SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] [ संपादकीय સુદર્શનશ્રેષ્ઠી કથા, (૧૫) દશાર્ણભદ્ર કથા, (૧૬) પ્રસન્નચંદ્રરાજર્ષિ કથા, (૧૭) કુરગડ્ડમુનિ કથા, (૧૮) અભયકુમાર કથા, (૧૯) જંબૂસ્વામી કથા, (૨૦) વિષ્ણુકુમાર કથા, (૨૧) અન્નિકાપુત્ર કથા, (૨૨) અતિમુક્તક કથા, (૨૩) નાગદત્ત કથા, (૨૪) શય્યભવસૂરિ કથા, (૨૫) માષતુષમુનિ કથા, (૨૬) કેશીગણધર કથા, (૨૭) ઇલાતીપુત્ર કથા, (૨૮) મેષકુમા૨ કથા, (૨૯) પુંડરીક કથા, (૩૦) નંદિષણ કથા, (૩૧) કરઠંડુ કથા, (૩૨) કૂર્મપુત્ર કથા, (૩૩) સીતાદેવી કથા, (૩૪) રાજીમતી કથા, (૩૫) મદનરેખા કથા, (૩૬) દવદંતી કથા, (૩૭) વિલાસવતી કથા, (૩૮) અંજનાસુંદરી કથા, (૩૯) નર્મદાસુંદરી કથા, (૪૦) કલાવતી કથા, (૪૧) સુભદ્રા કથા, (૪૨) ઋષિદત્તા કથા, (૪૩) મૃગાવતી કથા. પરમપૂજ્ય આચાર્યભગવંત બાલચંદ્રસૂરિ મહારાજનો તથા આસડકવિનો પરિચય વગેરે ભાગ-૧માં પંડિત હરગોવિંદદાસની સંસ્કૃત પ્રસ્તાવના અને સંપાદકીય લખાણમાં આપવામાં આવેલ છે. પૂર્વ સંપાદન અંગે ઃ સટીક આ ગ્રંથ પંડિત હીરાલાલ હંસરાજે-જામનગરમાં પ્રકાશિત કરેલ, પરંતુ તેમાં મૂલગ્રંથાંશનો અમુક ભાગ ટીકામાં રહી ગયેલો. તેથી આ ગ્રંથના પુનર્મુદ્રણ માટે જૈનાચાર્યશ્રી વીરસૂરીશ્વરજી મહારાજસાહેબે ગુર્જર દેશાન્તર્ગત રાજધન્યપુરમાં રહેતા શ્રેષ્ઠિ ત્રિકમચંદ્રના પુત્ર કલિકાતા વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત-પ્રાકૃત અધ્યાપક ન્યાયવ્યાકરણતીર્થ પદવીથી વિભૂષિત પંડિત હરગોવિંદદાસને પ્રોત્સાહિત કર્યા અને તેમણે છ આદર્શ પ્રતોની સહાયથી આ ગ્રંથનું સંશોધન કરી સંસ્કૃત છાયાથી વિભૂષિત કરી આ ગ્રંથ ફરી તૈયા૨ કર્યો અને જૈન વિવિધસાહિત્ય શાસ્ત્રમાલા'ના ૯મા ગ્રંથાંક તરીકે વિ.સં.૧૯૭પ, વી.સં. ૨૪૪૫માં આ ગ્રંથ પ્રતાકારે બે ભાગમાં પ્રકાશિત થયેલ છે. નવીનસંસ્કરણ સંપાદન અંગે ઃ આજથી લગભગ ૯૦ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ આ ગ્રંથની આવૃત્તિ જીર્ણપ્રાયઃ થયેલ હોવાથી અને પ્રતાકારે મુદ્રિત થયેલ ગ્રંથમાં ઘણા નાના અક્ષરો હોવાથી સુવાચ્ય અક્ષરોમાં આ ગ્રંથનું પુનર્મુદ્રણ થાય તો સમાધિ માટે અને આત્મસાધના માટે અતિઉપયોગી આ ગ્રંથ હોવાથી અનેકોને વાંચવા માટે ઉપયોગી બને. આવી ઉત્તમ ભાવના લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના નિયામકશ્રી જિતેન્દ્રભાઈ શાહના મનમાં
SR No.022280
Book TitleVivek Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorChandranbalashreeji, Pandit Hargovinddas
PublisherJain Vividh Sahitya Shastramala
Publication Year2010
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy