SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 16 આજીવિક સંપ્રદાય જેમ જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાની શાખાઓ છે, તેમ આજીવિક શ્રમણ પરંપરાની શાખા છે. તે પણ જૈન–બૌદ્ધ શાખાઓ જેટલી પ્રાચીન છે. બુદ્ધ–મહાવીરના સમયમાં તે બહુ જાણીતી હતી અને તેના અનુયાયીઓ પણ ઘણા હતા—ખાસ કરીને મગધ અને કોસલમાં. રાજપુરુષો સહિત સમાજના વિવિધ સ્તરના લોકો તેના અનુયાયીઓ હતા. મૌર્યકાળમાં આ સંપ્રદાય સિલોન સુધી પ્રસર્યો હતો. અશોકના સમકાલીન દેવાનાંપિય તિસ્સનાના પૌત્ર પંડુકાભે અનુરાધાપુરમાં આજીવિકગૃહ બંધાવેલું. તે કાળે ગુજરાતમાં પણ તેનો પ્રસાર થયો હતો. ગયાની ઉત્તરે ૧૫ માઈલે આવેલી બરાબર ટેકરી ઉપરની ત્રણ ગુફાઓ અશોકે અને તેની નજીક નાગાર્જુન ટેકરી ઉપરની ત્રણ ગુફાઓ અશોકના અનુગામી દશરથે આજીવિકોને સમર્પિત કરી હતી, તે મતલબના ઉલ્લેખો શિલાલેખોમાં છે. મૌર્યકાળના અંતે તેમનો પ્રભાવ ઉત્તર ભારતમાં સાવ ઓસરી ગયો હતો. પરંતુ દ્રવિડભાષી તમિળ દેશમાં તેમનું અસ્તિત્વ ઈ.સ.ની પંદરમી શતાબ્દી સુધી રહેલું, એનું સમર્થન કરતા અનેક શિલાલેખો તેમ જ ‘મણિમેકલાઈ’, ‘નીલકેચિ’ અને ‘ચિવઞાન—ચિત્તિયાર’– એ તમિળ ધાર્મિક ગ્રંથો છે. પ્રાકૃત ભાષામાં તેમના દસ આગમો હતા—મહાનિમિત્તવિષયક આઠ અને માર્ગ (ગીત–નૃત્ય) વિષયક બે. આ દસના સ્થાને ઉત્તરકાળે તમિળ આજીવિકોએ ‘મલિ–નૂલ (મલિનો ગ્રંથ) અને ‘ઓષ્પત-કતિ ્' (નવ કિરણો) નામના બે આગમો મિળ ભાષામાં રચ્યાં. સંસ્કૃતમાં પણ તેમના શાસ્ત્રગ્રંથો હતા. બૌદ્ધ ત્રિપિટકના ઉલ્લેખ અનુસાર આજીવિક પંથના નંદ વચ્છ, કિસ સંચ્ચિ અને મતિિલ એ ત્રણ નાયકો હતા. પૂરણ કસપનું પણ આજીવિક સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન હતું. પકુધ કચ્ચાયનની વિચારધારાનો આજીવિક વિચારધારા સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. મતિિલ, પૂરણ અને પકુધ ભગવાન બુદ્ધના પ્રતિસ્પર્ધીઓ હતા. જૈન આગમ ‘ભગવતી’ અનુસાર મલિ (મંખિલ ગોસાલ) ભગવાન મહાવીરનો છ વર્ષ સુધી સાથી હતો. નિયતિવાદ આજીવિકોનો મુખ્ય સિદ્ધાંત છે. કેવી કેવી અવસ્થાઓમાંથી સૌ જીવોએ પસાર થવાનું છે એ દર્શાવતી વિસ્તૃત યાદી મળે છે, તેમાં યોનિપ્રમુખથી =
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy