SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. - ૯ ૯૮. શાસનના સંસ્થાપકે, સંચાલકે, પ્રભાવક, અને પ્રાતઃ સ્મરણીય શ્રમણ ભગવન્ત તથા શ્રમણોપાસક માટે કર્મસત્તાના અમલ એક સરખા છે. ૯૯. શમશાનની શય્યા પર રાજાના અને રંકના, વિદ્વાનના અને મૂર્ખના, બાલિકાના અને બાલકના, વૃદ્ધના અને યુવાનના; તથા પુરૂષના કે સ્ત્રીના શબ સરખાંજ છે. ૧૦૦ ગયેલું આયુષ્ય પાછું મળતું નથી, અને જવા બેઠેલું આયુષ્ય રોકી શકાતું નથી; તે પછી બાકી રહેલા આયુષ્યને સદુપયોગ કેમ કરતા નથી? ૧૦૧. પાપને પાપ તરીકે સ્વીકારવું એ સુધરવાની સુંદર સડક છે. ૧૦૨. પાપને પાપ તરીકે સમજવામાં આવ્યા છતાં, પાપને બચાવ કરે એ પાપને વધુને વધુ દ્રઢીભૂત બનાવવાને રાજમાર્ગ છે. . ૧૦૩. પાપના પશ્ચાત્તાપ અવસરે પાપને બચાવ કરનારાઓ સોમલના વઘારપૂર્વક કડવી તુંબડીના શાકને ખાઈને જીવવાની કશીશ કરે છે. ૧૦૪. પરનિન્દ્રામાં પાવરધા બનેલાઓને પિતાની પર્વત જેવી ભયંકર ભૂલ પણ નજરે ચઢતી નથી. ૧૫. પારકાના દે દેખીને, અને પારકાની ચિન્તામાં પડેલાઓને પણ જ્યારે પિતાના દેશો દેખીને પિતાની જ ચિન્તા કરવી એજ હંમેશને હિતમાર્ગ છે, આ વિચારણા ભાગ્યશાળિને આવે છે. ૧૦૬. અધિકાર બહારની વાતો કરનારાઓ સ્વ–પર હિતનું નુકશાન કરે તેમાં નવાઈ નથી. ૧૦૭. પરહિતચિન્તાની અને પરદેષ-દર્શનની વિચારણામાં વિવેકીએ પણ ભૂલ થાપ ખાઈ જાય છે ૧૦૮. આત્મઘાતક-કથાએથી કેડે કષ દૂર રહેવું એજ આત્મોન્નતિને સાચો રાહ છે. ૧૯. આત્મઘાતકકથાશ્રવણમાં રસિક-બનેલાએ પિતાની નિર્મળ-બુદ્ધિને પણ કલુષિત બનાવે છે. ૧૧૦. મલીન-કાદવ-કીચડ નિર્મળ-પાણીને મલીન બનાવે છે, તેમ મલીન-વાતાવરણ વિશુધ્ધ વિચારને મલીન બનાવે છે, અને વિવેકીઓને પણ અવિવેકની આંધીમાં ફસાવે છે. ૧૧૧. મલીન-મનેરની મહિલા એ પાયા વગરના મકાને છે. ૧૧૨. દિવસભરના મનેરની નેંધ લેનારાએ નોંધ લેઈ શકતા નથી, કારણ કે અવાગ્ય મનેરથે પણ સમુદ્રના તરંગેની માફક ઉભરાઈ જતાં હોય, ત્યાં વિચારને અને ધને મેળ ખાતેજ નથી; અર્થાત્ વિચારની સાથે નેધને અને ધની સાથે વિચારને મેળ ખાતે નથી. ૧૧૩. મીલન-મનેરની મહેલાતે કેઈની પણ પુરી થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ; એ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને આત્મહિતકર-મરથનું અવલમ્બન કરે. ૧૧૪. ચૌદ–વિદ્યાના પારંગતે પ્રભુ પાસે આવે છે, પ્રચ્છન્ન પ્રશ્નને શ્રવણ કરે છે, અને સમાધાન સાંભળે છે; તે અવસરે તેઓ પણ અજ્ઞાનિપણને એકરાર કરે છે, આ બીનાને આજના પંડિતએ ખૂબ ખૂબ સમજણ પૂર્વક પચાવવાની જરૂર છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy