SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સં. ૧૬૮૮માં પં. નયવિજયજી મહારાજ કુણઘેર (ઉ.ગુજ.માં પાટણહારીજ વચ્ચેનું ગામ)માં ચોમાસુ રહ્યા. ચોમાસાબાદ સં. ૧૬૮૯માં તેઓશ્રી કનોડામાં (મહેસાણા-ગાંભૂની વચ્ચે નાનું ગામ) પધાર્યા. ત્યાં સંપર્કપૂર્વજન્મથી આ બધું જ સિદ્ધ હતું. શ્રીમદ્ભાગવત ગીતાના શબ્દોમાં આવાજીવોને યોગભ્રષ્ટ’ આત્મા કહેવાય છે. એટલે કે ગતજન્મમાં યોગની સાધના કરતાં કરતાં આયપૂર્ણ થવાથી-આદરેલી યોગની સાધના પરિપૂર્ણ નથી થઈ જેથી-એવો જ આત્મા તે “યોગભ્રષ્ટ’ આવો એ આત્મા હતો. માતા સોભાગદે પિતા નારાયણે સંમતિથી-પાટણ જઈ પ્રવ્રજ્યા અપાવી. દશ વર્ષના પ્રાથમિક અભ્યાસ કાળ પૂર્ણ થયો. સંવત ૧૬૯૯માં રાજનગર (હાલનું અમદાવાદ)માં શ્રી સંઘ સમક્ષ “અષ્ટમહાઅવધાન” કર્યા. સભા ચકિત થઈ. શા ધનજી શ્રાએ વિનંતી કરી કાશીમાં અભ્યાસ કરાવ્યો, અવસરે જિનશાસનના મહાન પ્રભાવક બનશે. અરે ! થાશે બીજો હેમ” આ વચનોથી પ્રોત્સાહિત થઈ-પ્રેરિત થઈ ગુરુમહારાજ કાશી તરફ પધાર્યા. કાશીમાં ૩ વર્ષ અને આગ્રમાં ૪ વર્ષ રહી પ્રકાંડ વિદ્વત્તા, અપ્રતિમત-શક્તિ સંપાદન કરી સંવત ૧૭૦૮માં તેઓ શ્રી અમદાવાદ પધાર્યા. “કીરતિ પસરી દિશિદિશિ” મહોબતખાન સુબો પણ આવ્યો “તાસ કથનથી જસ સાથે વળી, અષ્ટાદશ અવધાન, એ રીતે તેની સમક્ષ અઢાર અવધાન કર્યા, ખાને બુદ્ધિની પ્રશંસા કરી ચોર્યાસી ગચ્છમાં આ પંડિત અક્ષોભ્ય છે. તેમ બે મુખે લોકો કહેવા લાગ્યા. આ રીતે તેઓએ વિદ્વત્તાનું એવરેસ્ટ શિખર સર કર્યું.' આધ્યાત્મિક વળાંક બસ તે પછી તેઓ શ્રી પુણ્યશ્લોક પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના સંપર્કમાં આવ્યા. અને તેઓએ શ્રી યશોવિજયજી મહારાજની પ્રતિભાને બુદ્ધિ વૈભવને એક વળાંક આપ્યો. વિજયસિંહસૂરીશ્વરજી મહારાજનો કાળધર્મ વિ.સં. ૧૭૦૯ના અષાઢ સુદિ બીજના અમદાવાદ મુકામે થયો છે, તેથી તેઓનો એ છેલ્લો સંપર્ક તેઓમાં ગજબ
SR No.022238
Book TitleAdhyatmaop Nishad
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year2010
Total Pages178
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy