SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ '(૧૭૬ ) કરુણા ભાવના : ગેયાષ્ટક ( આજ તે ગયાતા અમે સમવસરણમાં-એ દેશી ) | ( આજ તે વધાઈ રાજા, નાભી કે દરબાર રે; મરૂદેવાએ બેટ જા, ઋષભકુમાર રે. આજ—એ દેશી ) सुजना! भजत मुदा भगवन्तं, सुजना भजत मुदा भगवन्तम्। शरणागतजनमिह निष्कारण-करुणावन्तमवन्तं रे॥सुजना०१॥ અર્થ:– ગુજરા!) હે સજને ( ૪ ) આ સર્વ જીવરાશિને વિષે ( નિવાં ) કેઈપણ જાતની અપેક્ષા વિના કણાવાળા અને (રાજગતનં ) શરણે આવેલા પ્રાણીને દુર્ગતિના દુઃખથી ( અવાં ) રક્ષણ કરનારા (માવત્ત ) ભાગવાનને (કુરા ) આનંદ સહિત ભક્તિવડે (માતા) તમે સે. ૧. તમને સંસારમાં કરુણું ઉત્પન્ન કરે તેવા પ્રસંગે દેખાયા હોય તે જ્યાં ઉપાયની જરૂરીયાત લાગે ત્યાં ભગવંતના માગે ચાલી તેમનું ભજન કરે, કરા, દુઃખથી પીડાતાને ઉપદેશવડે રક્ષણ કરનાર નિષ્કારણ દયાસાગરનું શરણ સ્વીકારે. એ ભગવાન શરણ કરનારને આશ્રય આપનાર છે અને કાંઈ પણ અપેક્ષા કે આશા વગર કરુણારસના ભંડાર છે, અન્યને તેનો લાભ આપનારા છે. એમની ભાવના પૂર્વભવમાં જ્યારે સર્વ પ્રાણુને કમબંધનથી મુક્ત કરવાની થાય, એમને આત્મદર્શનમાં સર્વ જંતુનું હિત આવે ત્યારે તે મહાત્મા તીર્થંકરનામકર્મ બાંધે છે. એ વિશાળતા તેમના મનમાં સતત ચાલુ રહે છે. એ ભગવાન ઉપર વર્ણવેલા સર્વ દુઃખમાંથી રક્ષણ કરનાર છે. તેમને ઉપદેશ જ એવા પ્રકારના હોય છે કે તેઓ સર્વ દુઃખમાંથી છૂટવાને રસ્તે બતાવે અને પ્રાણીઓનો વિકાસ કરે. ૧.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy