સમાન છે. આ મનશુદ્ધિ સ્વર્ગ અને મોક્ષરૂપી ઉત્તમ ફળ આપે છે. જેમણે મનશુદ્ધિ કરી છે તે ઉત્તમ બોધિ પ્રાપ્ત કરે છે. મનશુદ્ધિ ઉત્તમ ફળ આપનાર વિવેકવૃક્ષની મંજરી સમાન છે. આવી મનશુદ્ધિની પ્રાપ્તિ મુખ્યત્વે ચાર કારણોથી થાય છે. (૧) ચારના શરણનો સ્વીકાર, (૨) ગુણોની અનુમોદના (૩) દુષ્કૃતની ગર્હ અને (૪) ભાવના. આ ચારેય કારણોનું વિસ્તારથી વિવેચન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિમાં કારણભૂત તત્ત્વોનું સુંદર વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. સરળ પ્રાકૃત પદ્યમાં આ તત્ત્વોનું ગુંફન કરવામાં આવ્યું છે અને આચાર્ય
SR No.022280
Book TitleVivek Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorChandranbalashreeji, Pandit Hargovinddas
PublisherJain Vividh Sahitya Shastramala
Publication Year2010
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy