SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ५४४ योगिसुखं चक्रवर्तिसुखमतिशेते योगसारः ५/३४ चिन्तयाऽऽकुलो भवति । तस्याऽन्तरङ्गपरिग्रहोऽपि विपुलो भवति । इत्थं स बाह्यान्तरपरिग्रहदृढसङ्गबद्धो भवति । ततः स बाह्यपदार्थेषु रमते । इत्थं चक्रवर्त्यशान्तो वैषयिकसुखलीनो द्वन्द्वबद्धो विपुलपरिग्रहश्च भवति । ततः स आत्मानन्दं नाऽनुभवति । चक्रवर्तीनो विपुला भोगसामग्र्यस्ति । ततो बाह्यदृष्ट्या तस्य प्रभूतं सुखं विद्यते । परन्तु तत्त्वतस्तद् दुःखरूपम् । यथा यथा बाह्यसामग्री वर्धते तथा तथाऽऽत्मानन्दो हीयते । यथा यथा बाह्यसामग्री हीयते तथा तथाऽऽत्मानन्दो वर्धते । योग्यद्वितीयमात्मानन्दमनुभवति । चक्रवर्ती विपुलं भोगसुखमनुभवति । आत्मानन्दापेक्षया भोगसुखं तुच्छम् । ततो वनवासी योगी यमात्मानन्दमनुभवति तं चक्रवर्ती नाऽनुभवति । उक्तञ्च ज्ञानसारे - 'भूशय्या भैक्षमशनं, जीर्णं वासो वनं गृहम् । तथापि निःस्पृहस्याऽहो, चक्रिणोऽप्यधिकं सुखम् ॥१२/७॥' हृदयप्रदीपषटिंत्रशिकायामप्युक्तम् - 'न देवराजस्य न चक्रवर्तिनस्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्मनिष्ठस्य चित्ते સ્થિરતાં પ્રતિ રૂઝા' આમ તે બાહ્ય અને અંદરના પરિગ્રહના દઢ સંગથી બંધાયેલો હોય છે. તેથી તે બાહ્ય પદાર્થોમાં રમે છે. આમ ચક્રવર્તી અશાંત, વિષયસુખમાં લીન, દ્વન્દોથી બંધાયેલો અને ઘણા પરિગ્રહવાળો હોય છે. તેથી તે આત્માના આનંદને અનુભવતો નથી. ચક્રવર્તીની પાસે ઘણી ભોગની સામગ્રી હોય છે. તેથી બહારથી તેને ઘણું સુખ હોય છે, પણ હકીકતમાં તે દુઃખરૂપ હોય છે. જેમ જેમ બાહ્ય સામગ્રીઓ વધે છે, તેમ તેમ આત્માનો આનંદ ઘટે છે. જેમ જેમ બાહ્ય સામગ્રી ઘટે છે, તેમ તેમ આત્માનો આનંદ વધે છે. યોગી અસાધારણ એવા આત્માના આનંદને અનુભવે છે. ચક્રવર્તી ઘણા ભોગસુખને અનુભવે છે. આત્માના આનંદની અપેક્ષાએ ભોગનું સુખ તુચ્છ છે. તેથી વનવાસી યોગી જે આત્માનંદને અનુભવે છે, તેને ચક્રવર્તી અનુભવતો નથી. જ્ઞાનસારમાં કહ્યું છે – “ભૂમિ શય્યા છે, ભિક્ષાથી ભોજન છે, વસ્ત્ર જીર્ણ છે, વન ઘર છે, છતાં પણ નિઃસ્પૃહી મુનિને ચક્રવર્તી કરતા પણ વધુ સુખ છે. (૧૨/૭)” હૃદયપ્રદીપષત્રિશિકામાં પણ કહ્યું છે, “હંમેશા આત્મસ્વરૂપમાં રહેલા વીતરાગી મુનિના ચિત્તમાં જે સુખ સ્થિરતા પામે છે, તે સુખ રાગવાળા ઈન્દ્ર અને ચક્રવર્તી પાસે નથી એમ હું માનું છું. (૩૪)
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy