SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ lo આવ્યા. એમાં અમુક સમય માટે તેમને પંડિત શ્રી અમૃતભાઈ પટેલનો પણ સહયોગ સાંપડ્યો. આમ છતાં કાર્ય નાનું-સૂનું ન હતું, મળેલી પ્રતિઓમાં અશુદ્ધિઓ ઢગલાબંધ હતી, સમય લંબાતો ગયો, ફરી બીજી પ્રતિઓ માટે તપાસ કરાવતાં કેટલીક શુદ્ધપ્રાયઃ પ્રતિઓની પણ પ્રાપ્તિ થઈ તેથી ફરીથી એકડે એકથી બધા જ પાઠોનું સંકલન, શુદ્ધિકરણ, પાઠાંતર પૃથક્કરણ, ટિપ્પણાંકન અને પાઠનિર્ણયાદિ કાર્ય શરૂ થયું. સંયોગવશ એ કાર્ય વળી પાછું અટકી ગયું. તેમનું સ્વાથ્ય સારું ન હોવાના કારણે અને વચ્ચે વચ્ચે અન્યગ્રંથોના સંપાદનાદિ કાર્યને લઈને ય કામમાં રુકાવટ આવી. ઉપદેશમાળા ઉપર પ્રવચનો : વિ.સં. ૨૦૬૫ની સાલમાં મારા પરમોપકારી પિતા ગુરુવર વર્ધમાનતપોનિધિ પૂ.આ.શ્રીવિજયગુણયશસૂરીશ્વરજી મહારાજાની શુભનિશ્રામાં મુંબઈ-લાલબાગ-શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝ સંઘના આંગણે ચાતુર્માસ થયું. તેઓશ્રીનું એ અંતિમ ચાતુર્માસ થયું. ત્યારે ચાતુર્માસિક દૈનિક પ્રવચનો આ જ “ઉપદેશમાળા' મહાગ્રંથ ઉપર કરવાનાં થયાં. રોજ પ્રવચન કરવા નીચે જતો ત્યારે તેઓશ્રીના ખોળામાં માથું મૂકી આજ્ઞા-આશિષ લઈને જતો. તેઓશ્રી કહેતા કે હું પણ આવું.' સ્વાથ્ય પ્રતિકૂળ હોવાથી ચિકિત્સકોની સૂચના મુજબ મારે ના કહેવી પડતી. પ્રવચનમાં અપૂર્વ સંવેગ-નિર્વેદના ભાવો પ્રગટતા. મારા દિવસ-રાત એ ભાવોને અનુભવવામાં પસાર થતા. પ્રવચન સાંભળનારાને પણ આનંદાનુભૂતિ થતી. પ્રવચન પૂર્ણ કર્યા બાદ પાછા તેઓશ્રીના ખોળામાં માથું મૂકીને નિવેદન કરવાનો મારો ક્રમ રહેતો. હું આવું તે પહેલાં અન્ય મુનિવરો અને શ્રાવકોના મુખે તે દિવસનો વ્યાખ્યાન-વિષયાદિ જાણીને તેઓ પ્રમુદિત બનેલા રહેતા. મને લખીને પૂછતા...આજે શું વિષય આવ્યો ? હું ટૂંકમાં પદાર્થ કહેતો. તેઓ ગદ્ગદ્ બની જતા તે હું રોજ અનુભવતો. - આસો વદ ૪ના દિવસે પણ ઉપર વર્ણવેલી દિનચર્યા કાયમ રહી. તે દિવસે યોગાનુયોગે વ્યાખ્યાનવિષયક ગાથા આવી : “સે થના તે સદ્ધિ, તેજસ નમો ને અવનપરિયા | धीरा वयमसिधारं, चरंति, जह थूलभद्दमुणी ॥५९॥" ‘તેઓ ધન્ય છે, તેઓ સાધુપુરષો છે, તેઓને નમશ્નર થાઓ ! કે જે ધીર સાધુઓ સ્થૂલભદ્રમુનિની જેમ અકર્યથી દૂર રહીને તલવારની ધાર ઉપર ચાલવા સમાન વ્રતને અખંડ પાળે છે.’ “વિકસિવંગરીમ , નો સિપંની તિવધિ . सिंहा व पंजरगया, वसंति तवपंजरे साहू ॥६०॥" આ જગતમાં, પાંજરામાં પુરાયેલા સિંહો જેમ તીક્ષ્ણ એવા તલવારના પાંજરાથી ભયભીત બનીને લોઢાના સુરક્ષિત પાંજરામાં પુરાઈને જીવંત રહે છે, તેમ વિષયોરૂપી તલવારોથી બનેલા તીક્ષ્ણ પાંજરાથી ભીતિ પામેલા સાધુઓ તપોનુષ્ઠાનરૂપી પાંજરામાં પુરાયેલા રહી આત્માને સુરક્ષિત ક્રે છે.' તેઓશ્રીના જીવનમાં આ ઉપદેશમાળા પૂરેપૂરી ચરિતાર્થ થતી મેં જોઈ છે. એના પપદથી તેઓશ્રીનો અંતરાત્મા પળેપળ ભાવિત બનેલો હતો. હાથમાંનું સમ્યગ્દર્શન પુસ્તક મને બતાવીને કહ્યું કે “આમાં આ જ વાતો છે, મને ઘણો સંતોષ છે.' ત્યારબાદ અચાનક જ પરિસ્થિતિએ પલટો લીધો અને ચતુર્વિધ શ્રીસંઘની સમુપસ્થિતિમાં “અરિહંતે સરણે પવામિ'ના શ્રવણ-ઉચ્ચારણપૂર્વક પરમસમાધિભાવમાં લીન બની બપોરે ૩-૦૦ વાગે તેઓશ્રી પરમપદને પામવા પરલોકના પંથે પ્રયાણ કરી ગયા. ઉપદેશમાળાનો સ્વાધ્યાય આ રીત પણ મને ઉપકારક બન્યો. આવી તો અનેક ટંકશાળી ગાથાઓ આ ગ્રંથરત્નમાં ઉપલબ્ધ થાય છે, તેથી મનમાં સતત ભાવના રહ્યા કરતી કે પ્રારંભેલું આ કાર્ય જલ્દી પરિપૂર્ણ થાય તો સારું, એમાં દીપકમાં સ્નેહ રેડવારૂપે નિમિત્ત મળ્યું “દીક્ષાયુગપ્રવર્તક શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી’નું. પાલિતાણાના ચાતુર્માસ દરમ્યાન (વિ.સં. ૨૦૬૭) દીક્ષાશતાબ્દીની વાર્ષિક ઉજવણીના વિવિધ આયોજનો અંગે ચતુર્વિધ શ્રીસંઘને માર્ગદર્શન અપાયું. દીક્ષાશતાબ્દીનો પ્રારંભ મહોત્સવ પણ અનુપમ રીતે ઉજવાયો. ત્યારે વિવિધ શ્રાવક-શ્રાવિકાવર્ગે જેમ દ્રવ્યાનુષ્ઠાનોના અભિગ્રહો કર્યા હતા, તેમ શ્રમણ-શ્રમણીવર્ગે ભાવાનુષ્ઠાનોના અભિગ્રહો ધાર્યા હતા. તે વખતે આદર્યા અધૂરાં રહેલાં કેટલાક કાર્યોમાંના એક - ઉપદેશમાળા-કર્ણિકાના સંશોધનાદિ માટે મેં પ્રેરણા કરી
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy