SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. પણ કામગની વાસનાના વિષય-કીચ્ચડમાં ફસાતાં અનુક્રમે સાતમી સુધી પહોંચવું પડયું; માટેજ કામ-ભોગની વિષયવાસનાઓ અતિ ભયંકર છે, એ વિવેકિયાએ સમજવું જરૂરીનું છે. ૫૫. ચક્રવતિઓના અને લયનાથ-તીર્થકરોના રાજમંદિરમાં પણ રત્નજડિત સુવર્ણાલંકા દિને નિર્માલ્ય-કરમાયેલ પુષ્પમાળાની જેમ અવગણીને ફેંકી દેવાતાં નહેતાં, પરંતુ અચિજ્યભેગ-સાધન-સામગ્રી-સંપન્ન–શ્રીશાલિભદ્રકુમારને ત્યાં દિન-પ્રતિદિન રત્ન-સુવર્ણલંકારોને, અને દેવદૂષ્યાદિવસોને નિર્માલ્ય ગણીને ફેંકી દેવાતાં હતાં; એ સત્પાત્રદાનનું અખંડ પુણ્ય પળ છે, છતાં આ ભેગી ભેગને રેગ ગણને સયમ લેવા ઉજમાળ થાય છે. પ૬૬. ‘લેનાર માસખમણના મુનિવર પ્રાપ્ત થાય, દેવાને સુઅવસર પ્રાપ્ત થાય, દેવાયેગ્ય ક્ષીર, ખાંડ, વૃતાદિ જોગવાઈ પણ નિર્દોષ પ્રાપ્ત થાય; છતાં દેવોના અવસરમાં ચિત્તની અનુકૂળતા શ્રીશાલિભદ્રને અનુસરતી થવી એજ યથાર્થ દાનફળ પ્રાપ્તિની આકરી કસોટી છે. પ૬૭. ધીર-પુરૂએ કરેલી વાર્તા શ્રવણ કરીને વ્રત લેવાના પરિણામ થવા, અને વ્રત લેવા ઉદ્યમવંત થવાની સાથે વ્રત લેવાં જતાં જતાં પાછાં પગલાં ભરવાં, અને અવિરતિની આંધીમાં અટવાઈ જવું એ અવસત્તશાલિ-જીની નિપુણ્યકશાનું પ્રગટ-પ્રદર્શન છે. પ૬૮. “શાલિભદ્રની અદ્ધિ ” એ પંકિતસ્થ–શબ્દોને પ્રેમપૂર્વક લખનારા-પુણ્યાત્માઓને પણ શાલિભદ્રના વૈરાગ્યની અને વિવેકની આછી ઝાંખી જીવનના અંત સુધી સમજાતી નથી, એજ ખેદને, વિષય છે. ૫૬૯, શાલિભદ્રને કાયર કહેનાર ધન્યકુમારને પિતાની સ્ત્રીઓના હિતકર વચન સંભળાય છે, ત્યારે સંયમ માર્ગેકૂચ કરે છે. ખરેખર ! જેઓને ગૃડ મંદિરમાં પતિ હિતકરણેકબદ્ધકક્ષ-પરાયણ પતિવ્રતાઓ છે, કે જેઓ અવસરે પતિઓને સન્માર્ગે પ્રેરે છે; તેઓના ગૃહ-મંદિર સ્વર્ગલેકથી પણ અધિક છે. પ૭૦. પરોપદેશ દેવામાં કુશળ ઉપદેશકોને ધન્યકુમારના સંયમ માર્ગની કૂચે એ “રહેણી-કહે ણીના રસમય માર્ગની પ્રેરક છે માટે તે પ્રસંગનું પરિશીલન કરો. પ૭૧. પ્રવેદ-મલ-કીચ્ચડથી મલીન થયેલાં વસ્ત્રો ઉપર શુશોભિત સુંદર રંગ અને ચિત્ત આલ્હાદક-ચિત્રો ઓપી નીકળતાં જ નથી, તેવી રીતે શાસનમાન્ય-વ્યવહારથી વિરૂદ્ધ હિન-વ્યવહારમાં વર્તતા વિરતિવંત-ઉના સંયમાદિ શુભ કરણીઓ પણ શોભી શકતી જ નથી; અર્થાત્ તે તે જીવેના આચારાદિ સ્વપઘાતક, અને શાસનવિલના કરાવવાના પ્રબળ કારણરૂપ બને છે. પ૭૨. ભકિત-વિનય બહુમાન-આદર-ગુણ-સ્તવનાદિ પ્રયોગ દ્વારાએ પૂજ્ય વડીલોનું જેઓ આરાધન કરે છે, તે ખરેખર વિવેકભર્યું વશીકરણ કરે છે, અને કલ્યાણકારિ કામણ - કરે છે; એ વિવેકીઓએ સમજવું જરૂરીનું છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy