________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૮૫ થવા છતાં કુલીન પણાનાં લીધે તેની સ્ત્રી પોતાનાં ઘરેણાં મોકલે છે. તે દેખી કુટ્ટણી (વેશ્યાઓને સંભાળનારી) ખરેખર અત્યારે આ નિસ્ટાર બની ગયો છે. એથી હજાર રૂપિયા સાથે ઘરેણું પાછુ મોકલે છે. અને કુટ્ટિનીએ વસંતસેનાને કહ્યું પીલાઈ ગયેલા શેલડી જેવા આ કામુકને છોડી મૂક. કારણ કે આપણો આ કુલધર્મ છે. પૈસાદારને માન આપવું તેથી હે પુત્રી ! તું કુલાચારને મૂક નહિં અને ધનવાન ને સ્વીકાર. હે મા તું આવ ન બોલ. એણે આપણને એટલુ ધન આપ્યું છે તેટલું બીજો કોણ આપવાનો હતો ? આ ધન આપણી સાતમી પેઢી સુધી રહેશે. અને આ મહાભાગ ફરી પણ બીજું ધન આપશે. આચારથી ખરાબનું મારે કામ નથી. મા આ તો ઉત્તમ ગુણ રત્નોનો ભરેલો છે. આવો તેણીનો નિશ્ચય જાણી ધુતારી કુટ્ટાણીએ આકાર ગોપવી કાર્યને હદયમાં સ્થાપી ચુપ રહી.
રાત્રે વસંતસેના સુઈ જતા પલંગ ઉપર સુતેલાને જાગતો દિશાચક્રને જોઈ વિચારવા લાગ્યો. શું આ ઈંદ્રજાલ છે, કે મને દિશાભ્રમ થયો છે ? અથવા તો શું આ સ્વપ્ન છે. કે આ શું હું ધાતુ વગરનો થયો છું. એમ વિચારતા તેને પાસે રહેલી દાસીએ તું ઘણાં વિકલ્પ કરીશ મા. પોતાના કુલ ધર્મને અનુસરતી કહ્યું કે વસંતસેનાની માતાએ હદથી અહિં મૂક્યો છે. તેથી તું તારા ઘેર જા. જેથી હું આ પલંગ લઈને જાઉં ત્યારે દુભાયેલા મનવાળો તે પોતાના ઘર ભણી ચાલ્યો. મોટા જંગલની જેમ નિર્જન કુકવિએ રચેલ કાવ્યની જેમ સારાવાર્થવાળા અલંકાર વગરનું (ગૃહ પક્ષે સોનાનાં), રમશાનની જેમ બીહામણું, ઘરડા માણસનું મોટું જેમ દાંત વગરનું હોય તેમ રત્ન વગરનું, સુકુ સરોવર કમલ વગરનું હોય તેમ (કમલા-ધનવગરનું) વિંધ્યાચલ પહાડ જેમ હાથીઓથી શોભાયમાન હોય છે તેમ શોભા વગરનું થયેલું એનું પોતાનું ઘર દેખતો શંકા સાથે અંદર પેસે છે. ત્યારે કૃતપુણ્યને આવતો દેખી તેની પત્ની સહસા ઉભી થઈ. તેણીએ આપેલા આસન ઉપર બેઠો અને પાણીએ પગ ધોયા. આંસુ સારતી તેણીએ મા બાપની વાત કરી. તે સાંભળી તેણે નરક જેવું દુઃખ થયું. જાતે જ પોતાને ધીરજ આપી સ્ત્રીને પૂછયું. તારી પાસે કાંઈ પણ છે ? તેણીએ પણ પોતાનું ઘરેણું આપ્યું. માલ લઈ દેશાટન જવા તૈયાર થયો. ત્યારે મિત્ર લજ્જાથી થોડા દિવસ ઘેર રહી તેણીએ મોટી પકોડી, ફળની પોટલી કરી આપી. પણ સાથે પ્રયાણ કરી લીધુ હોવાથી સાર્થ નજીકના - શૂન્ય દવકુલમાં ખાટલા ઉપર સુઈ ગયો. આ બાજુ તે નગરમાં સુધનુ નામે ઈભ્ય છે. તેને માયા બુદ્ધિથી દુષ્ટ આશય ઈચ્છાવાળી મહિમા નામની ઘરવાળી