SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 11 હતી. પરમતારકશ્રીજી પ્રત્યેની નિર્મળ ભક્તિથી પ્રેરાઈને તેઓશ્રીનાં સામ્રાજ્યવર્તિની પૂ.પ્રવર્તિની સા. શ્રીદર્શનશ્રીજીમહારાજનાં શિષ્યરત્ના વિદુષી સા. શ્રીત્રિલોચનાશ્રીજીમહારાજનાં પરિવારવર્તી સ્થવિરા સાધ્વીજી શ્રી જયમાલાશ્રીજીમહારાજનાં સાંનિધ્યવર્તી વિદુષી સાધ્વીજી મહારાજે આ કાર્યને પૂરા ઉત્સાહથી ઉપાડી લીધું અને પૂરા એક વર્ષ સુધી સતત, સખત અને સમ્યફ સંપ્રયત્ન આદરી આ મહાન ગ્રંથને પ્રકાશના બનાવવામાં તેમણે મુખ્ય ફાળો આપ્યો છે, જે અનુમોદનીય અને આવકાર્ય છે. આ સંશોધનકાર્યમાં છંદ-કાવ્યાદિ સંબંધિ ત્રુટિઓ પ્રસંગે તપાગચ્છાધિરાજ પરમગુરુદેવશ્રીજીના શિષ્યરત્ન કવિહૃદય મુનિવર શ્રીમોક્ષરતિવિજયજી મહારાજે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આધ્યાત્મિક પ્રવચનકાર આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરિજી મહારાજના શિષ્યરત્ન વિદ્વાન મુનિવરશ્રી શ્રુતતિલકવિજયજી મહારાજે ગ્રંથ જોતાં જ પ્રગટેલ ગ્રંથાનુરાગથી પૂફસંશોધનાદિથી લઈને પાઠનિર્ધારણાદિમાં અનેકવાર અમૂલ્ય યોગદાન આપ્યું છે, એટલું જ નહિ અત્યંત સરળ છતાં રસાળ સંસ્કૃતમાં ગ્રંથ અને ગ્રંથકારનો પરિચય તેમજ ગ્રંથગત કેટલીક વિશિષ્ટતાઓનું ધ્યાન આપતી પ્રસ્તાવના આલેખી આ કામને શોભાવ્યું છે. વચનસિદ્ધ, પરમતપોનિધિ પૂ.આ.શ્રીવિજય સિદ્ધિસૂરીશ્વરજીમહારાજાના સમુદાયવર્તી વિદુષી સાધ્વીજી લલિતપ્રભાશ્રીજી મહારાજે પણ આ કાર્યમાં પોતાનો અમૂલ્ય સમય આપી સહયોગ આપ્યો છે. વિદુષીરત્ના સાધ્વીજી ચંદનબાળાશ્રીજી મહારાજે આ બધું કાર્ય થયા પછી ફરી આદિથી અંત સુધી ગ્રંથનું પૂફવાંચનાદિ કરી શુદ્ધિકરણ કરી આપ્યું અને પરિશિષ્ટો વગેરે તૈયાર કર્યા - કરાવ્યાં છે. આ રીતે પ્રારંભથી અંત સુધીના પ્રત્યેક તબક્કે આ સંશોધન-સંપાદનપ્રકાશનના વિવિધ પાસાંઓને ચમકદાર બનાવવામાં તેઓ પૂર્ણરૂપેણ સહાયક બન્યાં છે. તે સર્વેની શ્રુતભક્તિની હું ખરા. હૃદયથી અનુમોદના કરું છું. પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીજીના દીક્ષાસ્વીકારક્ષણની શતાબ્દીના વર્ષારંભે દઢ પાયે પ્રકાશનનું પ્રણિધાન પામેલ આ ગ્રંથરત્ન પૂરા વર્ષભર આ કાર્ય સાથે સંકળાયેલ મારા સમેત પ્રત્યેક સાધુ-સાધ્વીવૃંદના હૈયામાં ઉછળતા સંવેગનિર્વેદના ભાવો જન્માવ્યા છે. તે બદલ મૂળગ્રંથકારપરમર્ષિ તેમજ વૃત્તિકારમહર્ષિનો કેટલો ઉપકાર માનીએ ! આ વૃત્તિગ્રંથના સંશોધન-સંપાદનાદિમાં વિવિધ રીતે સહભાગી બનનાર દરેકે તેના વાચન-સંપાદનાદિ કામમાં અપૂર્વ ભાવો અનુભવ્યા છે, અપાર તાત્ત્વિક આનંદ અનુભવ્યો છે, આ ગ્રંથના સંશોધન-સંપાદનકાર્યમાં સતત એક વર્ષ સુધી પૂરી દક્ષતાથી વ્યગ્ર રહી મૃતોપાસનાજન્ય અનન્ય આનંદાનુભૂતિ કરનાર એ સાધ્વીજી મહારાજે મને લખ્યું છે કે, “આ ગ્રંથનું કાર્ય કરવાનો લાભ આપી આપશ્રીએ મારા-અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, કેમકે, આ ગ્રંથનું કાર્ય કરતી વખતે જે સંવેદનો સ્પર્યા છે, જે આનંદ અનુભવાયો છે, વીતરાગપરમાત્મા તેમજ પ્રભુના શાસન પ્રત્યે જે અહોભાવ પ્રગટ્યો છે...એના કારણે મારા-અમારા કેટલાય ચીકણાં કર્મ તૂટ્યાં હોય - તેવી સાક્ષાત્ પ્રતીતિ થઈ છે. તે બધાનું નિમિત્ત પરમાતારકશ્રીજીની દીક્ષાશતાબ્દી અને આપશ્રીજી છો ! આ કાર્ય આપે આપ્યું તે બદલ હું આપશ્રીની ઋણી છું. આ રીતની હૃતોપાસના કરવાનું સૌભાગ્ય મળ્યું તે બદલ જાતને ધન્ય માનું છું. આ બધા જ ભાવો શુદ્ધ અને નિર્મળ અનુભવ્યા છે. આ ગ્રંથમાં મારું ક્યાંય નામ ન આવે તેવી આપશ્રીને ખાસ વિનંતિ છે, જેથી માન કષાયના પોષણ દ્વારા મારા નિર્મળ ભાવો કલુષિત ન થાય. જ્યારથી દીક્ષા લીધી ત્યારથી હું જિનશાસનને અને જિનશાસનના સૂરિવરોને સમર્પિત છું તો પછી મારા નામને છાપવાનો અવકાશ જ કયાં રહે ? આપશ્રીને અતિ વિનમ્ર કાકલૂદીભરી વિનંતિ કરું છું કે મારી આ ભાવના જળવાય. મારા હિત માટે શ્રુતની ઉપાસના દ્વારા શાસનસેવા થાય તેવું કાર્ય સોંપી કૃપાદૃષ્ટિમાં વધારો કરશોજી. મારા ગુરુભગવંતો પણ આ જ ભાવના ધરાવે છે જી.” આ ગ્રંથરત્નના સ્વાધ્યાયાદિથી ચતુર્વિધ શ્રીસંઘ પણ એવા જ અનુપમ આનંદને અનુભવશે - એવો વિશ્વાસ છે. “ઉપદેશમાળા-કણિકા'ના સંશોધન-સંપાદન-પ્રકાશનાદિ કાર્યમાં છદ્મસ્થતાવશ જિનાજ્ઞાથી વિપરીત તથા મૂળ ગ્રંથકાર પરમર્ષિ અને કે વૃત્તિકાર મહર્ષિના આશયવિરુદ્ધ કોઈ પણ અક્ષરવિન્યાસ થયો હોય તો તે અંગે ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ આપવા સાથે બહુશ્રતોને વિનંતિ કે આ અંગે જે પણ ત્રુટિઓ જણાય તે અવશ્ય જણાવે જેથી ભાવી પ્રકાશનોમાં એનું નિવારણ થઈ શકે.
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy