________________
૧૭૬
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ આવ્યા ત્યારે તેઓ બોલ્યા અમે તો બધા મુનિજ છીએ. ગુરુ તો પહેલાં અહીં પધારેલાં છે. ત્યારે સાગરચંદ્રસૂરિએ કહ્યું અહીં તો વૃદ્ધ સાધુ સિવાય બીજું કોઈ આવ્યું નથી. આ અરસામાં અંડિલ ભૂમિથી કાલકસૂરિ આવ્યા. ત્યારે મહેમાન સાધુસમૂહ ઉભો થયો. સામે ગયો. ત્યારે સાગરચંકે કહ્યું આ શું ? સાધુઓએ કહ્યું આ આચાર્ય કાલકસૂરિ છે. ત્યારે શરમિંદા બનેલાં સાગરચંદ્રસૂરિએ ઉભા થઈ ક્ષમા માંગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગુરુએ કહ્યું - સંતાપ ના કરીશ. આ તારો ભાવ દોષ નથી પરંતુ પ્રમાદ દોષ છે.
એક વખત વેળથી પ્રસ્થક ભરાવ્યું અને પછી એક બાજુ ઢગલો કરાવ્યો ફરી ભરાવી બીજે ખાલી કરાવ્યું એમ કરતાં પ્રસ્થક સાવ ખાલી થઈ ગયો. ગુરુએ પૂછયું કાંઈ સમજ પડી તેણે કહ્યું ના સાહેબ ગુરુએ કહ્યું જેમ આવાલુકાથી પુરો ભરેલો પ્રસ્થક હતો તેમ સુધર્મા સ્વામીનું શ્રુતજ્ઞાન સંપૂર્ણ અતિશયવાળું હતું તેમણી અપેક્ષાએ જંબુસ્વામીનું શ્રુતજ્ઞાન થોડું ઓછું અને અલ્પ અતિશયવાળું હતું. તેમનાથી પ્રભસ્વામીનું વધારે ઓછું અને વધારે ઓછાં અતિશયવાળું હતું. કેમકે શ્રુતકેવલી ભગવંતના પણ પસ્થાન પતિત ભાંગાઓ ભાખ્યા છે. અને શ્રુતજ્ઞાનીથી બીજો અનંતગુણ અધિકજ્ઞાનવાળો હોય છે. ત્યાં શબ્દજ્ઞાન સરખુ હોવા છતાં વિચારણાથી અત્યધિક વિસ્તરેલું હોય છે. એક જ શબ્દના આધારે અનેક અર્થ કાઢી સુમેલ કરી દે. એમ અનુક્રમે ઓછું થતું થતું મારાથી તારાગુરુનું જ્ઞાન ઓછું તેનાથી પણ ઓછું તારું જ્ઞાન છે. વળી દુષમકાળના પ્રભાવે પ્રાયઃ કરીને અતિશય વગરનું શ્રત રહ્યું છે. તેથી આવા કૃતથી ગર્વ ના કર.
કહ્યાં છે કે - એક સર્વજ્ઞ સુધી તરતમયોગે મતિ વૈભવ હોય છે તેથી એમાં હું જ પંડિત છું; એવો ગર્વ ન કરવો.
આચાર્ય ઉત્તમ ચરિત્રવાળા આજ્ઞાને શિરોધાર્ય કરનારાં એવાં અનેક શિષ્યોથી પરિવરેલાં ગામ નગર વિ. માં વિચરી રહ્યા છે. એક વખત ચળકતા શરીરવાળા લટકતી માળાવાળા, હાર, અર્થહાર, ત્રણ સરવાળો હાર, ઝુબનકથી છવાયેલાં વક્ષસ્થલવાળા, ભુજાબંધથી શોભતાં ભુજાયુગલવાળા, કુંડલ વડે એનાં ગાલ ઘસાઈ રહ્યા છે. શ્રેષ્ઠ રત્ન કિરણોથી ઉત્કૃષ્ટ જે મુકુટ તેનાથી શોભતાં મસ્તક વાળાં, સુંદર સ્વચ્છ વસ્ત્રને ધારણ કરનારાં સુધર્મ સભાની ત્રણ પર્ષદા મળે સાત સેનાઓ તેમના સાત સેનાપતિ, ત્રાયઅિંશત, અંગરક્ષક, સામાનિકદેવ, બીજાપણ સૌધર્મ સ્વર્ગ નિવાસી લોકપાલ વિ. દેવદેવીના મધ્યે શ્રેષ્ઠ સિંહાસન ઉપર ઈન્દ્રની ઋદ્ધિથી શોભતાં ઈન્દ્ર મહારાજા બેઠેલા છે.
તે વિપુલ અવધિજ્ઞાનથી લોકાઈને દેખતાં પૂર્વ વિદેહમાં પર્ષદા સમક્ષ