________________
૧૦૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ શુચિકર્મ થી નિવૃત્ત થયેલી પુત્રીનું “રત્નપ્રભા' નામ પાડ્યું. અને તે નિર્વાત અને નિર્વાઘાતવાળી ગિરિ ગુફામાં રહેલી ચંપકલતાની જેમ દેહના વિકાસથી વૃદ્ધિ પામે છે.
અને શુક્લપક્ષની ચન્દ્રલેખાની જેમ કલા સમૂહથી વૃદ્ધિ પામે છે. એ રીતે જ્યારે તે ચૌદ વર્ષની થઈ ત્યારે દાસ દાસીઓથી પરિવરેલી કંચુકીથી યુક્ત, સૈન્યવૃંદથી સહિત, સોનાની પાલખીમાં આરુઢ થઈ દરરોજ આનંદ માણતી, ઉધાન, વાવડી વિ. માં ફરે છે.
એક વખત પ્રિયંકરી દાસીએ કહ્યું કે આપણે હજી સુધી મહોદયા નદીનાં કાંઠે રહેલાં ઉઘાનોમાં ગયા નથી. જો આપને સારું લાગતું હોય તો ત્યાં જઈ ઉધાનશોભા અને નદીને નીરખીએ. ત્યારે રાજકુમારી સહર્ષે ભલે ! ત્યાં જઈએ એમ કહી ત્યાં ગયા. કાંઠા ઉપર ફરીને મહાનદી જોઈ અને કૌતુકથી નદી કાંઠે રહેલા ઉધાનમાં પ્રવેશી. ત્યાં આસોપાલવ, સોપારીનું ઝાડ, નાગ હિંતાલ, તાડવૃક્ષ, દેવદાર વૃક્ષ, સાદંડ, સહકાર, આમ્ર, ચંપક, બકુલ, તલવૃક્ષ ઈત્યાદિ શ્રેષ્ઠ વૃક્ષમધ્યે સ્થિત વિપુલ શરદ ઋતુનાં વાદળાની કાંતિ સમાન જિનમંદિરને જુએ છે. તે દેખી હર્ષથી વિકસિત નયનવાળી અંદર જાય છે અને અંતરત્નની ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા જુએ છે કે તરતજ “મેં આ પ્રતિમા અને જિનમંદિર ક્યાંક જોયેલું છે ?' એવો ઈહા અપોહ કરતી, થરથર ધ્રૂજતા અંગોપાંગવાળી મૂચ્છના કારણે બીડાતા નેત્રવાળી, સુકાતાં મુખવાળી, સાંધા ઢીલા પડી ગયા છે જેનાં એવી રત્નપ્રભા ધસ દઈને નીચે પડી.
ત્યારે નજીક રહેલો પરિવાર સંભ્રાન્ત થઈ અરે ! આ શું થયું ? આમ હાહાકાર કરતો વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યો.
વળી કોઈ રત્નપ્રભાનાં અંગ મસળે છે. કોઈ શ્રેષ્ઠ તાલવૃતથી વિજે છે. કોઈ સરસ ગોશીષ ચંદનથી શરીરે વિલેપન કરે છે. અને કોઈ (સેવક) જલ્દીથી રાજા પાસે જઈ નિવેદન કરવા લાગ્યો કે “રક્ષણ કરો બચાવો !” અમને કાંઈ કારણ સમજાતું નથી. પણ કુમારીની દશા બહુ ભારે (ગંભીર) છે. તેવું સાંભળી અશ્રુભીની નેત્રવાળો, સંભ્રમના કારણે ધુજારીયુક્ત વાણીથી
અરે જલ્દી વૈદ્યને બોલાવો” એમ બોલતો ઉત્તમજાતિના ઘોડા પર ચઢી રાજા જલ્દી જલ્દી જિનમંદિરે ગયો. રાજાની પાછળ પાછળ શ્રીકાંતા રાણી પ્રમુખ અંતપુર તથા સામંત મંત્રી તેમજ ઘણાં લોકો ગયા.
એ અરસામાં પૂર્વજન્મ સ્મરણ કરીને લબ્ધચેતનાવાળી કુમારી ઉઠી.