SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ५३० क्रियैकनिरतः पुरुषो विद्वान् । योगसार: ५/२९ उपदेशदाता कदाचित्शारीरिकप्रतिकूलताऽशुभकर्मोदयादिकारणवशात् स्वयं धर्माराधनां कर्त्तुं न शक्नुयात् । तस्य मनसि यदि तदकरणस्य खेदस्तत्करणस्य च भावः स्यात् तर्हि स आराधकः । परोपदेशे पण्डिताय स्वात्महिते चानुद्यताय श्रीमुनिसुन्दरसूरिभिरेवं शिक्षितमध्यत्मकल्पद्रुमे - 'किं मोदसे पण्डितनाममात्रात्, शास्त्रेष्वधीती जनरञ्चकेषु । तत्किञ्चनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवाब्धिपातः ॥ ९६ ॥ धिगागमैर्माद्यसि रञ्जयन् जनान्, नोद्यच्छसि प्रेत्यहिताय संयमे, दधासि कुक्षिम्भरिमात्रतां मुने ! क तेक्व तत् क्वैष च ते भवान्तरे ? ॥९७॥ यः केवलं शास्त्राण्यधीते न तु संयमे निरतो भवति स मूर्ख एव, न तु पण्डितः । उक्तञ्च न्यायखण्डखाद्यापरनाम श्रीमहावीर - स्तवे महोपाध्यायश्रीयशोविजयै: - 'शास्त्राण्यधीत्य बहवोऽत्र भवन्ति मूर्खा, यस्तु क्रियैकनिरतः पुरुषः स विद्वान् । सञ्चिन्त्यतां निभृतमौषधमातुरं किं, विज्ञातमेव वितनोत्यपरोगजालम् ॥९१॥' योगबिन्दावप्युक्तम्- 'पुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः, सद्योगरहितात्मनाम् ॥५०९ ॥ यः स्वयं धर्ममाचर्य परेभ्य उपदेशं ददाति स आराधकः । तस्यैव वचनं परे स्वीकुर्वन्ति । य उपदेशेन परेण આરાધક નથી. ઉપદેશ આપનાર કદાચ શારીરિક પ્રતિકૂળતા, અશુભ કર્મોનો ઉદય વગેરે કારણોને લીધે સ્વયં ધર્મારાધના કરી શકતો ન હોય. તેના મનમાં જો તે ધર્મ ન કરવાનો ખેદ હોય અને તે કરવાનો ભાવ હોય તો તે આરાધક છે. બીજાને ઉપદેશ આપવામાં પંડિત અને પોતાના આત્માના હિતમાં ઉદ્યમ નહીં કરનારાને શ્રીમુનિસુંદરસૂરિજીએ અધ્યાત્મકલ્પદ્રુમમાં આ રીતે શિખામણ આપી છે, ‘લોકોને ખુશ કરનારા શાસ્ત્રોને ભણનારો તું પંડિત એવા માત્ર નામથી કેમ ખુશ થાય છે ? તેથી કંઈક ભણ અને શીઘ્ર કંઈક કર કે જેથી તારે સંસારમાં પડવાનું ન થાય. (૯૬) હે મુનિ ! તને ધિક્કાર થાવ. આગમો વડે લોકોને ખુશ કરીને તું અભિમાન કરે છે. પરભવમાં હિત થાય એ માટે તું સંયમમાં ઉદ્યમ કરતો નથી. તું એકલપેટો છે. ભવાંતરમાં તે લોકો ક્યાં હશે ? તે અભિમાન ક્યાં હશે ? અને આ સંયમ ક્યાં હશે ? (૯૭)' જે માત્ર શાસ્ત્રોને ભણે છે, પણ સંયમમાં રત થતો નથી તે મૂર્ખ જ છે, પંડિત નહીં. ન્યાયખંડખાદ્ય જેનું બીજું નામ છે એવા શ્રીમહાવીરસ્તવમાં મહોપાધ્યાયજીએ કહ્યું છે, ‘શાસ્ત્રો ભણીને અહીં ઘણા મૂર્ખ બને છે. જે પુરુષ ક્રિયામાં એકમાત્ર નિરત હોય છે તે વિદ્વાન છે. વિચારો કે શું માત્ર જણાયેલું સારું ઔષધ રોગીને રોગમુક્ત કરે છે ? (૯૧)' યોગબિંદુમાં પણ કહ્યું છે, ‘મૂઢ ચિત્તવાળા પુરુષોને પુત્ર, પત્ની વગેરે રૂપ સંસાર હોય છે. ધર્મમાં ઉદ્યમ વિનાના વિદ્વાનોને શાસ્રોરૂપી સંસાર હોય છે. (૫૦૯)' જે પોતે ધર્મ આચરીને બીજાને ઉપદેશ આપે છે તે આરાધક છે. તેનું જ વચન બીજા સ્વીકારે છે.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy