SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જ અપાયુ' તરક જતાં અંતર ઘટવાને બદલે વધે છે અને કેટલીક જગ્યાએ ૧૦૩ માઈલનું અંતર મપાયું’ છે. જો આ પ્રમાણે હોય તે પૃથ્વી દડા જેવી ગોળ છે એ સિદ્ધાંત કયાં રહ? ૬. અત્યારની વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે, પૃથ્વી પિતાની ધરી ૨૩° નમેલી રાખીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે એટલે તેને ઉત્તર ધ્રુવ હંમેશા–ધવના તારાની સન્મુખ જ રહે છે, તેથી ઉત્તર પ્રવ ઉપર રહેલા મનુષ્યના મસ્તક ઉપર આકાશની મધ્યમાં પ્રવનો તારે દેખાય છે. અને વિષુવવૃત્ત ઉપર રહેલા મનુષ્યને પ્રવને તારે ક્ષિતિજ ઉપર દેખાય છે. વિષુવવૃત્તની દક્ષિણે ધવને તારો કદાપિ જોઈ શકાય નહીં. આમ છતાં દક્ષિણમાં ૩૦° અક્ષાંશ સુધી કેપ્ટન મીલે ધ્રુવનો તારો જોયા હતા, તેનું શું કારણ? ૭. દક્ષિણ ગોળાર્ધમાં, છ અક્ષાંશ ઉપર આવેલ શેટલેન્ડ ટાપુ ઉપર સૌથી મોટો દિવસ ફક્ત ૧૬ કલાક અને પ૩ મિનિટનો છે જ્યારે ઉત્તરમાં ૭૦° અક્ષાંશ ઉપર નેમાં સૌથી મોટો દિવસ ત્રણ મહિનાને છે, પૃથ્વી જે દડા જેવી ગોળ હોય તે આમ કેમ બને?" આ બધા પ્રમાણોથી માત્ર એટલું જ સિદ્ધ થઈ શકે છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. પરંતુ વર્તમાન પૃથ્વીને ચોકકસ આકાર ? તે જાણી શકાતું નથી. જેવી રીતે પૃથ્વી ગોળ નથી એમ સિદ્ધ કરવો વૈજ્ઞાનિકની દલીલેનું ખંડન કરવામાં આવ્યું, તેમ પૃથ્વી ફરતી નથી, એ સિદ્ધ કરવા પણ પ. પૂ. પં. શ્રી અભયસાગરજી તથા અન્ય સંશોધકોએ પણ નકારાત્મક અભિગમ અપનાવ્યા છે પરંતુ તેને બદલે રચનાત્મક અભિગમ અપનાવી, લોકોની શ્રદ્ધાને મજબૂત કરવી જોઈએ અને જૈન શાસ્ત્રમાં બતાવેલ સિદ્ધાંત પ્રમાણે પ્રયોગ કરવા જોઈએ. જ્યાં સુધી પ્રયોગાત્મક સાબિતીઓ આપણે નહી આપીએ ત્યાં સુધી, આપણી વાતો કોઈ સ્વીકારશે નહીં. એક બાજુ જૈન ભૂગોળ -ખગોળ તથા વર્તમાન ભૂગોળ-ખગળના સિદ્ધાંતમાં આકાશપાતાળ જેટલો તફાવત જોવા મળે છે અને જેન શાસ્ત્રીય વિચાર-ધારાઓ તરફ અનેકાનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જ્યારે બીજી તરફ ભૌતિકશાસ્ત્ર (Physics) ના ફોત્રમાં જૈન શાસ્ત્રકાએ પ્રરૂપેલા સિદ્ધાંતો સંપૂર્ણ સાચા પુરવાર થાય છે. જૈન ગ્રંથમાં દર્શાવેલ સમય (Time), અવકાશ (Space) અને પુદ્ગલ (Matter) સંબંધી સિદ્ધાંતને વર્તમાન વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે અદ્ભુત સામ્ય જોવા મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં – જબૂદ્વીપ સંગ્રહણી સૂત્રની (ગાથા-૨૯,) “ક્વેડવિ પચવા-ગાથામાં આવતા ‘સમયવિનં’િ શબ્દની ટીકામાં આચાર્યશ્રીવિજયસૂરીશ્વરજી મહારાજે જેનગ્રો પ્રમાણે કાળની સાપેક્ષતા જણાવી છે તે અને આ સદીના મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ સમયની સાપેક્ષતા વિગેરેમાં અદ્દભૂત સામ્ય જોવા મળે છે. આઈન્સ્ટાઈન કહે છે-કાળ-વ્યવહારકાળ રાત્રિ-દિવસ વિગેરે રૂપ કાળ માત્ર પૃથ્વી ઉપર છે. કારણ કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે રાત્રિ-દિવસ થાય છે. જૈન શાસ્ત્રકારો કહે છે કે રાત્રિ-દિવસ રૂ૫ વ્યવહાર કાળ માત્ર અઢીદ્વીપમાં (સમયક્ષેત્રમાં), જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, ૧. “૧-૨-૩-૪-૫-૬-૭” (તત્વજ્ઞાન સ્મારિકા, ખંડ-૪, પૃ. ૨૭. લે. આશિષ માણેકલાલ શાહ)
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy