SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ८ કામ કરી ગયો હોવો જોઈએ. અને શ્રી યશોવિજયજી મહારાજ ૧૭૦૯૧૭૧૦ અમદાવાદ-પાટણ એમ ગુજરાતમાં વિચર્યા છે. પ્રસિદ્ધ નયચક્રની પોથી પાટણમાં સાત મુનિવરોએ સાથે લખી છે. તે સમય ૧૭૧૦ પોષમહિનાનો છે. તેથી તેઓ પોતાના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે જે વળાંક મળ્યો, તે માટેનો સઘળો યશ આચાર્ય શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજને આપે છે. તેઓ શ્રી પોતેજ દ્રવ્યગુણ પર્યાયરાસની પ્રશસ્તિની ઢાળમાં (ઢાળ-૧૭મી) લખે છે. “તાસ પાટે વિજય દેવસૂરીશ્વર મહિમાવંત નિરીહો, તાસ પાસે વિજયસિંહસૂરીશ્વર સકલસૂરિમાં લીહો રે ॥૨૭૫) તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થ ગુણ વાધ્યો, તસ હિત શીખ તેણે અનુસારે જ્ઞાન યોગ એ સાધ્યો રે ।।૨૭૬॥ જસ ઉદ્યમ ઉત્તમ માર્ગનો ભલે ભાવથી લહીએ! જસ મહિમા મહીમાંહે વિદિતો તસ ગુણ કેમ ન ગહીએ” ૨૭૭ આ રીતે સુસ્પષ્ટપણે તેઓએ ઉલ્લેખ કર્યો છે. વળી સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં સત્તરમી ઢાળમાં પણ ‘તસ પાટે વિજયદેવસૂરીસરૂ પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરિ, જાસહિત શીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટળી કુમતિ મોરી' ।।૧૦।। આ પ્રમાણે તેઓશ્રીએ પોતાના આ જ્ઞાનયોગના વળાંકમાં શ્રીસિંહસૂરીશ્વરજી મહારાજને જ કારણ ભૂત ગણાવ્યા છે. *એક તો પોતાના પૂજ્યપાદ ગુરુમહારાજશ્રી નયવિજયજી મહારાજ અને બીજા શ્રીસિંહસૂરીશ્વરજી મહારાજ આ બન્નેનો ઉપકાર તેઓશ્રી સ્વીકારે છે. * તેઓશ્રી પ્રત્યેની વિશિષ્ટ ભક્તિ પ્રદર્શિત કરવા જ પૂ. ઊપા. શ્રી યશોવિજયજી મહારાજે વિજયોલ્લાસ મહાકાવ્ય રૂપ શ્રી સિંહસૂરિજી મ.નું જીવનવૃત્ત રચવાનો ઉપક્રમ કર્યો છે. તે પૂર્ણ મળતું નથી.
SR No.022238
Book TitleAdhyatmaop Nishad
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year2010
Total Pages178
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy