________________
योगसारः २/३८ बाह्यं दृष्टिग्रहं मुक्त्वा चित्तं निर्मलं कर्त्तव्यम्
२२१ धर्माभासो भवति। मदीयं दर्शनं समीचीनम्, परकीयंत्वसमीचीनमित्यभिनिवेशो दर्शनग्रहरूपो भवति । स तु बाह्यः । दर्शनग्रहेण रागद्वेषौ भवतः । ततश्चित्तं मलिनं भवति । तत्र साम्यं नाऽऽगच्छति । ततो बाह्यदर्शनग्रहं मुक्त्वा चित्तं निर्मलं कुरुत । निर्मलचित्ते साम्यस्य प्रतिष्ठा भवति । साम्ययुक्ते चित्ते दशविधो धर्म आगच्छति। धर्मस्याऽऽराधनया सद्गतिः सिद्धिगतिश्चाप्यते। इत्थमस्मिन्द्वितीये प्रस्तावे ग्रन्थकारेण विविधोपदेशैः साम्यस्य प्राधान्यमुक्तम् ॥३८।।
इति श्रीयोगसारे तत्त्वसारधर्मोपदेशकस्य द्वितीयस्य प्रस्तावस्य पद्मीया वृत्तिः સમાસ |
ધર્માભાસ હોય છે. મારો ધર્મ સારો, બીજાનો ખરાબ એવો કદાગ્રહ એ દર્શનોનો (ધર્મોનો) કદાગ્રહ છે. તે તો બાહ્ય છે. ધર્મના કદાગ્રહથી રાગદ્વેષ થાય છે. તેથી ચિત્ત મલિન થાય છે. તેમાં સમતા આવતી નથી. તેથી ધર્મનો બાહ્ય કદાગ્રહ છોડીને ચિત્તને નિર્મળ કરો. નિર્મળ ચિત્તમાં સમતાની પ્રતિષ્ઠા થાય છે. સમતાવાળા ચિત્તમાં દશ પ્રકારનો ધર્મ આવે છે. ધર્મની આરાધનાથી સદ્ગતિ અને સિદ્ધિગતિ મળે છે.
આમ આ બીજા પ્રસ્તાવમાં ગ્રંથકારે વિવિધ ઉપદેશો વડે સમતાની પ્રધાનતા બતાવી. (૩૮)
આમ શ્રીયોગસારમાં તત્ત્વોના સારરૂપ ધર્મનો ઉપદેશ આપનારા બીજા પ્રસ્તાવની પધીયાવૃત્તિનો ભાવાનુવાદ સમાપ્ત થયો.