SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ मुनिः सर्वसमृद्धिमान् योगसारः ४/२४ मुनिः ॥३॥ नवब्रह्मसुधाकुण्ड-निष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद्भाति, क्षमा रक्षन्प्रयत्नतः ॥४॥ मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभस्थितः । शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ॥५॥ ज्ञानदर्शनचन्द्रार्क-नेत्रस्य नरकच्छिदः । सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ? ॥६॥ या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षान्तर्गुणसृष्टिस्ततोऽधिका ॥७॥ रत्नैस्त्रिभिः पवित्रा या, स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साप्यर्हत्-पदवी न दवीयसी ॥८॥' प्रशमरतावप्युक्तम् – 'या सर्वसुरवरद्धि-विस्मयनीयापि साऽनगारर्धेः । नार्घति सहस्रभागं, कोटिशतसहस्त्रगुणितापि ॥२५६॥' क्षमा-मृदुता-सरलता-सन्तोष-गुणानुराग-दाक्षिण्य-मार्गानुसारित्व-धर्मश्रद्धाप्रज्ञापनीयता-गुरुपारतन्त्र्याप्रमत्तत्वोदारता-सहनशीलता-निःस्पृहता-ज्ञान-विरति-परोपकारिता-ब्रह्मचर्यपालन-करुणा-सत्यवादिता-तपश्चर्या-सङ्घवात्सल्यादीनि मुनीनामनेकानि गुणरत्नानि । बाह्यवृत्त्या दरिद्रो भासमानोऽपि मुनिरान्तरसमृद्ध्येश्वर एव । स विपुलपुण्यશું ચક્રવર્તી નથી ? (૩) બ્રહ્મચર્યની નવ વાડોરૂપી અમૃતના કુંડમાં રહેનારો અને પ્રયત્નપૂર્વક પૃથ્વીની રક્ષા કરતો મુનિ નાગલોકના સ્વામી જેવો લાગે છે. (૪) અધ્યાત્મના કૈલાસ પર્વત ઉપર વિવેકરૂપી બળદ ઉપર રહેલ, ચારિત્ર અને જ્ઞાનરૂપી ગંગા અને ગૌરીથી યુક્ત મુનિ શંકરની જેમ શોભે છે. (૫) જ્ઞાન-દર્શનરૂપી ચંદ્રસૂર્યરૂપ નેત્રવાળા, નરકને છેદનારા, સુખસાગરમાં ડૂબેલા યોગીને હરિ(વિષ્ણુ)થી શું ઓછું છે? (૬) બાહ્ય અપેક્ષાના આધારે બ્રહ્માની જે બાહ્યસૃષ્ટિ છે, તેના કરતાં ચઢે એવી પરની અપેક્ષા વિનાની મુનિની અંદરની ગુણસૃષ્ટિ છે. (૭) ત્રણ પ્રવાહો વડે જેમ ગંગા પવિત્ર છે, તેમ ત્રણ રત્નો વડે પવિત્ર એવી તે અરિહંત પદવી પણ જેને યોગ સિદ્ધ થયા છે, એવા મુનિ માટે દૂર નથી. (૮) પ્રશમરતિમાં પણ કહ્યું છે, “લાખ કરોડથી ગુણાયેલી એવી પણ બધા દેવોની જે આશ્ચર્યકારી ઋદ્ધિ છે તે અણગારની ઋદ્ધિના હજારમા ભાગને પણ યોગ્ય નથી. (૨પ૬)” ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, ગુણાનુરાગ, દાક્ષિણ્ય, માર્ગાનુસારિપણું, ધર્મની શ્રદ્ધા, પ્રજ્ઞાપનીયતા, ગુરુની પરાધીનતા, અપ્રમત્તપણું, ઉદારતા, સહનશીલતા, નિઃસ્પૃહતા, જ્ઞાન, વિરતિ, પરોપકાર, બ્રહ્મચર્યપાલન, કરુણા, સાચું બોલવું, સંઘવાત્સલ્ય વગેરે મુનિના અનેક ગુણરત્નો છે. બહારથી દરિદ્ર દેખાતો પણ મુનિ અંદરની સમૃદ્ધિથી શ્રીમંત જ છે. તે ઘણા પુણ્યનો સ્વામી છે. ઘણા પુણ્યવાળાને
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy