SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ३२७ योगसारः ४/७ सात्त्विको मुनिः प्रतिस्रोतो गच्छति बिभेति । असंयमासेवनजनिताऽशुभकर्मोदयेनैष्यदुर्गतिदुःखानि विचिन्त्य सोऽसंयमाऽऽसेवनार्थं नोऽत्सहते । असंयमस्तु प्रतिज्ञाभङ्गरूपः । धीराः प्राणानपि त्यजन्ति, न तु वचनम् । स मुनिरसंयमं गुरुतमं दोषं मत्वा तं नाऽऽसेवते । लोकोऽनुस्रोतो गच्छति । सात्त्विको मुनिस्तत्त्वं विचिन्त्य तस्माद्विपरीतं चेष्टते । स प्रतिस्रोतो गच्छति । उक्तञ्च ज्ञानसारे लोकसज्ञात्यागाष्टके - 'लोकसज्ञामहानद्या-मनुस्रोतोऽनुगा न के ? प्रतिस्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः ॥२३३॥ ज्ञानसारे तपोऽष्टकेऽप्युक्तं'आनुश्रोतसिकी वृत्ति-र्बालानां सुखशीलता । प्रातिश्रोतसिकी वृत्ति-र्ज्ञानिनां परमं तपः ॥३१२॥' लोका उपसर्गेभ्यो भीरवो भवन्ति असंयमे च शूरा भवन्ति, सात्त्विको मुनिस्तु उपसर्गे शूरो भवति असंयमाच्च भीरुः । इत्थं मुनेरिमौ द्वौ गुणौ लोकोत्तरौ स्तः तावपि कस्यचित्सात्त्विकस्य मुनेरेव, न तु सर्वेषां मुनीनाम् । अयमत्रोपनिषदर्थः-सात्त्विकीभूयोपसर्गे धीरैर्भवितव्यमसंयमाच्च भीरुभिर्भविતવ્યમ્ IIણા. સેવવા માટે ઉત્સાહિત થતો નથી. અસંયમ તો પ્રતિજ્ઞાનો ભંગ કરવા સમાન છે. ધીર પુરુષો પ્રાણોને પણ ત્યજે છે, પણ વચનને નહીં. તે મુનિ અસંયમને મોટો દોષ માનીને તેને સેવતો નથી. લોકો પ્રવાહની અનુકૂળ દિશામાં જાય છે. સાત્ત્વિક મુનિ તત્ત્વને વિચારીને તેનાથી વિપરીત વર્તે છે. તે પ્રવાહની સામે જાય છે. જ્ઞાનસારના લોકસંજ્ઞાત્યાગાષ્ટકમાં કહ્યું છે – “લોકસંજ્ઞારૂપી મહાનદીમાં પ્રવાહની અનુકૂળ દિશામાં જનારા કેટલા નથી? અર્થાત્ બધા જ છે. પ્રવાહની સામે જનાર તો એક રાજહંસ જેવા મહામુનિ છે. (૨૩૩) જ્ઞાનસારમાં તપાષ્ટકમાં પણ કહ્યું છે – પ્રવાહ તરફનું વર્તન બાળજીવોની સુખશીલતા છે. પ્રવાહની સામે વર્તવું એ જ્ઞાનીઓનો શ્રેષ્ઠ તપ છે. (૩૧૨)” લોકો ઉપસર્ગોથી ડરે છે અને અસંયમમાં શૂરવીર હોય છે. સાત્ત્વિક મુનિ તો ઉપસર્ગોમાં શૂરવીર હોય છે અને અસંયમથી ડરે છે. આમ મુનિના આ બે ગુણો લોકોત્તર છે, તે પણ કોઈક સાત્ત્વિક મુનિ પાસે જ હોય છે, બધા મુનિઓ પાસે નહીં. અહીં રહસ્યાર્થ આ પ્રમાણે છે – સાત્ત્વિક થઈને ઉપસર્ગમાં ધીર થવું અને અસંયમથી ડરવું. (૭)
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy