SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५ / ४२ संसारसमुद्रनिमग्नस्य पुनरुच्छलनाय धर्मरज्जुप्राप्तिर्दुर्लभा ५७९ अश्मा गुरुर्भवति । समुद्रे क्षिप्तः स तलं यावद्गच्छति । तस्य पुनरुद्धरणमशक्यम् । यदि क्षेपणसमये एव रज्जुना बद्ध्वा स क्षिप्यते तर्हि रज्ज्वाकर्षणेन स समुद्राद्बहिर्निष्काश्यते । यद्यश्मानं गले बद्ध्वा कोऽपि समुद्रे पतति तर्हि सोऽप्यश्मना सह निमज्जति । स पुनर्निर्गन्तुं न शक्नोति । यदि तस्य हस्ते तटवर्त्तिस्तम्भबद्धरज्जुर्भवति तर्हि तस्याऽऽलम्बनेन स बहिर्निर्गच्छति । पापमश्मतुल्यं भवति । अश्मा तत्सम्बद्धं वस्त्वधो नयति । एवं पापमपि जीवमधो नयति । यो दुर्लभं मानुष्यं प्राप्य धर्मं न करोति परन्तु पापमेव करोति स पापभरेण गुरुर्भवति । स भवसमुद्रे निमज्जति । पापभराक्रान्तत्वात्स भवसमुद्राद्वहिर्निर्गन्तुं न शक्नोति । पापवशान्नरकं गतः स तत्राऽपि पुनरशुभकर्माणि बद्ध्वा दुर्गतिषु भ्रमति । इत्थं दुर्गतिपरम्परया पापभराक्रान्तः स चिरं संसारसमुद्रेऽवतिष्ठते । तस्य बहिर्निर्गमनाय कोऽप्युपायो नास्ति । धर्मप्रभावादूर्ध्वगतिर्भवति । धर्मस्तु तस्य नैव विद्यते, यतः पूर्वभवे तस्य सम्पूर्णमपि जीवितं पापकार्येष्वेव व्यतीतम् । किञ्चात्र सर्वसामग्र्यां सत्यामपि यदि स धर्मं न करोति तर्हि परभवे दुर्गतौ घोरपीडापीडितः स कथं धर्मं करिष्यति ? I પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - પથ્થર ભારે હોય છે. સમુદ્રમાં નાંખીએ તો તે તળિયે પહોંચી જાય છે. તેને ફરી બહાર કાઢવો મુશ્કેલ છે. જો નાંખતી વખતે જ દોરડાથી બાંધીને તે નંખાય તો દોરડું ખેંચીને તેને સમુદ્રની બહાર કાઢી શકાય છે. જો ગળામાં પથ્થર બાંધીને કોઈક સમુદ્રમાં પડે તો તે પણ પથ્થરની સાથે ડૂબે છે. તે ફરી બહાર નીકળી શકતો નથી. જો તેના હાથમાં કિનારે રહેલા થાંભલા સાથે બંધાયેલ દોરડું હોય તો તેને પકડીને તે બહાર નીકળી જાય. પાપ પથ્થર જેવું છે. પથ્થર તેની સાથે બંધાયેલ વસ્તુને નીચે લઈ જાય છે. એમ પાપ પણ જીવને નીચે લઈ જાય છે. જે દુર્લભ એવા મનુષ્યપણાને પામીને ધર્મ કરતો નથી, પરંતુ પાપ જ કરે છે તે પાપના ભારથી ભારે થાય છે. તે સંસારસમુદ્રમાં ડૂબે છે. પાપના ભારથી દબાયેલો હોવાથી તે સંસારસમુદ્રમાંથી બહાર નીકળી શકતો નથી. પાપને લીધે નરકમાં ગયેલો તે ત્યાં પણ ફરી અશુભ કર્મો બાંધી દુર્ગતિઓમાં રખડે છે. આમ દુર્ગતિની પરંપરાથી પાપના ભારથી દબાયેલો તે લાંબો સમય સંસારસમુદ્રમાં રહે છે. તેને બહાર નીકળવા માટે કોઈ ઉપાય નથી. ધર્મના પ્રભાવથી ઊર્ધ્વગતિ થાય છે. ધર્મ તો તેની પાસે નથી, કેમકે તેણે પૂર્વભવમાં સંપૂર્ણ જીવન પાપકાર્યોમાં જ પસાર કર્યું હતું. વળી અહીં બધી સામગ્રી હોવા છતાં પણ જો તે ધર્મ કરતો નથી તો પરભવમાં દુર્ગતિમાં ભયંકર પીડાઓથી પીડાયેલો તે શી રીતે ધર્મ કરશે ? આમ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy