________________
૮૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
અને તેથી શારીરિક અને માનસિક દુઃખોને મેળવે છે. તે તીક્ષ્ણ ભયંકર દુઃખોને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. તે વિષે એક કથા કહું છું તે ધ્યાનથી સાંભળો. કે જેથી તમને વિશ્વાસ બેસશે.
આ જંબુદ્વીપનાં લિલાવતી વિજયમાં તિલકપુર નગર છે. ત્યાં સૂરપ્રભ રાજા છે. તેને ચંદ્રથી નામે રાણી છે. તે નગરમાં નાગશ્રેષ્ઠિ રહે છે. તેને નાગશ્રી નામે ભાર્યા છે. સર્વ ઈંદ્રિયોને આનંદ દાયક, મનોહર પાંચ પ્રકારનાં વિષયસુખને અનુભવતાં તે બેઓનો સમય પસાર થઈ રહ્યો છે. એક વખત નાગશ્રીએ પ્રધાન સ્વપ્નથી સૂચિત પુત્ર યુગલને જન્મ આપ્યો. પ્રિયંકરા દાસીએ વધામણી આપી. શેઠે તેને ઈનામ આપી વધામણાં મહોત્સવ કર્યો. બાર દિવસ થતાં વીરચંદ્ર અને શૂરચન્દ્ર નામ પાડ્યા. પાંચ ધાવમાતાથી પાલન પોષણ પામેલાં તે બન્ને આઠ વરસના થયાં. કલા શિક્ષણ ગ્રહણ કર્યું. અને યૌવનવનના મુસાફર બન્યા. તેનાં ફળનો સ્વાદ માણવા પોતાનાં અનુરૂપ કન્યાઓ સાથે લગ્નગ્રંથથી જોડાણા અને તેઓની સાથે સુખમાં કાલ પસાર કરવાં લાગ્યા.
એક વખત પિતા સાથે મહેલ જોવાં ઉપર ચઢ્યા. નગરની શોભાને જોતાં
જોતાં પૂજાનાં ઉપકરણ લઈ લોકોને જતાં જોઈ એક પુરુષને કારણ પૂછ્યું. તેણે કહ્યું કે અતિશયજ્ઞાની પધાર્યા છે. તેનાં વંદન માટે બધા લોકો જાય છે. તે સાંભળી તેઓનાં આદેશાનુસાર નિયુક્ત પુરુષોએ સર્વસામગ્રી તૈયાર કરી અને રથમાં બેસી તેઓ પણ મહાવિભૂતિ સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં મૂર્તિમાધર્મસમા, ચારજ્ઞાનનાં પ્રભાવથી યુક્ત. જેમનાં ચરણોને અનેક જન ચૂમી રહ્યા છે. અને વિશુદ્ધ ધર્મ દેશના આપતા એવાં મુનિચન્દ્રસૂરિને જોયાં. વંદન કરીને ઉચિત સ્થાને બેઠા ભગવાને કહ્યું કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થ છે તેમાં મોક્ષ પ્રધાન પુરુષાર્થ છે; તે મોક્ષ પુરુષાર્થ માટે સમ્યક્ જ્ઞાન-દર્શન ચારિત્ર માં યત્ન કરવો જોઈએ. જિનેશ્વરે ભાખેલ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમકિત; સમજવું તે જ્ઞાન અને કાયા થી આચરવું તે ચારિત્ર છે. કહ્યું છે કે...
ત્રણેકાલ, નવપદ સહિત છ દ્રવ્ય, છ કાય, છ લેશ્યા, જીવ, વ્રત, સમિતિ, ગતિમાન ચારિત્રનાં ભેદો, પાંચ બીજા અસ્તિકાય, ત્રિભુવનપતિએ આને મોક્ષનું મૂળ તરીકે ફરમાવ્યું છે. અને જે જાણે શ્રદ્ધા કરે, અને આચરણ કરે તે શુદ્ધ દૃષ્ટિવાળો જાણવો. તે સાંભળી પિતા સહિત બન્ને ભાઈએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો.