SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ एकान्तवासमौनाभ्यां मनो निरोद्धव्यम् । योगसार: ५/७ चिन्तनशीलमस्ति । मौनेन तस्य निरोधो भवति । इत्थमेकान्तवासमौनाभ्यां मनो निरोद्धव्यम्। एवं मनसि निरुद्धे तत्स्थिरीभवति । कस्माच्चिद्ग्रामान्निर्गमस्यानेका मार्गा: स्युः । तेषु सर्वेषु निरुद्धेषु ग्रामजनो निरुद्धो भवति । ततो ग्रामजनः स्थिरो भवति । स कुत्रचिदपि गन्तुं न शक्नोति । एवं मनसः प्रवृत्तेः सर्वेषु मार्गेषु रुद्धेषु मनसो निरोधो भवति । ततो मनः स्थिरीभवति । तत्कुत्रचिदपि न भ्रमति । साधकस्य मन:स्थिरीकरणेनैकान्तेनैव लाभ: । मनसि स्थिरे जाते नूतनान्यशुभकर्माणि न बध्यन्ते पूर्वबद्धानि च तानि निर्जरन्ति । अध्यात्मकल्पद्रुमे श्रीमुनिसुन्दरसूरिभिर्मनसः संवरणार्थमेवमुपदिष्टम् - 'मनः संवृणु हे विद्वन् ! असंवृतमना यतः । याति तन्दुलमत्स्यो द्राक्, सप्तमीं नरकावनिम् ॥१४ / २॥ प्रसन्नचन्द्रराजर्षेर्मनः प्रसरसंवरौ । नरकस्य शिवस्यापि हेतुभूतौ क्षणादपि ॥१४ / ३ ॥' बन्द्यादिभिर्मनो न स्थिरीकृतम्, ततस्ते दुःखं प्राप्ताः । साधकोऽपि यदि मनः स्थिरं न करोति तर्हि दुःखभाग्भवति । बन्द्यादिदुःखिन एकान्तमौनाभ्यां सर्वं सहन्ते । एवं साधकेनाऽप्येकान्तमौनाभ्यां सर्वं સોઢવ્યમ્ । ४६२ અને ભાવોમાં રાગ-દ્વેષ કરે છે. નિઃસંગતારૂપી એકાંતવાસ વડે તેનો નિરોધ થાય છે. મન સતત ચિંતનશીલ છે. મૌનથી તેનો નિરોધ થાય છે. આમ એકાંતવાસ અને મૌન વડે મનનો નિરોધ કરવો. આમ મનનો નિરોધ કર્યો છતે તે સ્થિર થાય છે. કોઈ ગામમાંથી નીકળવાના અનેક રસ્તા હોય. તે બધા રસ્તા અટકાવી દેવાથી ગામના લોકોનો નિરોધ થાય છે. તેથી ગામના લોકો સ્થિર થાય છે, તેઓ ક્યાંય પણ જઈ શકતા નથી. એમ મનની પ્રવૃત્તિના બધા રસ્તાઓ અટકાવી દેવાથી મનનો નિરોધ થાય છે. તેથી મન સ્થિર થાય છે. તે ક્યાંય પણ ભમતું નથી. સાધકને મન સ્થિર કરવાથી એકાંતે લાભ છે. મન સ્થિર થવાથી નવા અશુભ કર્મો બંધાતાં નથી અને પૂર્વે બાંધેલા અશુભ કર્મોની નિર્જરા થાય છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં શ્રીમુનિસુંદરસૂરિજીએ મનનો નિરોધ કરવા માટે આ રીતે ઉપદેશ આપ્યો છે, ‘હે વિદ્વાન ! તું મનનો નિરોધ કર, કેમકે મનના નિરોધ વિનાનો તંદુલિયો માછલો તરત સાતમી નરકમાં જાય છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિને એક ક્ષણમાં મનનો પ્રસાર નરકનું કારણ બન્યો અને મનનો નિરોધ મોક્ષનું કારણ બન્યો. (૧૪/૨,૧૪/૩)’ અપરાધી વગેરેએ મનને સ્થિર કર્યું નહીં. તેથી તેઓ દુઃખ પામ્યા. સાધક પણ જો મનને સ્થિર ન કરે તો દુઃખી થાય. અપરાધી વગેરે દુઃખીઓ એકાંતવાસ અને મૌન વડે બધું સહન કરે છે. એમ સાધકે પણ એકાંતવાસ અને મૌન વડે બધું સહન કરવું જોઈએ.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy