SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ५९६ उत्सर्गापवादस्वरूपम् योगसार: ५/४६ तरति । स तटाभिमुखमेव तरति । स आवर्त्ते पतन्तं स्वं सर्वप्रयत्नै रक्षति । तत: नदीप्रवाहमुल्लङ्घयति । स सुखेन परतटं प्राप्नोति । एवमुत्सर्गापवादनिष्णातो मुनिरपि संसारस्य पारं प्राप्नोति । आराधनाया मूलमार्ग उत्सर्ग इत्युच्यते । कारणवशान्मूलमार्गानुसारेणाऽऽराधनां कर्त्तुमसमर्थो येनोत्सर्गनिषिद्धाचरणरूपद्वितीयमार्गेणाऽऽराधनां करोति सोऽपवाद इत्युच्यते । उक्तञ्च पञ्चाशकटीकायां चान्द्रकुलीन श्री अभयदेवसूरिभि: ‘ઉત્સપિવાયો: सामान्योक्तविशेषोक्तविध्योः ॥११/४१॥' कारणाभावे उत्सर्गेणैवाऽऽराधना कर्त्तव्या । कारणसद्भावेऽपवादेनाऽप्याराधना कर्त्तव्यैव न तु मोक्तव्या । मुनिरुत्सर्गापवादौ जानाति । कीदृशेषु द्रव्य-क्षेत्र - काल - भावेषूत्सर्गः सेव्यः कीदृशेषु च द्रव्यादिष्वपवादः सेव्य इति स सुष्ठु जानाति । उत्सर्गसंयोगेषूत्सर्गमपवादसंयोगेषु चापवादं सेवमान आराधको भवति । उत्सर्गसंयोगेष्वपवादं सेवमानो विराधको भवति । अपवादसंयोगेषूत्सर्गं सेवमानो विराधको भवति । उत्सर्गापवादज्ञो मुनिरायं व्ययं च विचार्य तथा प्रवर्त्तते यथाऽधिको लाभो भवत्यल्पा च हानिर्भवति । स चिन्तयति પોતાને બધી શક્તિથી બચાવે છે. તેથી તે નદીના પ્રવાહને ઓળંગી જાય છે. તે સુખેથી સામા કિનારે પહોંચે છે. એમ ઉત્સર્ગ અને અપવાદમાં નિષ્ણાત મુનિ પણ સંસારના પારને પામે છે. આરાધનાના મૂળમાર્ગને ઉત્સર્ગ કહેવાય છે. કારણવશ મૂળમાર્ગને અનુસારે આરાધના કરવા અસમર્થ જીવ ઉત્સર્ગથી જેનો નિષેધ કરાયો હોય તેના આચરણરૂપ જે બીજા માર્ગ વડે આરાધના કરે છે, તેને અપવાદ કહેવાય છે. પંચાશકની ટીકામાં ચાન્દ્રકુલીન શ્રીઅભયદેવસૂરિજીએ કહ્યું છે, ‘ઉત્સર્ગ એટલે સામાન્યથી કહેલ વિધિ. અપવાદ એટલે વિશેષથી કહેલ વિધિ... (૧૧/૪૧)’ કારણ ન હોય તો ઉત્સર્ગથી જ આરાધના કરવી. કારણ હોય તો અપવાદથી પણ આરાધના કરવી જ, છોડવી નહીં. મુનિ ઉત્સર્ગ-અપવાદને જાણે છે. કેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવોમાં ઉત્સર્ગ સેવવો જોઈએ અને કેવા દ્રવ્ય વગેરેમાં અપવાદ સેવવો જોઈએ, એ તે બરાબર જાણે છે. ઉત્સર્ગના સંયોગોમાં ઉત્સર્ગને અને અપવાદના સંયોગોમાં અપવાદને સેવનારો આરાધક થાય છે. ઉત્સર્ગના સંયોગોમાં અપવાદને સેવનારો વિરાધક થાય છે. અપવાદના સંયોગોમાં ઉત્સર્ગને સેવનારો વિરાધક થાય છે. ઉત્સર્ગઅપવાદને જાણનારો મુનિ લાભને અને નુકસાનને વિચારીને તેવી રીતે પ્રવર્તે, જેથી લાભ વધુ થાય અને નુકસાન થોડું થાય. એ વિચારે છે કે - ‘મને ત્રસપણું - ... -
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy