SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૬૯ દર્શનથી ભય ઉત્પન્ન થવાથી નિદ્રા ઉડી ગઈ. અને પતિને સ્વપ્ન કહ્યુ. સ્વભાવિક પોતાના મતિ માહાત્મ્યથી નિશ્ચિત કરેલા સ્વપ્નના ભાવાર્થથી રોમકૂપ ખેડા થવાથી વિકસિત થયેલા વદનકમલવાળા રાજાએ કહ્યુ હે દેવી ! કુરુદેશના સર્વ રાજા રૂપી તારામંડલમાં ચંદ્રસમાન તારા પુત્ર થશે. એમ થાઓ, એમ આનંદ પામી પતિના વચન પછી તરતજ પૂર્ણ થતા સઘળા ઈચ્છિત મનોરથવાળી તેણીએ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. ફેલાતી પોતાના શરીરની કાંતિના સમૂહથી જન્મભવનનાં પ્રદેશને પ્રકાશિત કરનારો તેને દેખી હર્ષાવેશથી ઉત્પન્ન સંભ્રમ વડે સ્ખલના પામતી ઉતાવળી ગતિના પ્રચારથી ઉઠતા શ્વાસ વડે ભરાયેલા હૃદયવાળી સુદર્શના નામની દાસીએ રાજાને વધામણી આપી. ત્યાર પછી તેના વચન સાંભળી, આનંદ સમૂહથી પરવશ થયેલા મનવાળા, મુકુટવર્જી અંગે લાગેલા સર્વ ઘરેણા વિ. ના ષ્ટિ દાનથી દાસચેટીને તુષ્ટ કર્યા. પછી ઈષ્ટપુત્રના જન્મ અભ્યુદયનો દદિવસ નો માંડેલા વધામણી મહોત્સવને સુખથી અનુભવતા રાજાને પુત્રનો નામ પાડવાનો દિવસ આવ્યો. સ્વપ્ન અનુસારે કુરુચંદ્ર નામ પાડ્યુ. મોટો થયો ને લગ્ન થયા. અને પ્રવજ્યા લેવા તૈયાર થયેલા રાજાએ તેના ઉપર રાજ્ય ભાર નાંખ્યો. તે પ્રંચડ આજ્ઞા (શાસન) વાળો રાજા થયો. આ બાજુ સુધન, ધનદ મરી અનુક્રમે વસંતપુર, કાર્તિકપુરમાં વસંતદેવ, કામપાલ નામના પ્રધાન શ્રેષ્ઠી પુત્ર થયા. યુવાન થયા, ધનપતિ ધનેશ્વર શંખપુર જયંતીનગરમાં મેરા કેશરા નામની રતિના રૂપલાવણ્યને જીતનારી ઈલ્યકુલની પુત્રીઓ થઈ અને યૌવનમાં આરુઢ થઈ. (તરુણ તરુવર ઉપર ચઢી) એક વખત વસંતદેવ ઉંટ બળદ વિ. વાહનયુક્ત મોટા સાર્થ સાથે વાણિજ્ય માટે જયંતીનગરમાં ગયો. વસંતવર્ણન..... એ અરસામાં લંકાવાસ જેમ વિકસંત રાક્ષસવાળો હોય તેમ વિકસિત થતા પલાશવૃક્ષવાળો જિનમુનિ મનનો અભિપ્રાય જેમ પ્રગટ થતો શોક વગરનો હોય તેમ વિકાસ પામતા અશોકવૃક્ષવાળો, સ્ત્રીનું ભાલતટ જેમ તિલકથી શોભે છે, તેમ શોભતા તિલકવૃક્ષવાળો, વચન વિકલ પુરુષ જેમ ખરાબ અવાજ કરનારો હોય છે તેમ વિકસતા કુરબકવૃક્ષવાળો, ઈન્દ્ર જેમ વિકસતા લાલરંગવાળો હોય તેમ વિકસતા આંબાના વૃક્ષવાળો, શૂન્યગૃહનો ઉપરનો ભાગ જેમ ફેલાતી કરોલીયાની જાલવાળો હોય છે તેમ ફેલાતા પ્રવાહવાળો વસંત મહીનો આવ્યો. વાયરા વશે હાલતી ચાલતી કોમલતારૂપી બાહુ દંડોથી જાણે નાચતો ન હોય વિવિધ પ્રકારના પક્ષીઓનાં કલકલ અવાજથી
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy