SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) તેમ દક્ષિણ ધ્રુવ ઉપર થઈને પણ મુસાફરી કરવી જોઈએ, પરંતુ વિશ્વની પ્રખ્યાત વિમાની Hasil Trans World Airilnes 24 Pan-American Airways a 241 24° 0 79104 તે તેઓએ પણ જણાવ્યું કે આવી કઈ વિમાની સર્વિસ (Flight) છે નહી. બીજી તરફ ભારતની પ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થા ઈસરો (IS O) ને અને વેધશાળાને સંપર્ક સાધતાં અને તેઓને ઉપગ્રહોની ભ્રમણકક્ષા અંગે પૂછાવતાં તથા ઉપર જણાવ્યું તેમ સંપૂર્ણ ઉત્તર-દક્ષિણ ભ્રમણકક્ષાવાળા ઉપગ્રહની માહિતી મંગાવી પરંતુ ઈસરો તરફથી કોઈ પ્રત્યુત્તર નથી અને વેધશાળા તરફથી જે ઉત્તર આપવામાં આવ્યા છે તેમાં પૂછાવેલ પ્રશ્ન, સિવાયની માહિતી આપી છે પરંતુ જે માહિતી જોઈએ છે તે અંગે કાંઈ જણાવ્યું નથી. મતલબ કે પૃથ્વીની સંપૂર્ણ ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા અંગે કોઈ જ ચોકકસ જવાબ આપતા નથી. આ ગ્રંથ ઉપર એક પ્રાચીન, શ્રી પ્રભાચંદ્ર સૂરિકૃત સંક્ષિપ્ત ટીકા મળે છે પરંતુ આ ગ્રંથના અભ્યાસુઓને કાંઈક વિશેષબોધ થાય તે માટે શાસન સમ્રાટ, બાલબ્રહ્મચારી, સૂરિચક્રચક્રવતી, કદંબગિરિ–કાપરડાજી-શેરીસાદિ-અનેક તીર્થોદ્ધારક સુગૃહીતનામધેય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ધિને મસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. સિદ્ધાન્તવાચસ્પતિ, જાતિઃ શિલ્પાદિ શાસ્ત્રવિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજયેદયસૂરીશ્વરજી મહારાજે આ જ સૂત્ર ઉપર ટીકા લખી હતી. જે અદ્યાવધિ અપ્રગટ હતી. તેઓશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે તેનું પ્રકાશન થાય તેવી શુભ ભાવનાથી, પ. પૂ. પરમપકારી ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી અને પ. પૂ. પંન્યાસ શ્રીશીલચન્દ્રવિજ્યજી મ.સા. ની શુભ પ્રેરણાથી, આ ગ્રંથનું સંપાદન કાર્ય મને સેપવામાં આવ્યું. આવા સંસ્કૃત ગ્રંથન સંપાદનને આ મારો પ્રથમ પ્રયત્ન જ છે, આથી બિનઅનુભવ અને મારા મતિમાંદ્યના કારણે અથવા દષ્ટિ દોષથી, જે કઈ ક્ષતિ રહી જવા પામી હોય તે તરક વિદ્વજજને અંગુલિ નિર્દેશ કરશે તો તે ભવિષ્યમાં અન્ય ગ્રંથમાં ઉપયોગી બની રહેશે. આ શ્રુતજ્ઞાનની ભક્તિના અપૂર્વ શુભકાર્યમાં પ. પૂ. ગુરૂભગવંત આચાર્ય મહારાજશ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. પંન્યાસ શ્રીશીલચંદ્રવિજયજી મ.સા. ૫ પૂ. પંન્યાસ શ્રીભદ્રસેનવિજયજી મ. સા. આદિના આશીર્વાદ માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન સમયે મળતાં રહ્યા છે. તેને મને અત્યંત આનંદ છે. પરિશિષ્ટોમાં ઉદ્ધરણેની, ગ્રંથ-ગ્રંથકાર અને વિશેષ નામોની અકારાદિ ક્રમે સૂચિ પૂ. મુનિશ્રીવિમલ કીતિવિજયજીએ કરી આપી છે. તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પરિશિષ્ટ ન. ૩ માં આપેલ “Squaring The Circle શ્રીનિવાસ રામાનુજને આપેલો ઉકેલ અને તેની સાબિતી “સાયન્સ રીપોટર” ના ડિસેમ્બર, ૧૯૮૭ અકમાંથી લીધેલી છે અને તેની અનુમતિ આપવા બદલ “સાયન્સ રીપોટર” ના મુખ્ય સંપાદક શ્રી બિમાન બસુ ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથને અંતે આપેલ પરિરિશિષ્ટમાં, પ્રથમ પરિશિષ્ટમાં પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્વિદય સૂરીશ્વર મહારાજે રચેલ “થાવરની સિદ્ધિ” નામને ગ્રંથ આપેલ છે. પ્રાન્ત, આ ગ્રંથની વિસ્તૃત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લખવામાં આવેલી પ્રસ્તાવનામાં શાસ્ત્રવિરૂદ્ધ કાંઇપણ લખાયું હોય તે તે બદલ “મિચ્છામિ દુક્કડ'' દઈ વિરમું છું. વિ. સં. ૨૦૪૫ આસો વદી–૫ નદીધોષવિજય તા. ૨૯-૧૦-૧૯૮૮ ભગવાનનગરને ટેકરો, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy