SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (ii) પ્રત્યક્ષ એ એક જ પ્રમાણ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું નાસ્તિકદર્શન છે. છ ઉ પ્રકારની ભાષા ૨ (૧) પ્રાકૃતભાષા :- બાળકો, ગોવાળો, સ્ત્રીઓ વગેરે બધા બોલી શકે તેવી, વચનના સહજ વ્યાપારરૂપ, બીજી બધી વિશેષભાષાઓના મૂળકારણ રૂપ ભાષા તે પ્રાકૃતભાષા. નાટક વગેરેમાં પ્રાકૃતભાષા સ્ત્રીપાત્રો માટે નક્કી થયેલી છે. (૨) સંસ્કૃતભાષા :- શબ્દોના લક્ષણ (વ્યાકરણ)થી સંસ્કારાયેલી ભાષા તે સંસ્કૃતભાષા. તે દેવોની ભાષા છે. : (૩) શૌરસેનીભાષા – શૂરસેન દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે શૌરસેનીભાષા. નાટક વગેરમાં અધમ અને મધ્યમ પાત્રો માટે શૌરસેનીભાષા નક્કી થયેલી છે. (૪) માગધીભાષા :- મગધ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે માગધીભાષા. નાટક વગેરેમાં માછીમાર વગેરે અતિશય નીચ પાત્રો માટે માગધી ભાષા નક્કી થયેલી છે. (૫) પૈશાચિકીભાષા :- પિશાચ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે પૈશાચિકી ભાષા. ચૂલિકાપૈશાચિકી ભાષા એ પૈશાચિકીભાષાનો જ એક પ્રકાર છે. નાટક વગેરેમાં રાક્ષસ, પિશાચ અને નીચ પાત્રો માટે બે પ્રકારની પૈશાચિકીભાષા નક્કી થયેલી છે. (૬) અપભ્રંશભાષા :- ભરવાડ વગેરેની ભાષાઓનો સમૂહ તે અપભ્રંશ ભાષા. નાટક વગેરેમાં ચંડાળ, યવન વગેરે પાત્રો માટે અપભ્રંશભાષા નક્કી થયેલી છે. ...૨૬... * ખરાબ વિચાર કરવા તે ઝેર પીવા બરાબર છે. ૬ પ્રકારની ભાષા
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy