SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ६०८ પ્રતિઃ . योगसारः ५/४८,४९ [ પ્રશસ્તિ ] तपागच्छे पुरा जाता, विजयानन्दसूरयः । आत्मारामेति विख्याताः, परमानन्ददायिनः ॥१॥ कमलमिव निर्लेपा-स्तत्क्रमपद्मषट्पदाः । श्रीमत्कमलसूरीशाः, सञ्जाता दृढसंयमाः ॥२॥ आनन्दसूरिशिष्याः श्री-वीरविजयवाचकाः। कर्मनाशे महावीराः, सञ्जाता धैर्यशालिनः ॥३॥ तच्छिष्या दानसूरीशा, जाताः सुज्ञानदायिनः । निरता गुरुसेवायां, सिद्धान्तसारवेदिनः ॥४॥ जाता: श्रीप्रेमसूरीशा-स्तच्छिष्याः प्रेमसागराः । कर्मसाहित्यनिष्णाताः, सिद्धान्तपारगामिनः।।५।। तच्छिष्या अभवन्दान्ताः, शान्ता न्यायविशारदाः । भुवनभानुसूरीशा, वर्धमानतपस्विनः ॥६॥ पद्मविजयपन्न्यासा - स्तदन्तेवासिनोऽभवन् । सागरवरगम्भीरा, गुरुचरणसेविनः ॥७॥ भुवनभानुसूरीणां, विद्यन्ते पट्टधारिणः । श्रीजयघोषसूरीशा, सम्प्रति तु गणाधिपाः ॥८॥ પ્રશસ્તિ, તપાગચ્છમાં પહેલા “આત્મારામજી” એ નામથી પ્રસિદ્ધ, પરમાનંદ આપનારા શ્રીવિજયાનંદસૂરીશ્વરજી મહારાજ થયા. (૧) તેમના ચરણકમળમાં ભમરા સમાન, કમળ જેવા નિર્લેપ, દઢ સંયમવાળા શ્રીકમલસૂરીશ્વરજી મહારાજ થયા. (૨) શ્રીઆનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, કર્મોનો નાશ કરવામાં મહાવીર, વૈર્યથી શોભતા એવા ઉપાધ્યાય શ્રીવીરવિજયજી થયા. (૩) તેમના શિષ્ય, સમ્યજ્ઞાન આપનારા, ગુરુસેવામાં હંમેશા રત, સિદ્ધાંતના સારને જાણનારા એવા શ્રીદાનસૂરીશ્વરજી મહારાજ થયા. (૪) તેમના શિષ્ય, પ્રેમના સાગર સમા, કર્મસાહિત્યમાં નિષ્ણાત, સિદ્ધાંતના પારને પામેલા એવા શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ થયા. (૫) તેમના શિષ્ય, દાંત, શાંત, ન્યાયવિશારદ, વર્ધમાન તપ કરનારા એવા શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ થયા. (૬) તેમના શિષ્ય, સાગર જેવા શ્રેષ્ઠ ગંભીર, ગુરુના ચરણને સેવનારા એવા પંન્યાસ શ્રીપદ્મવિજયજી મહારાજ થયા. (૭) હાલ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજ ગચ્છાધિપતિ છે. (૮)
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy