________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
ન ૧૧૩] માનસિક ખેદથી મનુષ્યો સંતાપ-ચિત્તખેદ = ભારે પીડા પામે છે. ભલે મોઢેથી ન બોલે પણ તેમનું કરમાયેલું શરીર સ્પષ્ટ રીતે જણાવે છે...
સંયોગ - અનિષ્ટ માણસનો મેલાપ તે પણ દુ:ખ માટે થાય છે. અનિષ્ટ માણસ સાથે થયેલો અણધાર્યો સંયોગ પણ અબુધ માણસોને ભારે દુ:ખ આપનારો હોય છે.
વિયોગ :- ઈષ્ટ ભાઈ વિ. નો વિયોગ જે આકન્દન વિ. મહાદુઃખનું કારણ બને છે. સંસારમાં બંધુના વિયોગથી રડ્યા તે આંસુને ભેગા કરીએ તો સમુદ્ર નાનો પડે. ઈષ્ટવસ્તુ અને પ્રિયજન ઈત્યાદિના વિયોગમાં વીતરાગ સિવાય બધાને ભારે દુ:ખ થાય છે.
શોક :- પિતાદિના મરણથી થયેલ ચિત્તખેદ જે સર્વ આપત્તિનું સ્થાન છે. કહ્યુ છે કે - શોક એ પિશાચી (ડાકણ) નો પર્યાય, પાપનું રૂપાન્તર, અંધકારની યુવાની, વિષની વૃદ્ધિ, યમ નહિં છતા પ્રેત નગરનો નાયક, આ ન ઓળવાય એવો અગ્નિ છે. રાજ્યસ્મા = T.B. હોવા છતાં અક્ષય (મૃત્યુ) છે એટલે આ ક્ષય રોગ નાશ પામે એવો નથી. આ લક્ષ્મી વગરનો છતાં જનાર્દન (જનને પીડનારો) છે. પુણ્યમાં અપ્રવૃત્ત છતાં ક્ષપણક છે. એટલે કર્મ ખપાવા ઉદ્યત થયેલો પુણ્ય- અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે, જ્યારે શોક પુણ્યમાં પ્રવૃત્ત થયા વિના, પ્રાણીઓનો ક્ષય કરનાર છે. જેમાંથી જાગવાનું નથી એવી નિદ્રા સમાન, આ આળસ વગરનો સન્નિપાત છે. ઉપદ્રવ કરનાર છતાં વિનાયક, અબુધ જન સેવિત (મૂર્ખ જનોથી) સેવિત છતાં આ ગ્રહ વર્ગ છે. આ યોગ વિના ઉપજેલ જ્યોતિરૂપ છે. સ્નેહથી (થયેલો) વાયુનો પ્રકોપ થાય. માનસ પ્રવૃત્તિથી (થયેલ) અગ્નિ ઉઠે, ઠંડા-ભીનાશથી ધૂળ નો ક્ષોભ થાય, રસથી અતિશોષ, રાગથી આયુ ઘટે છે. શોકથી સંતપ્ત માનસ સંતાપ, ચિત્તખેદ, વિવિધ આપત્તિઓ મરણ અને ધર્મ-અર્થ-કામ ત્રણે વર્ગની હાનિ ને મેળવે છે.
ણિહિણ - એટલે ભાવ પ્રધાન વિવક્ષા હોવાથી કોઈપણ જાતનું કામ નહિં કરવું. કહ્યું છે કે જે કાર્ય કરવામાં સમર્થ નથી તેવો રૂપવાન પુરુષ પણ પોતાનાં સ્નેહી બંધુજનોથી નિંદા પામે છે.
દીનત્વ :- નિ: સત્વપાણું, જે માનસિક અને શારીરિક દુ:ખનું કારણ છે. કહ્યુ છે કે - હો પિતાશ્રી ! હે ભાઈ ! હો મામા ! હો કાકા ! હે પુત્ર ! હે ભાણેજ ! અમારા કાર્યને કરી આપોને એમ દીન માણસ (લદ્ધિ) ખુશામત કરે છે. એ ૨૨ મે ૨૩ |
પૂજા કરનારને આવી દુઃખ વિડંબના હોતી નથી. એ કહ્યું.